શિવસેનાના બે ગ્રૂપો વચ્ચે તલવાર ભલે ખેંચાઈ હોય પરંતુ ચૂંટણી આયોગે શિવસેનાના મૂળ ચૂંટણી ચિહ્ન ધનુષ બાળ બાજુ પર રાખી દીધું છે. એટલે કે આયોગે આગામી આદેશ સુધી ધનુષ બાણ સાથે શિવસેનાનું નામનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ હવે પ્રશ્ન એ થાય છે કે બંને જૂથ કયા નામથી અને કયા ચૂંટણી ચિન્હ ઉપર ત્રણ નવેમ્બરે થનારી ઉપચૂંટણી લડશે? આ મુદ્દા ઉપર બંને જૂથો આજે રવિવારે મંથન કરશે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે બંને જૂથોને 10 ઓક્ટોબર સુધી પોત-પોતાના પક્ષ માટે પોતાની પસંદના ત્રણ નામ નામ અને ત્રણ ચૂંટણી ચિહ્ન આપવાનું કહ્યું છે. આયોગને 8 ઓક્ટોબરે રજૂ કરેલા પોતાના ફરમાનમાં બંને પક્ષોને નામની સાથે સેના શબ્દનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. જોકે, બંને પક્ષોએ ચૂંટણી પંચ સામે નામ અને ફ્રી સિમ્બોલમાંથી ત્રણ વિકલ્પ પ્રાથમિક્તાના આધારે બતાવવા જ પડશે.
અંધેરી પૂર્વ વિધાનસભા ઉપર થનારી ઉપચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને જૂથોને શિવ સેના મૂળ નામથી મળતું અથવા તો પોતાના માટે અનુકૂળ નામનો પ્રસ્તાવ માંગ્યો છે. આ ઉપરાંત આઝાદ ઉમેદવારો માટે ફ્રી ચૂંટણી ચિહ્નમાંથી પ્રાથમિક્તાના આધાર પર ત્રણ ત્રણ ચૂંટણી ચિહ્નોની યાદી માંગી છે.
આયોગ કોઈપણ ઉમેદવાર અથવા ક્ષેત્રિય દળને અપાયેલા ચિંહ્નમાંથી પ્રાથમિક્તાના આધાર ઉપર ચિહ્ન આપી દેશે. પાર્ટીના ઝંડા માટે પણ આજ નીતિ રહેશે. માનવામાં આવી રહ્યું છે કે ઉપચૂંટણી પત્યા બાદ શિવસેનાનું મૂળ નામ અને ચિહ્ન ઉપર અનેક સુનાવણી આયોગ પોતાના કાયદા પ્રમાણે કરતું રહેશે.
બંને જૂથોના નેતાઓની બેઠક
ચૂંટણી આયોગે શિવસેનાના ચિહ્ન ઉપર રોક લગાવ્યા બાદ બંને જૂથોમાં હલચલ ઊભી થઈ છે. જોકે આ અંગે રવિવારે નવ ઓક્ટોબર બપોરે 12 વાગ્યે ઉદ્ધવ ઠાકરે પોતાના નેતાઓ સાથે માતોશ્રીમાં બેઠક કરશે. જ્યારે એકનાથ શિંદે પણ પોતાના ગ્રૂપ સાથે મંત્રી અને સાંસદોની સાથે વર્ષા બંગલો પર સાંજે સાત વાગે બેઠક કરશે. બંને ગ્રૂપોમાં આગળની રણનીતિ તૈયાર કરવાની સાથે જ નામ અને સિમ્બોલને લઈને ચર્ચા કરાશે.