Maharashtra News updates: શિવસેનાના સાંસદ સંજય રાઉતને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. સંજય રાઉતે કહ્યું કે તેમને શુક્રવારે રાત્રે મુંબઇ પોલીસને ધમકી અંગે જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમને મોબાઇલ ફોન પર ટેક્સ મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી હતી.
મેસેજ ગેંગ્સટર લોરેન્સ બિશ્નોઇ તરફથી આપવામાં આવ્યો હતો જે અત્યારે પંજાબની જેલમાં છે. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેના વિશે પૂછપરછ કરી રહી છે.
સંજય રાઉતે કહ્યું કે મને મારા ફોન ઉપર ધમકી મળી છે અને મેં પોલીસને આ અંગે જાણ કરી હતી. પરંતુ આ સરકાર ગંભીર નથી. મને પહેલા પણ ધમકી મળી હતી. પરંતુ રાજ્યના ગૃહમંત્રીએ આને એક સ્ટંટમાં ખપાવી દીધી હતી. વિપક્ષી નેતાઓની સુરક્ષાને લઇને રાજ્ય ગંભીર નથી. સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે આનાથી તેમને કોઇ ફર્ક પડતો નથી જ્યારે તેમની સુરક્ષા પરત ખેંચ લેવાઇ ત્યારે તેમને કોઇ પત્ર લખ્યો ન્હોતો.
પોલીસનું શું કહેવું છે?
પોલીસે આ અંગે જાણકારી આપા કહ્યું હતું કે સંજય રાઉતને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. તેમણે કહ્યું કે સિદ્ધુ મૂસેવાલા જેવું કરી નાંખવામાં આવશે. તેમને લોરેન્સ બિશ્નોઇ જૂથ તરફથી ધમકી મળી હતી. સંદેશમાં કહ્યું હતું કે જો તમે દિલ્હીમાં મળ્યા તો તમને એકે 47થી મારી દઉશું. તેમણે પત્ર લખ્યો હતો અને પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
પોલીસ એ નંબર અંગે તપાસ કરી રહી છે. જેનાથી રાઉતને ધમકી ભર્યો સંદેશ મળ્યો હતો. કુખ્યાત આરોપી લોરેન્સ બિશ્નોઇએ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેલાવાની હત્યા પાછળ પોતાનું માસ્ટમાઇન્ડ લગાવ્યું હતું. તે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂક્યો છે.
એક વ્યક્તિ પકડાયો
આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસે પૂણેના એક વ્યક્તિની ધરપકડ કરી છે. સંજય રાઉતને ધમકી ભર્યો મેસેજ આપવા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે આ મામલે તપાસ ચાલું છે.