National policy for snake bites prevention : ભારતમાં સર્પદંશને (snake bites) ગ્રામીણ વિસ્તાર અને ગરીબ લોકોની બીમારી મનાતી હોવાથી સરકાર દ્વારા હજી સુધી આ મેડિકલ ઇમરજન્સીની (medical emergency) ઘટના સામે પુરતું ધ્યાન અપાયુ નથી, જો કે હવે આ બીમારી અંગે નક્કર રાષ્ટ્રીય નીતિ ( national policy) ઘડવાનો સમય આવી ગયો છે…
ભારતમા સાપ કરડવાથી દર વર્ષે લગભગ 64,000 લોકોના મોત થયા છે તેમ છતાં આ મામલે હજી સુધી કોઇ રાષ્ટ્રીય નીતિ કે નક્કર યોજના તૈયાર કરવામાં આવી નથી. ભારતમાં સાપ એક સરીસૃપ પ્રાણી છે અને તેની સાથે ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. સરકારની ઉદાસીનતાને કારણે સાપ કરડવા અંગે કોઇ માન્ય સારવારની રૂપરેખા હજી સુધી અમલમાં મુકાઇ નથી.
સાપના ડંખથી 10 વર્ષીય પુત્રીનું મોત…
સુલેખા સાસમલને તે દિવસને અત્યંત દુઃખ સાથે યાદ કરે છે જે દિવસે તેની 10 વર્ષની પુત્રી તેની નજર સામે મૃત્યુ પામી હતી. પાંચ વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના નબીન મનુઆ ગામમાં સુતાપા તેના માતા-પિતા સાથે માટીના બનેલા કાચા મકાનમાં ઉંઘી રહી હતી ત્યારે તેને એક કલાકના ગાળામાં સાપે બે વાર ડંખ મારતા તેનું કરુણ મોત થયુ હતુ.
સુલેખા દુઃખ સાથે જણાવે છે કે, “અમે સવારે 4 વાગ્યાની આસપાસ તેણીએ અમને બુમ પાડીને બોલાવ્યા. પહેલીવાર જ્યારે સાપે તેને ડંખ માર્યો ત્યારે તેણે અમને જગાડ્યા નહીં. પરંતુ જ્યારે બીજી વખત સાપે તેને ડંખ માર્યો અને તે જાગી ત્યારે તેણે સાપને બહાર જતો જોયો. અમને ખ્યાલ નહોતો કે પલંગ ઉપર ઢાંકેલી મચ્છરદાનીની અંદર સાપ છુપાયેલો હતો.”
સુતાપાના માતા-પિતાએ એક સંબંધીની કાર ભાડે લીધી અને ગામથી એક કલાકના અંતરે આવેલી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. સુતાપાની સારવાર કરવા માટે ત્યાં કોઇ તૈયાર ન હતું. જિલ્લા હોસ્પિટલે તેણીને ત્રણ કલાકના અંતરે આવેલા કોલકાતા શહેરમાં લઈ જવાની સલાહ આપી. પરંતુ એમ્બ્યુલન્સ કોલકાતામાં હોસ્પિટલના દરવાજા સુધી પહોંચવાની તૈયારીમાં જ હતી કે સુતાપાએ આંખો મીંચી દીધી.
ભારતમાં દર વર્ષે સાપના ડંખથી 64,000 લોકોના મોત
જ્યોર્જ ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલના જાહેર આરોગ્ય નિષ્ણાત ડૉ. સૌમ્યદીપ ભૌમિક કહે છે કે, 22 દેશોના સંશોધકોના જૂથ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસ મુજબ, દર વર્ષે 64,000 થી વધુ લોકોના મૃત્યુ સાથે, દુનિયાભરમાં દર વર્ષે સર્પદંશથી મૃત્યુની ઘટનામાંથી લગભગ 80 ટકા કિસ્સાઓ ભારતમાં બને છે. અભ્યાસ દર્શાવે છે કે ઉત્તર પ્રદેશ, ત્યારબાદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સાપ કરડવાથી સૌથી વધુ મોતની ઘટના નોંધાય છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે, ઘણા કિસ્સાઓ સામે ન આવતા ન હોવાથી સર્પદંશથી મોતની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાની સંભાવના છે.
“પશ્ચિમ બંગાળમાં પણ સર્પદંશને કારણે મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે છે, પરંતુ આવા કેસો હોસ્પિટલોમાં નોંધાતા નથી અને તેથી સત્તાવાર આંકડાઓ સામે આવતા નથી,” એવું ડૉ. દયાલ બંધુ મજુમદારનું કહેવુ છે જે વ્યવસાયે ઓપ્થોલમોલોજીસ્ટની સાથે સાથે રાજ્યમાં સર્પદંશની સારવારના અગ્રણી નિષ્ણાતો છે.
ગત 19 ઓક્ટોબરના રોજ, ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસે, દેશભરમાં નેશનલ હેલ્થ મિશનની રાજ્ય કચેરીઓમાં સર્વેલન્સ અધિકારીઓ અને મિશન ડિરેક્ટરોને નોટિસ મોકલી, કચેરીઓને નોડલની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો. દરેક રાજ્યમાં અધિકારી કે જેઓ કેન્દ્ર સરકારના સર્પદંશ નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમના અમલીકરણનું મોનેટરિંગ કરશે. આ કાર્યક્રમ હેઠળ, ભારત સરકારે દરેક રાજ્યમાં સર્પદંશની સારવાર માટેની તાલીમ માટે ભંડોળ પણ ફાળવ્યું છે.
વર્ષોથી સર્પદંશ એ ભારત જેવા દેશોમાં ગંભીર સમસ્યા છે અને તે અંગે ઘણી ઉદાસિનતા દાખવવામાં આવે છે. આ સમસ્યા એટલી ગંભીર છે કે, વર્ષ 2017માં, WHO એ તેને તેની શ્રેણી A ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય બીમારીની યાદીમાં મૂકી છે, પરંતુ ભારતમાં તે હજી પણ મોટી વ્યાપક બીમારી તરીકે વર્ગીકૃત કરાઇ નથી. તેનો અર્થ એ છે કે, દેશમાં સર્પદંશની સમસ્યા વધારે હોવા છતાં, તેને કાયદાકીય રીતે એવી બીમારી માનવામાં આવતી નથી કે જેની જાણ કાયદા હેઠળ સરકારી સત્તાવાળાઓને કરવી જરૂરી છે. “આ એક એવી સમસ્યા માનવામાં આવે છે જેનો ઉકેલ રાજ્ય સરકારો લાવવો જોઇએ. તે રાષ્ટ્રીય ચિંતાનો વિષય નથી,” એવું પશ્ચિમ બંગાળના હર્પેટોલોજિસ્ટ વિશાલ સંત્રા કહે છે.

ડો. મજુમદાર કહે છે કે, દેશમાં મેલેરિયા સામે સરકાર જે રીતે લડે છે તેની સરખામણીમાં આ મુદ્દો કેટલો ઉપેક્ષિત છે તે સરળતાથી સમજી શકાય છે. ભારતમાં મેલેરિયાથી થતા મૃત્યુની સંખ્યા સર્પદંશને કારણે થતી મોતની તુલનાએ 10 ગણી વધારે છે, જો કે એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે મેલેરિયાની બીમારીમાં દરેક સ્તરના આંકડા અને સારવાર પર દેખરેખ રાખતા સરકારી અધિકારીઓની ટીમ છે.
ડૉ. મજુમદાર અને નિષ્ણાતોના જૂથે, કેટલીક બિન-સરકારી સંસ્થાઓ સાથે મળીને, રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ સર્પદંશ નિવારણનો સમાવેશ કરવા માટે કેન્દ્ર સરકારને પહેલીવાર પત્ર લખ્યાના એક દાયકા બાદ પાછલા મહિને કેન્દ્ર સરકારે તેનો વર્ષ 2023માં અમલ કરવાની આખરે મંજૂરી આપી છે.
નિષ્ણાંતો કહે છે કે ભારતમાં જાહેર આરોગ્યના મુખ્ય મુદ્દા તરીકે સર્પદંશ મામલે ઉપેક્ષા અને પુરતા ધ્યાનના અભાવનું કારણ પીડિતોની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ છે. “તે ગરીબ વ્યક્તિનો રોગ અથવા ગ્રામીણ સમસ્યા માનવામાં આવે છે. જે લોકોને સાપ કરડે છે તેઓ સામાન્ય રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો, ગ્રામીણ વિસ્તારના, સ્ત્રીઓ અને બાળકો હોય છે.”
ડૉ. મજુમદાર કહે છે કે ભારતમાં ડેન્ગ્યુ અને આવા પ્રકારની જાહેર આરોગ્ય સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાનું એક કારણ એ છે કે તે દેશની શહેરી વસ્તીને વધારે અસર કરે છે. “શહેરોમાં જ્યારે ડેન્ગ્યુના કારણે એક મૃત્યુ પણ થાય છે ત્યારે લોકો હંગામો મચાવે છે. પરંતુ બંગાળના અંતરિયાળ વિસ્તારોમાં જાઓ અને તમે જોશો કે સાપ કરડવાથી કેટલા મૃત્યુ થાય છે, પરંતુ આ પીડિતો માટે કોઈ જાહેર પ્રદર્શન થતું નથી. એકલા પશ્ચિમ બંગાળમાં દર મહિને લગભગ 400-500 લોકોના મોત માત્ર સાપ કરડવાથી થાય છે. ”
ભારતમાં મોટાભાગના સાપના કરડવાની ઘટના બિન-ઝેરી સાપની હોય છે કારણ કે તેમની સંખ્યા ઝેરી સાપ કરતા વધારે છે. જ્યારે લોકોને ઝેરી સાપ કરડે છે ત્યારે પણ સંભવ છે કે તેમને ઝેરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું ન હતું, જેના પરિણામે દર્દીને સામાન્ય રીતે ઝેરની અસરનો કોઇ અનુભવ થયો ન હતો. કોબ્રા સાપ કરડવાની 20 ટકા ઘટનાઓ છે, જે ઘણી ચિંતાજનક છે.
ભારતમાં હજી પણ લોકો સાપ કરડે ત્યારે ડોક્ટરની પાસે કે હોસ્પિટલમાં સારવાર કરાવવાના બદલે કોઇ ભૂવા, વૈધ પાસે જાય છે જે તેમના જીવને જોખમમા મુકી શકે છે.
ત્રણ દાયકા કરતા વધુ સમયથી ડૉ. મધુસૂદન ભૌમિક પશ્ચિમ મેદિનીપુરની ઘાટલ સબ ડિવિઝનલ હોસ્પિટલમાં સર્પદંશના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. “સાપ કરડવાની ઘટનાને ઘણા લોકો ગંભીરતાથી લેતા નથી. ગ્રામીણ વિસ્તારો લોકો એવું માને છે કે તેઓ સાપની વિવિધ પ્રજાતિઓને ઓળખે છે અને પછી પોતે જ એવો દાવો કરે છે કે જે સાપ તેમનો કરડ્યો હતો તે ઝેરી ન હતો અને આથી તેમને ડોક્ટરની સારવારની કોઇ જરૂર નથી, જેના પરિણામે છેવટે મેડિકલ ઇમર્જન્સી સર્જાઇ છે.
હકીકતમાં જ્યારે સારવારની જરૂર હોય ત્યારે તેઓ પરંપરાગત સારવારને પસંદ કરે છે. સમગ્ર પશ્ચિમ બંગાળમાં અને ભારતના અન્ય કેટલાક વિસ્તારોમાં પરંપરાગત ઉપચાર કરનારાઓ ફ્લાયર્સ અને પોસ્ટરો દ્વારા તેમની સારવારની જાહેરાતો કરે છે અને દર્દીઓને પોતાની તરફ આકર્ષીત કરે છે.
જો કે હવે જાગરૂકતા વધી રહી છે ખાસ કરીને મોટા ગામડાઓ અને નગરોમાં, સ્થાનિક હોસ્પિટલોમાં આવતા દર્દીઓ કહે છે કે તેઓને પૂરતી તબીબી સારવાર મળી રહી નથી. “અમારી પાસે સાપના ડંખની સારવાર માટે જરૂરી ડાયાલિસિસ અને વેન્ટિલેશન મશીનો નથી. કેટલાક કિસ્સાઓમાં, દર્દીઓને ડાયાલિસિસ મશીનો અને ઇન્ટેન્સિવ કેર યુનિટની જરૂર હોય છે. જિલ્લા અને નાની સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે જરૂરી તબીબી સાધનો નથી, દર્દીઓને મોટા શહેરોની સરકારી હોસ્પિટલોમાં જવાની ફરજ પડે છે, જેમાં ઘણા કિસ્સામાં દર્દી રસ્તામાં જ મૃત્યુ પામે છે.”
મેડિકલ અભ્યાસમાં પણ સર્પદંશની ઉપેક્ષા
સાપના કરડવાથી મૃત્યુની સૌથી વધુ સંખ્યા ધરાવતો દેશ હોવા છતાં, ભારતમાં તેની તબીબી સારવાર માટે કોઈ શૈક્ષણિક નિષ્ણાંતો નથી. એમબીબીએસના અભ્યાસક્રમને જોઇએ તો ચોથા સેમેસ્ટરમાં ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિનોલોજી પર એક પાઠ્યપુસ્તક છે, અને તેમાં પ્રાણીઓના ડંખ અને ઝેર વિશેનું એક પ્રકરણ છે. જો કે તેમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી માહિતી અત્યંત ઓછી નું છે. આવા પાઠ્યપુસ્કત ભણીને ડોક્ટર થનારની જ્યારે ગ્રામીણ હોસ્પિટલમાં પોસ્ટિંગ કરવામાં આવે છે ત્યારે તેને સર્પદંશના દર્દીની સારવાર કેવી રીતે કરવી તેના વિશે વધારે જાણકારી હોતી નથી.
સર્પદંશાની સારવારની સમસ્યા મૂળમાં જ રહેળી છે, આઝાદીના સાત દાયકામાં દેશમાં તેની વિશે ગંભીરતા પૂર્વક વિચારણા કરવામાં આવી નથી.