Surya Grahan 2022: વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આજે એટલે 25 ઓક્ટોબર 2022ના રોજ જોવા મળ્યું હતું. ભારતમાં સૌથી પહેલા અમૃતસરમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. ભારતમાં સૂર્યગ્રહણ લગભગ સાંજે 4.29 કલાકની આસપાસ શરુ થયું હતું અને જે લગભગ 6.29 કલાક સુધી ચાલ્યું હતું.
ભારતમાં આ સ્થળોએ સૂર્યગ્રહણ જોવા મળ્યું
આ આંશિક સૂર્યગ્રહણ મુખ્યત્વે યુરોપ, ઉત્તર પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ એશિયાના ભાગોમાં જોવા મળ્યું હતું. ભારતમાં સૂર્ય ગ્રહણ નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, સુરત, પૂણે, જયપુર, ઇન્દોર, ઠાણે, ભોપાલ, લુધિયાના, આગ્રા અને ચંદીગઢમાં એક કલાક કરતા વધારે સમય જોવા મળ્યું હતું. હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નઇ, લખનઉ, કાનપુર, નાગપુર, વિશાખાપટ્ટનમ, પટના, મંગલુરુ, ઉટી, તિરુવનંતપુરમ જેવા શહેરોમાં એક કલાક કરતા ઓછા સમય સુધી ગ્રહણ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો – સૂર્યગ્રહણમાં આ એક ભૂલ ગર્ભવતી મહિલાઓને પડી શકે છે ભારે, આ બાબતનું રાખવું ખાસ ધ્યાન
રાશિચક્ર પર સૂર્યગ્રહણની અસર
વર્ષના આ છેલ્લા સૂર્યગ્રહણની અસર વિવિધ રાશિઓ પર પડશે. સૂર્યગ્રહણની ખરાબ અસર વૃષભ અને મિથુન રાશિના લોકો પર જોવા મળશે. કર્ક રાશિના જાતકોને આ સમયગાળામાં સંપત્તિ મળશે. કન્યા રાશિના લોકોને આ સમયગાળામાં નુકસાન થઈ શકે છે. વૃષભ રાશિના લોકોને ધનની ખોટ થવાની સંભાવના છે અને ધનુ રાશિના લોકોને આ સમયમાં ફાયદો થશે.
સૂર્યગ્રહણ ક્યારે થાય છે
સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે અને સૂર્યના પ્રકાશને રોકી દે છે. તે સમયે ત્રણેય ગ્રહ એક જ લાઇનમાં હોય છે. અમાસના દિવસે સૂર્યગ્રહણ થાય છે. જ્યારે ચંદ્રે આંશિક રુપથી સૌરને અસ્પષ્ટ કરે તો તે આંશિક સૂર્યગ્રહણ ગણાય છે.
સૂર્યગ્રહણના સુતક સમયગાળામાં ઘણી વસ્તુઓ પ્રતિબંધિત છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ માટે અલગ-અલગ નિયમો છે. તેમને અનુસરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.