દેશમાં હાઈવે પર રખડતા પ્રાણીઓ (stray animals) અને જંગલી પ્રાણીઓના કારણે અકસ્માતો (Road Accident) વધ્યા છે. દરરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતો બની રહ્યા છે. અકસ્માતો ઘટાડવા હાઇવે માટે નવા નિયમો (New rules) તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે (Union Ministry of Roads and Transport) તમામ સંબંધિત વિભાગોને નિયમો માટે માર્ગદર્શિકા (guidelines) જાહેર કરી છે. મંત્રાલયે તમામ સંબંધિત વિભાગોને તેમના સૂચનો અને અનુભવો શેર કરવા કહ્યું છે જેથી આ અનુભવોના આધારે નવા નિયમો ઘડી શકાય.
ખોરાકની શોધમાં ભટકતા આ ઢોરને ખ્યાલ નથી હોતો કે, તેઓ પોતે પણ અકસ્માતનો ભોગ બની શકે છે. આ જ કારણ છે કે, દરરોજ એક યા બીજી રીતે રખડતા ઢોરના કારણે અકસ્માતનો ભોગ બને છે. વહીવટીતંત્ર પાસે પણ આ પશુઓની વ્યવસ્થા કરવાનો કોઈ વિકલ્પ નથી. હાઈવે પરના અકસ્માતો માટે રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓને મુખ્ય કારણ માનવામાં આવે છે.
સંસદીય સમિતિના અહેવાલ બાદ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે અકસ્માતોની નોંધ લીધી અને નવા નિયમો બનાવવાની પ્રક્રિયા શરૂ કરી. હવે હાઈવે કન્સ્ટ્રક્શન એજન્સી નેશનલ હાઈવે એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL), નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI), રાજ્યના બાંધકામ વિભાગો અને ઈન્ડિયન રોડ કોંગ્રેસ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરશે. તેનો ડ્રાફ્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે અને તે પછી ભલામણોને દેશભરમાં લાગુ કરવામાં આવશે. સડક પરિવહન મંત્રાલયના મહાનિર્દેશક એકે કુશવાહાએ આદેશ જાહેર કર્યા છે.
આ પણ વાંચો – ઉત્તરાખંડ: હિમસ્ખલનમાં 10 પર્વતારોહીઓના મોત, 8 ને બચાવી લેવાયા
હાઇવે પર રખડતા પશુઓ અને જંગલની આજુબાજુના વિસ્તારોમાંથી સીધા હાઇવે પર આવતા પશુઓ માર્ગ અકસ્માતોનું કારણ હોવાનું કહેવાય છે. અહેવાલમાં કેન્દ્ર સરકારને રખડતા પ્રાણીઓના કારણે થતા અકસ્માતોને રોકવા માટે બ્લેક સ્પોટ માર્ક કરીને હાઇવે પર પશુના પ્રવેશને રોકવા માટે બેરિકેડ અથવા ખાસ સંકેતો જેવા વિકલ્પોનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવી છે.