scorecardresearch

પનડુબ્બી INS અરિહંતથી બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ

Ballistic Missile Test: આ પ્રક્ષેપણ ભારતની સામરિક ક્ષમતાઓને વધારવાની દિશામાં એક મોટી ઉપલબ્ધિ છે.

પનડુબ્બી INS અરિહંતથી બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ
આ વાતની જાણકારી રક્ષા મંત્રાલયે આપી

INS Arahant Ballistic Missile Test:શુક્રવારે ભારતે બંગાળની ખાડીમાં પરમાણુ ક્ષમતાથી લેસ પનડુબ્બી આઈએનએસ અરહિંત બેલિસ્ટિક મિસાઇલનું સફળ પ્રક્ષેપણ કર્યું છે. આ વાતની જાણકારી રક્ષા મંત્રાલયે આપી છે. મંત્રાલયે કહ્યું કે આ પનડુબ્બીમાં હથિયાર પ્રણાલીથી બધી પરિચાલન અને ટેકનિક માપદંડને પુરા કર્યા છે. આ પ્રક્ષેપણ ભારતની સામરિક ક્ષમતાઓને વધારવાની દિશામાં એક મોટી ઉપલબ્ધિ છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આઈએનએસ અરિહંત દ્વારા એસએલબીએમનું 14 ઓક્ટોબરે સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું.

રક્ષા મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે એસએસબીએન કાર્યક્રમ ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાનું એક પ્રમુખ તત્વ છે. આ ભારતની વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધક ક્ષમતાની નીતિને ધ્યાનમાં રાખતા એક મજબૂત, ટકાઉ અને સુનિશ્ચિત જવાબી ક્ષમતા છે. આ દેશની પ્રથમ યૂઝ ન કરવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

આ પણ વાંચો – એબીપી-સી વોટર ઓપિનિયન પોલ : હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામનો ટ્રેન્ડ બદલાશે

લક્ષ્ય પર સટીક નિશાન

મિલાઇલનું પરિક્ષણ એક પૂર્વ નિર્ધારિત સીમા સુધી કરવામાં આવ્યું. તેને બંગાળની ખાડીમાં લક્ષ્ય પર પુરી સટિકતા સાથે નિશાન સાધતા બધા ઓપરેશનલ અને ટેકનિકલ સ્ટેન્ડર્ડને પુરા કર્યા. ભારતની પરમાણુ શક્તિ સંપન્ન બેલિસ્ટિક મિસાઇલ પનડુબ્બી કાર્યક્રમ ઘણી મહત્વપૂર્ણ પરિયોજના છે. આઈએનએસ અરિહંત એસએસબીએન પરિયોજના અંતર્ગત પ્રથમ પોત હતી જે પછી કથિત રુપથી એક અન્ય પોત આઈએનએસ અરિઘાટ આવી હતી.

પરમાણુ નિરસ્ત્રીકરણ માટે અગ્રણી અવાજ

રક્ષા મંત્રાલયે કહ્યું કે આઈએનએસ અરહિંત દ્વારા એસએલબીએમનું સફળ ઉપયોગકર્તા પ્રશિક્ષણ લોન્ચ દળ દક્ષતાને સાબિત કરવા અને એસએસબીએન કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ છે, જે ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાનું એક પ્રમુખ તત્વ છે. પરમાણુ હથિયારોના પૂર્ણ ઉન્મુલનના ઉદ્દેશ્યથી સાર્વભૌમિક પરમાણુ નિરસ્ત્રીકરણ માટે ભારત અગ્રણી અવાજ રહ્યો છે.

Web Title: Submarine ins arihant successfully test fires ballistic missile

Best of Express