Sukhdev Singh Murder: સુખદેવ સિંહ ગોગામેડી બાદ પોતાના જ સાથી નવીનને શૂટરોએ કેમ મારી ગોળી? પૂછપરછમાં થયો મોટો ખુલાસો

Sukhdev Singh Gogamedi Murder : રવિવારે સવારે ચંદીગઢથી પોલીસે બે શૂટરોની ધરપકડ કરી હતી. બંને શૂટરોએ તેમના પોતાના સાથી નવીન શેખાવતને ગોળી મારી દીધી હતી. બંને શૂટરોએ પોલીસને જણાવ્યું કે નવીન શેખાવત પણ હત્યાના કાવતરામાં સામેલ હતો

Written by Ashish Goyal
Updated : December 10, 2023 17:40 IST
Sukhdev Singh Murder: સુખદેવ સિંહ ગોગામેડી બાદ પોતાના જ સાથી નવીનને શૂટરોએ કેમ મારી ગોળી? પૂછપરછમાં થયો મોટો ખુલાસો
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કેસમાં પોલીસે રવિવારે બે વ્યક્તિની ધરપકડ કરી (તસવીર - સોશિયલ મીડિયા)

Sukhdev Singh Gogamedi Murder Case: શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કેસમાં પોલીસે રવિવારે બે વ્યક્તિની ધરપકડ કરી છે. રવિવારે સવારે ચંદીગઢથી પોલીસે બે શૂટરોની ધરપકડ કરી હતી. બંને શૂટરોએ તેમના પોતાના સાથી નવીન શેખાવતને ગોળી મારી દીધી હતી. આ મામલે બન્ને શૂટરોએ મોટો ખુલાસો કર્યો છે.

શા માટે શૂટરોએ પોતાના સાથીને ગોળી મારી?

બંને શૂટરોએ પોલીસને જણાવ્યું કે નવીન શેખાવત પણ હત્યાના કાવતરામાં સામેલ હતો. આ ઘટના દરમિયાન નવીન શેખાવતને તેના સાથીઓએ ગોળી મારી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. શૂટરોએ પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તેઓ સુખદેવ ગોગામેડી પર ફાયરિંગ કરી રહ્યા હતા ત્યારે નવીન ડરના કારણે તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

બંને શૂટરોએ જણાવ્યું હતું કે તે સમયે કેટલાક સંજોગો ઉભા થયા હતા કે નવીન શેખાવતને ગોળી મારવી પડી હતી. શૂટરોએ કહ્યું કે તમે સીસીટીવીમાં જોઈ શકો છો કે જ્યારે ફાયરિંગ ચાલી રહ્યું હતું ત્યારે નવીન અમને રોકવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો – કોણ છે રોહિત ગોદારા જેણી લીધી સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી

બંને શૂટરોની ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી

હત્યા કેસ સાથે સંબંધિત બે આરોપીઓની દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં ચંદીગઢથી ધરપકડ કરી હતી. રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના બે શખ્સોએ સુખદેવ સિંહની ગોળી મારીને હત્યા કરી હતી. નવીન શેખાવત નામની વ્યક્તિ મારફતે બંને આરોપીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. હુમલાખોરોએ ભાગતા પહેલા નવીન શેખાવતને પણ ગોળી મારી હતી.

ક્રાઇમ બ્રાંચની નવી દિલ્હી રેન્જને બંને આરોપીઓ ચંદીગઢમાં છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી દિલ્હી પોલીસ હેડક્વાર્ટરના વરિષ્ઠ અધિકારીઓએ તેમને તાત્કાલિક દરોડા માટે રવાના થવા જણાવ્યું હતું. તેઓએ ચંદીગઢના સેક્ટર 22 માં દરોડા પાડ્યા હતા જ્યાંથી બે શૂટરો (રોહિત અને નીતિન) અને ઉધમ નામના તેમના એક સાથીને પકડવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કર્યા બાદ તેમને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ