સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા, મુકેશ અગ્નિહોત્રી બન્યા ડેપ્યુટી સીએમ

Sukhwinder Singh Sukhu : શિમલાના રિજ મેદાનમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં સુખવિન્દર સિંહ સુખુએ મુખ્યમંત્રી પદના શપથ લીધા, શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ ઉપસ્થિત રહ્યા

Written by Ashish Goyal
Updated : December 11, 2022 15:37 IST
સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા,  મુકેશ અગ્નિહોત્રી બન્યા ડેપ્યુટી સીએમ
શિમલાના રિજ મેદાનમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં સુખવિન્દર સિંહ સુખુએ મુખ્યમંત્રી પદના શપથ લીધા (તસવીર - હિમાચલ કોંગ્રેસ ટ્વિટર)

Sukhvinder Singh Sukhu Chief Minister Of Himachal Pradesh : સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બની ગયા છે. શિમલાના રિજ મેદાનમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ ઉપસ્થિત રહ્યા હતા. મુકેશ અગ્નિહોત્રીએ ડેપ્યુટી સીએમ તરીકે શપથગ્રહણ કર્યા હતા.

કોણ છે સુખવિંદર સિંહ સુખુ?

સુખવિંદર સિંહ સુખુનો જન્મ 26 માર્ચ 1964ના રોજ હમીરપુર જિલ્લાના નાદૌન તહસીલના સેરા ગામમાં થયો હતો. તેમના પિતા રસિલ સિંહ હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ ડ્રાઈવર હતા. સુખુ પોતે શરૂઆતના દિવસોમાં શિમલામાં મિલ્ક કાઉન્ટર ચલાવતા હતા.

સુખુએ હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. આ પછી તેણે એલએલબીનો અભ્યાસ કર્યો. સુખુએ પોતાની રાજકીય કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી. કોલેજમાં વિદ્યાર્થી સંઘના જનરલ સેક્રેટરી અને પ્રમુખ રહ્યા બાદ, તેઓ 1989 અને 1995 વચ્ચે NSUI (કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ)ના પ્રમુખ પણ હતા.

આ પણ વાંચો – સુખવિંદર સિંહ સુક્ખૂ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી, પ્રતિભા સિંહના સમર્થકોની આલાકમાન સામે નારાજગી

1999માં સુખુને યુથ કોંગ્રેસના વડા બનાવવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 2008 સુધી આ પદ પર રહ્યા હતા. આ પછી સુખુએ મ્યુનિસિપલ કાઉન્સિલરની ચૂંટણી લડી હતી. તેઓ બે વખત શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. નાની સીડી ચડીને સુખુ વર્ષ 2013માં હિમાચલ કોંગ્રેસના પ્રમુખ બન્યા, તેઓ 2019 સુધી આ પદ પર રહ્યા હતા.

ચાર વખત ધારાસભ્ય ચૂંટાયા

58 વર્ષીય સુખવિંદર સિંહ સુખુ હિમાચલમાં ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પ્રથમ વખત વર્ષ 2003માં નાદૌન વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી 2007, 2017 અને હવે 2022માં પણ તેઓ નાદૌનથી ધારાસભ્ય બન્યા છે.

દીકરીઓ ડુમાં અભ્યાસ કરે છે

સુખવિંદર સિંહ સુખુએ 11 જૂન 1998ના રોજ કમલેશ ઠાકુર સાથે લગ્ન કર્યા હતા. કમલેશ ગૃહિણી છે. બંનેને બે દીકરીઓ છે. હાલમાં બંને દીકરીઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ