દિલ્હીની તિહાડ જેલમાં ગેંગસ્ટર ટિલ્લૂ તાજપુરિયાની હત્યા, રોહિણી કોર્ટમાં શૂટઆઉટનો હતો આરોપી

gangster tillu tajpuriya killed : ટિલ્લૂ પર રોહિણી કોર્ટમાં જિતેન્દ્ર ગોગીની હત્યાનો આરોપી હતો. બીજી ગેંગેના સભ્ય યોગેશ ટુંડાએ તેના ઉપર હુમલો કર્યો હતો ત્યારબાદ તે ઘાયલ થયો હતો.

Written by Ankit Patel
Updated : May 02, 2023 11:37 IST
દિલ્હીની તિહાડ જેલમાં ગેંગસ્ટર ટિલ્લૂ તાજપુરિયાની હત્યા, રોહિણી કોર્ટમાં શૂટઆઉટનો હતો આરોપી
ટિલ્લુ તાજપુરિયાની ફાઇલ તસવીર

ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની તિહાડ જેલમાં હત્યા કરવામાં આવી હતી. ટિલ્લૂ પર રોહિણી કોર્ટમાં જિતેન્દ્ર ગોગીની હત્યાનો આરોપી હતો. બીજી ગેંગેના સભ્ય યોગેશ ટુંડાએ તેના ઉપર હુમલો કર્યો હતો ત્યારબાદ તે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને દિલ્હી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

2021ના રોહિણી કોર્ટ શૂટ આઉટના તેજપુરિયા મુખ્ય આરોપી હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલામાં અન્ય એક કેદી ઘાયલ થયો હતો. જેની ઓળખ રોહિતના રૂપમાં થયું હતું. જે હવે ખતરાથી બહાર છે. પશ્ચિમ જિલ્લાના એડિશનલ ડીસીપી અક્ષત કૌશલે કહ્યું કે આજે સવારે આશરે 7 વાગ્યે દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં તિહાડ જેલથી લાવવામાં આવેલા વિચારાધીન કેદીઓ અંગે જાણકારી મળી હતી.જેમાંથી એક સુનિલ ઉર્ફ ટિલ્લુ જે બેભાન હાલતમાં લાવવામાં આવ્યો હતો. ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અન્ય વ્યક્તિ, રોહિતની સારવાર ચાલી રહી છે. તે ખતરાથી બહાર છે.

દિલ્હીના રહેવાસી માન, કુખ્યાત ટિલ્લુ ગેંગની રચના કરી હતી અને રોહિણી કોર્ટ સંકુલમાં કોર્ટરૂમની અંદર બે હુમલાખોરો દ્વારા ગેંગના નેતા જીતેન્દ્ર ગોગીની 2021 ગોળીબારમાં કથિત રીતે સામેલ હતો. દિલ્હી પોલીસે હત્યાનું કાવતરું ઘડનારા મુખ્ય આરોપી તરીકે માન સામે ચાર્જશીટ દાખલ કરી હતી. માન હત્યા, લૂંટ, ખંડણી અને ગેંગ વોર સહિતના અનેક કેસોમાં પણ સામેલ હતો.

પોલીસે કહ્યું કે માનની હત્યાના આરોપીઓ ગોગી ગેંગ સાથે સંકળાયેલા છે અને બધા જેલના પહેલા માળે બંધ હતા. “તેઓએ લોખંડની જાળી કાપી અને બેડશીટનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પર ઝૂકી ગયા. ત્યારબાદ તેઓએ સુનીલ ટિલ્લુને માર માર્યો,”

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલા બાદ સુનિલને સેન્ટ્રલ જેલની ઓપીડી અને પછી ડીડીયુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. “અમને DDU હોસ્પિટલમાંથી તિહાર જેલમાં રખાયેલા બે અન્ડરટ્રાયલને હોસ્પિટલમાં લાવવામાં આવી હોવાની માહિતી મળી હતી. તેમાંથી એક સુનીલ ટિલ્લુ હતો, જેને બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. બાદમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અન્ય એક કેદી સારવાર હેઠળ છે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ