તમિલનાડુમાં ઉત્તર ભારતીયો ઉપર હુમલાઓ થવાની અફવાઓને પગલે દેશભરમાં તમામ રાજનીતિક દળોના નેતાઓ અને મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ અંગે બિહાર વિધાનસભામાં મુખ્ય વિપક્ષી પાર્ટીએ ભાજપ ઉપર ભારે નિશાન સાધ્યું હતું. પરંતુ બિહાર સરકાર અને તમિલનાડુ સરકાર તરફથી તપાસ ચાલું હોવાના સમાચાર પણ ખોટા નીકળ્યા હતા. ત્યારબાદ બિહાર સરકારે અફવાહ ફેલાવનારા એક બીજેપી પ્રવક્તા અને બે પત્રકારો સામે કેસ દાખલ કર્યો હતો.
આવી પરિસ્થિતિ વચ્ચે તમિલનાડુના ડીજીપીએ સોમવારે 6 માર્ચના રોજ એક નિવેદન આપ્યું હતું. ડીજીપી સી. સિલેન્દ્ર બાબુએ જણાવ્યું હતું કે તમિલનાડુમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે એવા વિસ્તારો જ્યાં ઉત્તર ભારતીઓ કામ કરે છે. આવા વિસ્તારોમાં હિન્દુ બોલી શકે તેવા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જેનાથી પોલીસ ઉત્તર ભારતીઓને કોઈ પણ મુશ્કેલીઓમાં સમજી શકે.
પોલીસ અધિકારીએ કહ્યું કે મોટાભાગના ઉત્તર ભારતીયો હોળીની ઉજવણી કરવા તેમના ઘરે ગયા છે. તેમણે કહ્યું કે અમે પરપ્રાંતિય કામદારો સુધી પહોંચ્યા અને તેમને ખાતરી આપી કે બિહારી મજૂરો કે અન્ય રાજ્યના કામદારો પર આવો કોઈ હુમલો થયો નથી. તેણે કહ્યું કે અમે મીડિયામાં જે પણ જોયું છે તે નકલી વીડિયો છે. તેમને અહીં કોઈ લેવાદેવા નથી.
તમિલનાડુ પોલીસે અત્યાર સુધીમાં નવ કેસ નોંધ્યા છે
તમિલનાડુ ડીજીપીએ કહ્યું કે અમે એવા સ્થળોએ પોલીસ પેટ્રોલિંગ વધારી દીધું છે જ્યાં ઉત્તર ભારતીય કામદારો કામ કરે છે અને હિન્દી જાણતા પોલીસ કર્મચારીઓ સતત તેમના સંપર્કમાં છે. આ સાથે એક હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે અમારા સોશિયલ મીડિયા સેલે ચેનલોને આ નકલી વીડિયો ફૂટેજ દૂર કરવા વિનંતી કરી છે અને જે લોકોએ વીડિયો હટાવ્યા નથી તેમની સામે કેસ નોંધવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં નવ કેસ નોંધાયા છે. ડીજીપીએ કહ્યું કે અફવાઓ ખૂબ જ ખતરનાક છે અને તબાહી મચાવી શકે છે, લોકોએ આવી પોસ્ટ ફોરવર્ડ ન કરવી જોઈએ જે અત્યંત બદનક્ષીભરી હોય.
બિહાર ADGએ કહ્યું- અફવા ફેલાવનારાઓને બક્ષવામાં આવશે નહીં
બીજી તરફ, બિહાર પોલીસ હેડક્વાર્ટરના એડીજી જિતેન્દ્ર ગંગવારે કહ્યું કે પોલીસ અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. હાલ 10 સભ્યોની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. એડીજી જિતેન્દ્ર ગંગવારે જણાવ્યું કે પોલીસે ફેસબુક, યુટ્યુબ અને જીમેલ કંપનીઓને પ્રિઝર્વેશન નોટિસ મોકલી છે. જેમાં તેમને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ તેમનો ત્રણ મહિનાનો ડેટા સુરક્ષિત રાખે જેથી જો કોઈ આરોપી તેને ડિલીટ કરે તો પણ તેની સામે તપાસમાં મદદ મળે.
એડીજી જિતેન્દ્ર ગંવરે જણાવ્યું કે, વિડિયો જાણીજોઈને લોકોમાં ભય પેદા કરવા અને તમિલનાડુમાં બિહારના મજૂરો પર હુમલાની અફવા ફેલાવવા માટે બનાવવામાં આવ્યો હતો. આ વિડિયોથી વસ્તુઓ વધુ બગડી શકે છે. બંને રાજ્યો વચ્ચે તણાવ વધી શકે છે. હાલમાં એક ડીએસપી અને 4 સભ્યો તમિલનાડુમાં છે.