એશા રોય : જીવન બધાને સમાન તકો આપતી નથી. દરેક વ્યક્તિનો સંઘર્ષ પણ એક જેવો હોતો નથી. વિચારો જો તમારું નામ, પોતાનું ઘર, પોતાના દેશ બે-બે વખત બદલવો પડે તો તે સપનાને પુરો કરી શકશો જે તમે જોયા છે? મુશ્કેલ લાગે છે ને? આવી આકરી સફર છતા પોતાના દેશ મ્યાંમારથી બાંગ્લાદેશ અને પછી ભારત આવેલી 26 વર્ષીય તસમિદા જોહરે શિક્ષા મેળવવાનું તે સપનું પુરું કર્યું છે જે ક્યારેક તેણે જોયું હતું. તેનું માનવું હતું કે આઝાદી સુધી પહોંચવાનો સૌથી આસાન રસ્તો શિક્ષા છે.
પોતાનો દેશ મ્યાંમારમાં જુલ્મના કારણે આ રોહિંગ્યા મહિલા દુનિયાના સૌથી મોટા શરણાર્થી કેમ્પ બાંગ્લાદેશ પહોંચી. આ પછી સપનાને પુરા કરવા માટે ભારત આવી અને ભારતની પ્રથમ રોહિંગ્યા ગેજ્યુએટ મહિલા બની ગઇ છે.
તસમિદા જોહરે બીએ (પી) ડિગ્રી દિલ્હી વિશ્વવિદ્યાલય અંતર્ગત ઓપન વિશ્વવિદ્યાલયમાંથી મેળવી છે. હવે તે વિલ્ફ્રિડ લોયર વિશ્વવિદ્યાલય, ટોરન્ટોથી એક પૃષ્ટી પત્રની રાહ જોઇ રહી છે. જે પછી તે આગળના અભ્યાસ માટે કેનેડા જશે.
જિંદગીના સંઘર્ષની કહાની
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તસમિદા જોહરે કહ્યું કે આ તેનું અસલી નામ નથી. નામ એટલા માટે બદલ્યું કારણ કે મ્યાંમારમાં રોહિંગ્યા નામથી તમે રહી શકતા નથી. તે કહે છે કે મારું નામ તસ્મીન ફાતિમા છે. જોકે મ્યાંમાર અભ્યાસ માટે તમારી પાસે રોહિંગ્યા નામ હોઇ શકે નહીં. તમારે એક બૌદ્ધ નામ રાખવાની જરૂર હોય છે. જેથી મારે પોતાનું નામ બદલવું પડ્યું હતું.
આ પણ વાંચો – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023: ટોચની મહિલાઓની 10 મોસ્ટ પ્રેરણાદાયી શુભેચ્છાઓ
તે આગળ કહે છે કે મારી અસલમાં ઉંમર 24 વર્ષ છે પણ મારું યૂએનએચસીઆર કાર્ડ 26 વર્ષ કહે છે. મ્યાંમારમાં રોહિંગ્યા માતા-પિતા સામાન્ય રીતે અમારી ઉંમર બે વર્ષ વધારી નાખે છે. જેથી અમારા જલ્દી લગ્ન થઇ શકે. 18 વર્ષ પછી લગ્ન કરવા મુશ્કેલ છે.
પોતાની ઓળખ સાથે જીવી શકો નહીં
તે કહે છે કે મ્યાંમારમાં લોકો માટે રોહિંગ્યા કમ્યુનિટીનું અસ્તિત્વ જ હોવું જોઈએ નહીં. સ્કૂલમાં અમારા માટે અલગ ધોરણ હોય છે. પરીક્ષા હોલમાં અમે સૌથી દૂરની બેન્ચ પર બેસીએ છીએ. દસમાં સુધી ટોપ કરવા છતા પણ તમારું નામ મેરિટ લિસ્ટમાં આવશે નહીં. જો કોઇ રોહિંગ્યા કોલેજ જવા માંગે છે તો તમારે યાંગૂનની યાત્રા કરવી પડશે. આ મુશ્કેલીઓના કારણે રોહિંગ્યા બાળકો ભણી શકતા નથી.
તે આગળ કહે છે કે અમે આ મુશ્કેલીનો સામનો કરતા અભ્યાસ કરી લઇએ તો પણ ત્યાં અમારા માટે જોબ નથી. અમે ત્યાં સરકારી કાર્યાલયોમાં બેસી શકતા નથી. ના અમે વોટ આપી શકીએ છીએ.
માતા-પિતાએ વધાર્યો આત્મવિશ્વાસ
તસમિદા જણાવે છે કે તેને અભ્યાસનો આત્મવિશ્વાસ તેના માતા-પિતાએ આપ્યો કારણ કે તે જાણતા હતા કે આ સ્થિતિમાંથી નીકળવાનો એકમાત્ર રસ્તો શિક્ષા જ છે. તે સાત ભાઇ-બહેનોમાં પાંચમાં નંબરની અને એકમાત્ર દીકરી છે. તેના મોટા ભાઇ ભારતમાં એકમાત્ર રોહિંગ્યા ગ્રેજ્યુએટ છે અને નવી દિલ્હીમાં UNHCR માટે સ્વાસ્થ્ય સંપર્ક અને સમુદાય માટે અનુવાદકના રૂપમાં કામ કરે છે. અન્ય ભાઇ-બહેન પોતાના પિતા સાથે દૈનિક મજૂરીના રૂપમાં કામ કરે છે.