Air India Urinate Case: ટાટા સમૂહના માલિકાના હકવાળા એર ઇન્ડિયાના વિમાનમાં મહિલા યાત્રી પર પેશાબ કરવાના મામલામાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન તરફથી એક નિવેદન જાહેર થયું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 26 નવેમ્બર 2022ના રોજ એર ઇન્ડિયાની ઉડાન AI102 દરમિયાન થયેલી ઘટના એર ઇન્ડિયામાં મારા અને મારા સહયોગીઓ માટે અંગત પીડાનો વિષય છે.
આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે દરેક પ્રક્રિયાની સમીક્ષા કરીશું – એન ચંદ્રશેખરન
એન ચંદ્રશેખરને જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું કે આ મામલામાં એર ઇન્ડિયાની પ્રતિક્રિયા વધારે ઝડપી થવી જોઇતી હતી પણ અમે તેમાં નિષ્ફળ રહ્યા. આ સ્થિતિ ઝડપથી નિપટાઇ શકાતી હતી. પોતાના યાત્રીઓ અને ચાલક દળની સુરક્ષા માટે ટાટા સમૂહ અને એર ઇન્ડિયા પુરા વિશ્વાસ સાથે તત્પર છે. અમે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે દરેક પ્રક્રિયાની સમીક્ષા કરીશું અને તેને ઠીક કરવાનો પ્રયત્ન કરીશું.
આ પણ વાંચો – એર ઇન્ડિયા : આરોપીને કંપનીએ નોકરીમાં કાઢી મુક્યો, પિતાએ કહ્યું – આરોપ ખોટા, મહિલાએ કરી હતી પેમેન્ટની ડિમાન્ડ
એર ઇન્ડિયાના સીઇઓએ શું કહ્યું
એર ઇન્ડિયાના સીઇઓ કૈંપબેલ વિલ્સને પત્રમાં કહ્યું કે જે લોકો ઉડાન નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે સમય પર એક્શન જરૂરી છે. તેમણે અધિકારીઓને ઉડાનો દરમિયાન થનારી અપ્રિય ઘટનાઓની જાણકારી આપવી પણ મહત્વપૂર્ણ છે. તેમણે કર્મચારીઓને નિર્દેશ આપ્યો કે આ પ્રકારની ઘટના ભલે ચાલક દળ તરફથી ઉકેલી લેવામાં આવે પણ તેમ છતા પણ આ મામલામાં અધિકારીઓને જાણકારી આપે.
શું છે ઘટના
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નશાની ધૂતમાં એક વ્યક્તિએ શરમજનક હરકત કરતા બિઝનેસ ક્લાસમાં બેઠેલી એક 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો હતો. આરોપ છે કે મહિલાની ફરિયાદ છતા કેબિન ક્રૂ મેમ્બર્સ તરફથી વ્યક્તિ પર કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રેશેખરનને પત્ર લખ્યો હતો ત્યારે મામલાની તપાસ શરૂ થઇ હતી. આ ઘટના 26 નવેમ્બર 2022ની છે.