Tej Pratap Yadav: આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહાર સરકારમાં વન મંત્રી તેજ પ્રતાપ યાદવ હંમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ આવું જ નિવેદન આપ્યું છે. જેને લઇને ફરી ચર્ચા થવા લાગી છે. તેજ પ્રતાપ યાદવે કહ્યું કે જ્યારે હું સ્વાસ્થ્ય મંત્રી હતો તો ડોક્ટરોના તાવ છોડાવી દેતો હતો.
એક કાર્યક્રમ દરમિયાન તેજ પ્રતાપ યાદવે લોકોને સંબોધિત કરતા પોતાના પાછલા કાર્યકાળને યાદ કરતા કહ્યું કે જ્યારે હું સ્વાસ્થ્ય મંત્રી હતો તો એક-એક ડોક્ટર બધાના તાવ છોડાવી દેતો હતો. દવાથી લઇને ગામમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી આ બધી મારા માટે પ્રથમ પ્રાથમિકતામાં સામેલ હતું. હવે મને જંગલનો રાજા બનાવવામાં આવ્યો છે. પર્યાવરણ વિભાગ મળ્યું છે. હવે પર્યાવરણને ધ્યાનમાં રાખતા વધારેમાં વધારે વૃક્ષો લગાવવાના છે. હવે મને જે જવાબદારી આપવામાં આવી છે તેના પર આપણે બધા લોકોએ ઇમાનદારીથી કામ કરવાનું છે.
આ પણ વાંચો – આજે તમે બતાવી રહ્યા છો એન્જસીઓનો ડર, કાલે તે તમારા કાન પકડીને ઘરની બહાર ખેંચશે
કેન્દ્રમાં બનશે મહાગઠબંધનની સરકાર – તેજ પ્રતાપ
આ દરમિયાન તેજ પ્રતાપે બીજેપી પર પ્રહાર કર્યો હતો અને મહાગઠબંધનની સરકાર બનવા પર જનતાનો આભાર પર વ્યક્ત કર્યો હતો. તેજ પ્રતાપે કહ્યું કે મહાન જનતાના કારણે બિહારમાં મહાગઠબંધનની સરકાર બની છે અને આપણા બધા પર મોટી જવાબદારી છે. બિહારમાં તો ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઇ ગયો છે હવે કેન્દ્રમાં પણ સફાયો થશે. તેજ પ્રતાપે દાવો કર્યો કે આવનાર દિવસોમાં કેન્દ્રમાં મહાગઠબંધનની જ સરકાર બનશે.