Telangana Assembly Elections 2023 : તેલંગાણા વિધાનસભા ચૂંટણીની 119 બેઠકો પર આવતીકાલે એટલે કે 30 નવેમ્બરે મતદાન થશે. 119 બેઠકો માટે 2,290 ઉમેદવારો મેદાને છે. અન્ય ચાર રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને રાજસ્થાનમાં પહેલા જ મતદાન પૂર્ણ થઇ ગયું છે. તેલંગાણામાં મતદાન સાથે જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂરી થઈ જશે. આ પછી 3 ડિસેમ્બરની તારીખની પાંચેય રાજ્યોના પરિણામો જાહેર થશે.
તેલંગાણાની વાત કરીએ તો બીઆરએસ સતત ત્રીજી વખત સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ સંપૂર્ણ તાકાતથી સંઘર્ષ કરી રહી છે અને વાપસી કરવા માટે પોતાની તમામ તાકાત લગાવી રહી છે. બીજી તરફ ભાજપે પણ સત્તામાં આવવામાં કોઇ કસર બાકી રાખી નથી.
આગામી ચૂંટણી માટે 2290 જેટલા સ્પર્ધકો મેદાનમાં છે, જેમાં બીઆરએસ સુપ્રીમો અને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, તેમના મંત્રી-પુત્ર કેટી રામા રાવ, ટીપીસીસીના પ્રમુખ એ રેવંત રેડ્ડી અને ભાજપના લોકસભાના સભ્ય બંદી સંજય કુમાર, ડી અરવિંદ અને સોયમ બાપુરાવ સામેલ છે.
આ પણ વાંચો – મણિપુરમાં થઇ સૌથી મોટી શાંતિ સમજુતી, UNLFએ હથિયાર હેઠા મુક્યા
કેસીઆર બે બેઠકો – ગજવેલ અને કામારેડ્ડીથી તેમજ રેવંત રેડ્ડી-કોડંગલ અને કામારેડ્ડીથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે પોતાના ધારાસભ્ય એટાલા રાજેન્દ્રને હજુરાબાદ સિવાય ગજવેલથી મેદાનમાં ઉતાર્યા હતા, જ્યાં તેઓ હુઝુરાબાદ ઉપરાંત વર્તમાન ધારાસભ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે હૈદરાબાદમાં રોડ શો કર્યો હતો.
તેલંગાણામાં 2018માં શું હતું પરિણામ
119 બેઠકો ધરાવતી તેલંગણા વિધાનસભાના 2018ના પરિણામો જોઈએ તો BRSએ જ્યાં 88 બેઠકો જીતી હતી અને સરકાર બનાવી હતી. કોંગ્રેસે 19, AIMIMએ સાત, ટીડીપીએ 2 અને ભાજપને ફાળે ફક્ત એક બેઠક આવી હતી.





