શ્રીકૃષ્ણ જન્મભૂમિ પાસે બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી 10 દિવસ માટે રોક, આ સપ્તાહે થશે સુનાવણી

bulldozer action in krishna janmbhumi : સુપ્રીમ કોર્ટે મથુરામાં કૃષ્મ જન્મભૂમિ પાસે અતિક્રમણ હટાવવા માટે રેલવે અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવેલી ડ્રાઇવ પર 10 દિવસ માટે રોક લગાવી દીધી છે. અહીં રેલવે દ્વારા ગેરકાયદે વસ્તી વિરુદ્ધ એક્શન લેવામાં આવી રહ્યું હતું. અત્યાર સુધી લગભગ 100 મકાન તોડી પાડવામાં આવ્યા હતા.

Written by Ankit Patel
Updated : August 16, 2023 15:18 IST
શ્રીકૃષ્ણ જન્મભૂમિ પાસે બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી 10 દિવસ માટે રોક, આ સપ્તાહે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર Photo - ANI

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પાસે રેલવેની જમીન પર ચાલુ બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મથુરામાં કૃષ્મ જન્મભૂમિ પાસે અતિક્રમણ હટાવવા માટે રેલવે અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવેલી ડ્રાઇવ પર 10 દિવસ માટે રોક લગાવી દીધી છે. અહીં રેલવે દ્વારા ગેરકાયદે વસ્તી વિરુદ્ધ એક્શન લેવામાં આવી રહ્યું હતું. અત્યાર સુધી લગભગ 100 મકાન તોડી પાડવામાં આવ્યા હતા.

બુધવારે થયેલી સુમાવણીમાં સર્વોચ્ચ અદાલતે બુલડોઝર ચલાવવા પર આગામી 10 દિવસ માટે રોક લગાવી દીધી છે. જ્યારે આ મામલે આગામી સુનાવણી 7 દિવસ બાદ હશે. સુપ્રીમ કોર્ટે ડિમોલિશન ડ્રાઇવ ઉપર યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ કર્યો છે. સાથે જ એક સપ્તાહ બાદ ડિમોલિશન અને પોસ્ટ કે વિરુદ્ધ અરજી ઉપર કેન્દ્રએ નોટિસ ઇશ્યૂ કરી છે.

અત્યાર સુધી 100 મકાન પાડવામાં આવ્યા

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના મથુરામાં કૃષ્ણ જન્મ ભૂમિ નજીક ગેરકાયદે નિર્માણને તોડી પાડવાના રેલવે અભિયાન ઉપર બુધવારે યથાવત રાખવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ અનિરુદ્ધ બોસ, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટીસ એસવીએન ભટ્ટીની પીઠે આ મામલે કેન્દ્ર અને અન્યને નોટિસ ફટકારી છે. પીઠે કહ્યું કે પરિસરના સંબંધમાં દસ દિવસ માટે યથાસ્થિતિ બનાવી રાખવામાં આવે. પરિવારના સંબંધમાં દસ દિવસ મુકદમાને એક સપ્તાહ સુધી સુચીબદ્ધ કરો.

યાચિકાકર્તા યાકૂબ શાહ તરફથી રજૂ કરેલા વકીલને પીઠને જણાવ્યું કે 100 મકાન તોડી પાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 70-80 મકાન બચ્યા છે. દરેક વસ્તુનો નાશ કરવામાં આવશે. અભિયાન એવા દિવસોમાં ચલાવવામાં આવ્યું જ્યારે ઉત્તર પ્રદેશમાં કોર્ટ બંધ હતી. આ મામલો કૃષ્ણ જન્મભૂમિની નજીક બનેલા મકાનોને ધ્વસ્તીકરણના સંબંધમાં છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ