today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પુલવામા હુમલાને લઇને કેન્દ્ર સરકાર પર સવાલ ઉભા કર્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આપણા સીઆરપીએફના 40 જવાન પુલવામાં શહીદ થયા હતા. સીઆરપીએફના અધિકારીઓએ પીએમ મોદીને વિનંતી કરી હતી કે બધા જવાનોને એરલિફ્ટ કરવામાં આવે, જોકે પીએમ મોદી માન્યા ન હતા. આવી ચૂક કેવી રીતે થઇ? દિગ્વિજય સિંહના આ નિવેદન પર ભાજપે કહ્યું કે આ સેનાનું અપમાન છે અને તેને સહન કરવામાં આવશે નહીં.
તમિલનાડુમાં એક મંદિરમાં થઇ ચાલી રહેલા માયિલેરુ સમારોહ દરમિયાન ક્રેન પડવાથી ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ દુર્ઘટનામાં નવ લોકોના મોત થયા છે. પોલીસે ક્રેન ચલાવનારની ધરપકડ કરી છે. પોલીસના મતે સ્થાનીય તહેવારમાં ક્રેન લાવવા અને ઉપયોગની મંજૂરી લીધી ન હતી.
નવસારીના ચીખલી નજીક આજે વહેલી સવારે કન્ટેનર સાથે ઇનોવા કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સવારે 5.30થી 5.45 વાગ્યાની આસપાસ કન્ટેનર સુરતથી વલસાડ તરફ જઇ રહ્યું હતું એ સમયે મુંબઇથી સુરત તરફ આવી રહેલી ઇનોવા કાર આલીપોર ઓવર બ્રિજ પર કન્ટેનર સાથે અથડાઈ હતી.
અમદાવાદ શહેરમાં રખડતા ઢોર અને ખરાબ રસ્તે મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી
સરકારે એક્શન ટેક્ન રિપોર્ટ રજૂ કરવા સમય માગ્યો
સરકારે ઢોર મુદ્દે કાર્યવાહીની ખાતરી આપી
13 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં વધુ સુનાવણી
અમેરિકામાં સત્સંગીને ગોળી મારી હત્યા
સ્વામિનાારયણના સંત આપશે મુખાગ્નિ
પીએમ નરેન્દ્ર મોદીએ આ અવસર પર કહ્યું, “આંદામાનની આ ભૂમિ એ એવી ભૂમિ છે જ્યાં પહેલીવાર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો, જ્યાં પહેલીવાર સ્વતંત્ર ભારતની સરકાર બની હતી. આજે નેતાજી સુભાષ બોઝની જન્મજયંતિ છે. દેશ આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવે છે. દેશ માટે લડનારા વીર સાવરકર અને બીજા અનેક વીરોને આંદામાનની આ ધરતીમાં કેદ કરવામાં આવ્યા હતા. 4-5 વર્ષ પહેલાં જ્યારે હું પોર્ટ બ્લેર ગયો હતો ત્યારે મેં ત્યાંના 3 મુખ્ય ટાપુઓને ભારતીય નામો સમર્પિત કર્યા હતા.
પાકિસ્તાનના મોટાભાગના શહેરોમાં વીજળી નથી અને સ્થિતિને પૂર્વવત કરવામાં ઓછામાં ઓછા 12 કલાકનો સમય લાગશે. ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેશનલ ગ્રીડની ફ્રીક્વન્સીમાં ઘટાડો થયા બાદ સોમવારે સવારે સમગ્ર પાકિસ્તાનમાં પાવર ફેલ્યોર થયો હતો. મંત્રાલયે ટ્વીટ કર્યું કે રાષ્ટ્રીય ગ્રીડની ફ્રીક્વન્સી સિસ્ટમ આજે સવારે 7:34 વાગ્યે ડાઉન થઈ ગઈ, જેના પરિણામે વ્યાપક ખામી સર્જાઈ.
રાષ્ટ્રપતિ જો બિડેને રવિવારે કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં સામૂહિક ગોળીબારના પીડિતોના માનમાં જાહેર ઇમારતો પરના તમામ અમેરિકન ધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ કર્યો છે. વ્હાઇટ હાઉસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ જો બિડેને નિર્દેશ આપ્યો છે કે 21 જાન્યુઆરી, 2023ના રોજ કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં થયેલી હિંસાનો ભોગ બનેલા લોકોના આદર રૂપે 26 જાન્યુઆરી, 2023ના રોજ સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ધ્વજ નીચો રાખવામાં આવે.
આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ગુજરાતના સરક્રીકથી રાજસ્થાનના બાડમેર જિલ્લા સુધી સાત દિવસીય 'ઓપ્સ એલર્ટ' કવાયત શરૂ કરી છે. એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
'ઓપ્સ એલર્ટ' કવાયત 21 જાન્યુઆરીથી શરૂ થઈ હતી અને 28 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ કવાયત દરમિયાન, આગળ અને ઊંડાણવાળા વિસ્તારોમાં તેમજ ક્રીક અને હરામી નાળામાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે. આ સમયગાળામાં પબ્લિક આઉટરીચ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એમ રિલીઝમાં ઉમેરાયું છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો નિર્ણય
વેલફેર સ્કીમ મામલે બાર કાઉન્સીલનો નિર્ણય
સભ્ય પદ વિનાના વકીલોને નહીં મળે મૃત્યુ સહાય
ગૃહમંત્રી અમિત શાહ આંદામાન અને નિકોબાર ટાપુઓના પોર્ટ બ્લેર એરપોર્ટ પર પહોંચ્યા. તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 21 પરમવીર ચક્ર વિજેતાઓ પછી આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓને નામ આપવા માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે