Live

Today News Live Updates: પુલવામા અને સર્જિકલ સ્ટ્રાઇક પર દિગ્વિજય સિંહે ફરી ઉઠાવ્યા સવાલ, બીજેપીએ કહ્યું- સેનાનું અપમાન સહન કરીશું નહીં

Today Latest news updates, 23 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : January 23, 2023 21:01 IST
Today News Live Updates: પુલવામા અને સર્જિકલ સ્ટ્રાઇક પર દિગ્વિજય સિંહે ફરી ઉઠાવ્યા સવાલ, બીજેપીએ કહ્યું- સેનાનું અપમાન સહન કરીશું નહીં
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Live Updates

Athiya Shetty-KL Rahul Wedding: સુનીલ શેટ્ટીનો જમાઇ બન્યો ક્રિકેટર કેએલ રાહુલ, સામે આવી આથિયા શેટ્ટીના લગ્નની તસવીર

મારા ખભા પર બંદૂક રાખીને ના ચલાવો, કોલેજિયમ સિસ્ટમ પર આંગળી ઉઠાવનાર પૂર્વ જજની કાનૂન મંત્રીને સલાહ

પુલવામા અને સર્જિકલ સ્ટ્રાઇક પર દિગ્વિજય સિંહે ફરી ઉઠાવ્યા સવાલ, બીજેપીએ કહ્યું- સેનાનું અપમાન સહન કરીશું નહીં

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પુલવામા હુમલાને લઇને કેન્દ્ર સરકાર પર સવાલ ઉભા કર્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આપણા સીઆરપીએફના 40 જવાન પુલવામાં શહીદ થયા હતા. સીઆરપીએફના અધિકારીઓએ પીએમ મોદીને વિનંતી કરી હતી કે બધા જવાનોને એરલિફ્ટ કરવામાં આવે, જોકે પીએમ મોદી માન્યા ન હતા. આવી ચૂક કેવી રીતે થઇ? દિગ્વિજય સિંહના આ નિવેદન પર ભાજપે કહ્યું કે આ સેનાનું અપમાન છે અને તેને સહન કરવામાં આવશે નહીં.

Maharashtra : મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી ભગતસિંહ કોશ્યારી આપશે રાજીનામું, પીએમ મોદીને લખ્યો પત્ર

Maharashtra: બીએમસી ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેનો મોટો રાજનીતિક દાવ, પ્રકાશ આંબેડકર સાથે મિલાવ્યો હાથ

Power Break Down: પાકિસ્તાનમાં અંધારપટ, આગામી 12 કલાક માટે વીજળી ગુલ

નવસારી : છેલ્લી ટ્રીપ બેંગકોક! ચીખલી હાઈવે પર ઈનોવા કારને ગમખ્વાર અકસ્માત, ચાર મિત્રોના મોત, 2 ઈજાગ્રસ્ત

Tamil Nadu Crane Collapse: તમિલનાડુમાં મંદિરમાં ક્રેન પડવાથી ચાર શ્રદ્ધાળુઓના મોત, ભગવાનની મૂર્તિને માળા પહેરાવતા સમયે બની દુર્ઘટના

તમિલનાડુમાં એક મંદિરમાં થઇ ચાલી રહેલા માયિલેરુ સમારોહ દરમિયાન ક્રેન પડવાથી ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ દુર્ઘટનામાં નવ લોકોના મોત થયા છે. પોલીસે ક્રેન ચલાવનારની ધરપકડ કરી છે. પોલીસના મતે સ્થાનીય તહેવારમાં ક્રેન લાવવા અને ઉપયોગની મંજૂરી લીધી ન હતી.

Gujarat News latest Updates: નવસારીના ચીખલી નજીક કારનો અકસ્માત, સુરતના ચાર લોકોના ઘટના સ્થળે મોત

નવસારીના ચીખલી નજીક આજે વહેલી સવારે કન્ટેનર સાથે ઇનોવા કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સવારે 5.30થી 5.45 વાગ્યાની આસપાસ કન્ટેનર સુરતથી વલસાડ તરફ જઇ રહ્યું હતું એ સમયે મુંબઇથી સુરત તરફ આવી રહેલી ઇનોવા કાર આલીપોર ઓવર બ્રિજ પર કન્ટેનર સાથે અથડાઈ હતી.

Gujarat News latest Updates: અમદાવાદ શહેરમાં રખડતા ઢોર અને ખરાબ રસ્તે મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર અને ખરાબ રસ્તે મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી

સરકારે એક્શન ટેક્ન રિપોર્ટ રજૂ કરવા સમય માગ્યો

સરકારે ઢોર મુદ્દે કાર્યવાહીની ખાતરી આપી

13 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં વધુ સુનાવણી

અમેરિકામાં સત્સંગીને ગોળી મારી હત્યા, સ્વામિનાારયણના સંત આપશે મુખાગ્નિ

અમેરિકામાં સત્સંગીને ગોળી મારી હત્યા

સ્વામિનાારયણના સંત આપશે મુખાગ્નિ

Weekly Horoscope, સાપ્તાહિક રાશિફળ : તમામ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે? વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય

આંદામાનમાં પહેલીવાર ત્રિરંગો ફરકાવ્યો : પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ આ અવસર પર કહ્યું, “આંદામાનની આ ભૂમિ એ એવી ભૂમિ છે જ્યાં પહેલીવાર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો, જ્યાં પહેલીવાર સ્વતંત્ર ભારતની સરકાર બની હતી. આજે નેતાજી સુભાષ બોઝની જન્મજયંતિ છે. દેશ આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવે છે. દેશ માટે લડનારા વીર સાવરકર અને બીજા અનેક વીરોને આંદામાનની આ ધરતીમાં કેદ કરવામાં આવ્યા હતા. 4-5 વર્ષ પહેલાં જ્યારે હું પોર્ટ બ્લેર ગયો હતો ત્યારે મેં ત્યાંના 3 મુખ્ય ટાપુઓને ભારતીય નામો સમર્પિત કર્યા હતા.

Power Break Down: પાકિસ્તાનમાં મોટા ભાગના શહેરોમાં બત્તી ગુલ, 12 કલાક સુધી રહેશે અંધારપટ્ટ

પાકિસ્તાનના મોટાભાગના શહેરોમાં વીજળી નથી અને સ્થિતિને પૂર્વવત કરવામાં ઓછામાં ઓછા 12 કલાકનો સમય લાગશે. ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેશનલ ગ્રીડની ફ્રીક્વન્સીમાં ઘટાડો થયા બાદ સોમવારે સવારે સમગ્ર પાકિસ્તાનમાં પાવર ફેલ્યોર થયો હતો. મંત્રાલયે ટ્વીટ કર્યું કે રાષ્ટ્રીય ગ્રીડની ફ્રીક્વન્સી સિસ્ટમ આજે સવારે 7:34 વાગ્યે ડાઉન થઈ ગઈ, જેના પરિણામે વ્યાપક ખામી સર્જાઈ.

બિપાશા બાસુએ લાડલી પુત્રીની તસવીર કરી શેર, દેવીની ક્યૂટનેસ જોઇને તમારો મૂડ બની જશે

California Shooting: પીડિતોના સન્માનમાં અમેરિકન ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે, રાષ્ટ્રપતિ જો બાઇડનનો આદેશ

રાષ્ટ્રપતિ જો બિડેને રવિવારે કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં સામૂહિક ગોળીબારના પીડિતોના માનમાં જાહેર ઇમારતો પરના તમામ અમેરિકન ધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ કર્યો છે. વ્હાઇટ હાઉસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ જો બિડેને નિર્દેશ આપ્યો છે કે 21 જાન્યુઆરી, 2023ના રોજ કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં થયેલી હિંસાનો ભોગ બનેલા લોકોના આદર રૂપે 26 જાન્યુઆરી, 2023ના રોજ સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ધ્વજ નીચો રાખવામાં આવે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયોને ક્ષેત્રીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાનો શાનદાર વિચાર, પીએમ મોદીએ CJI DY ચંદ્રચુડના કર્યા વખાણ

Gujarat News latest Updates: BSFએ ભારત-પાકિસ્તાન સરહદે સાત દિવસીય 'OPS એલર્ટ' શરૂ કર્યું

આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ગુજરાતના સરક્રીકથી રાજસ્થાનના બાડમેર જિલ્લા સુધી સાત દિવસીય 'ઓપ્સ એલર્ટ' કવાયત શરૂ કરી છે. એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

'ઓપ્સ એલર્ટ' કવાયત 21 જાન્યુઆરીથી શરૂ થઈ હતી અને 28 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ કવાયત દરમિયાન, આગળ અને ઊંડાણવાળા વિસ્તારોમાં તેમજ ક્રીક અને હરામી નાળામાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે. આ સમયગાળામાં પબ્લિક આઉટરીચ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એમ રિલીઝમાં ઉમેરાયું છે.

અજય દેવગણની સૂપરહિટ ફિલ્મ ‘સિંઘમ’ની નવ વર્ષ પછી ‘સિંધમ અગેન’ બનશે, સિકવલમાં આ દિગ્ગજ સિતારાઓની ધૂમ

Gujarat News latest Updates: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો નિર્ણય

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો નિર્ણય

વેલફેર સ્કીમ મામલે બાર કાઉન્સીલનો નિર્ણય

સભ્ય પદ વિનાના વકીલોને નહીં મળે મૃત્યુ સહાય

ગૃહમંત્રી અમિત શાહ આંદામાન અને નિકોબાર ટાપુઓના પોર્ટ બ્લેર એરપોર્ટ પર પહોંચ્યા.

ગૃહમંત્રી અમિત શાહ આંદામાન અને નિકોબાર ટાપુઓના પોર્ટ બ્લેર એરપોર્ટ પર પહોંચ્યા. તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ કાર્યક્રમમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 21 પરમવીર ચક્ર વિજેતાઓ પછી આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓને નામ આપવા માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે

હોકી વર્લ્ડ કપ 2023 : ક્રોસઓવર મુકાબલામાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય, ટીમ ઇન્ડિયાના અભિયાનનો અંત

Loksabha Election 2024: પીએમ નરેન્દ્ર મોદીના નિર્દેશ પર બીજેપીની અલ્પસંખ્યકો સુધી પહોંચવાની મોટી તૈયારી, રાહુલ ગાંધીની સીટ સહિત આ 60 લોકસભા પર ફોક્સ

અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ ‘કુત્તે’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ, લોકો હવે ‘પઠાણ’ની રાહે

આજનો ઇતિહાસ : 23 જાન્યુઆરી, સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ અને તેમની યાદીમાં ભારતમાં ‘પરાક્રમ દિવસ’ની ઉજવણી

Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન

Today Horoscope, આજનું રાશિફળ : મિથુન રાશિના જાતકો કોઈપણ સમસ્યામાં અનુભવી વ્યક્તિની સલાહ લો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ