today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ હાલ પેરોલ પર બહાર આવ્યા છે. તેમણે તલવારથી કેક કાપીને ઉજવણી કરી હતી. રામ રહીમ દ્વારા કેક સાથે સેલિબ્રેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આવેલા કથિત વીડિયોમાં ડેરા પ્રમુખ એ કહેતા સાંભળવા મળે છે કે પાંચ વર્ષ પછી આવી ઉજવણી મનાવવાની તક મળી છે તો મારે ઓછામાં ઓછી પાંચ કેક કાપવી જોઈએ. આ પ્રથમ કેક છે.
જામનગર નજીક લતીપુર પાસે કાર અને મિની ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર ત્રણ લોકોના મોત. તમને જણાવી દઈએ કે, આ અકસ્માત ગોકળપરા પાટિયા પાસે થયો હતો.
કેલિફોર્નિયા પછી સોમવારે (23 જાન્યુઆરી, 2023) શિકાગોમાં ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. એક એપાર્ટમેન્ટમાં ઘૂસીને કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો. જેમાં 2 લોકોના મોત થયા અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ પહેલા રવિવારે ચીનના નવા વર્ષના કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો, જેમાં 10 લોકોના મોત થયા હતા. છેલ્લા 2 દિવસમાં આ બે ફાયરિંગમાં અત્યાર સુધીમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સોમવારે જણાવ્યું હતું કે રાજ્ય કેબિનેટે બાળ લગ્ન સામે 'વિશાળ રાજ્યવ્યાપી અભિયાન' શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે લેવાયેલા નિર્ણયોમાં, 14 વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરૂષો પર POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.