today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ICC Under 19 Womens T20 World Cup 2023: મહિલા અંડર-19 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવી ભારતીય ટીમે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 107 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 108 રન બનાવી લીધા હતા.ઓપનર શ્વેતા શેહરાવતે 45 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા.
અમદાવાદની જ્ઞાનદીપ પબ્લિક સ્કૂલ ચાંદખેડા ખાતે પીએમ પરીક્ષા ચર્ચાનું લાઈવ સ્ટ્રીમિંગ Express photo by Nirmal Harindran, 27-01-2023, Ahmedabad

ગુજરાતમાં મોરબીમાં આવેલા ઝુલતા પૂલ તૂટવાની દુર્ઘટનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
ચૂંટણીમાં હારેલા ઉમેદવારો હાઈકોર્ટના શરણે
ભાજપ, કોંગ્રેસના ચાર ઉમેદવારોની કોર્ટમાં અરજી
2022ની ચૂંટણી પરિણામને કોર્ટમાં પડકારાયા
લલિત કગથરા, રઘુભાઈ દેસાઈની કોર્ટમાં અરજી
ડેડિયાપાડાથી ભાજપ નેતા હિતેશ વસાવાની અરજી
Pariksha pe Charcha 2023: આગામી બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા' યોજવાના છે. આ કાર્યક્રમને લઈને રાજધાની નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા છે. 'પરીક્ષા પે ચર્ચા' એ વડા પ્રધાન દ્વારા બોર્ડ પરીક્ષાના તણાવ અને ચિંતા સાથે સંબંધિત પ્રશ્નોને સંબોધવા માટે આયોજિત વાર્ષિક કાર્યક્રમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમનો ભાગ બનવા માટે લગભગ 38 લાખ લોકોએ નોંધણી કરાવી છે.
જૂનાગઢના માણાવદર કોંગ્રેસ MLA ઉપવાસ પર ઉતરશે, અરવિંદ લાડાણી આજથી ઉપવાસ આંદોલન પર, ખેડૂતોને દિવસે વીજળી આપવા કોંગ્રેસની માગ