Live

Today News Live Updates: રાહતના સમાચાર, વર્ષના સૌથી નીચલા સ્તર પર રિટેલ મોંઘવારી

Today Latest news updates, 12 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : January 12, 2023 21:27 IST
Today News Live Updates: રાહતના સમાચાર, વર્ષના સૌથી નીચલા સ્તર પર રિટેલ મોંઘવારી
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Live Updates

Delhi-Pune Spicejet flight : દિલ્હી-પૂણે જતી સ્પાઇસજેટની ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચારથી હડકંપ

ભારત વિ. શ્રીલંકા બીજી વન-ડે : ટીમ ઇન્ડિયાનો 4 વિકેટે વિજય, શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી

રાજ્યમાં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે આ તારીખથી શરૂ થશે ઓનલાઇન નોંધણી

તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા 1 ફેબ્રુઆરીથી નોંધણી કરાશે

ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી 1 ફેબ્રુઆરી 2023થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ માહિતી આપી હતી.

કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજ્યભરમાં તુવેરના 135 ખરીદ કેન્દ્રો, ચણાના 187 ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી 10 માર્ચ 2023 થી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડુતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.

Virat Kohli ODI Records: વિરાટ કોહલી વન ડે ક્રિકેટનો કિંગ, પરંતુ વર્ષ 2021 વિરાટ માટે વામન, આખા વરસમાં માત્ર 129 રન

India China Border: ઉત્તરી સરહદ પર કેવી છે સ્થિતિ? આર્મી ચીફે કહ્યું – સ્થિર પણ અપ્રત્યાશિત

હોકી વર્લ્ડ કપ 2023 : ખેતરમાં કામ કર્યું, ફાનસ ખરીદવાના પૈસા ન હતા, હવે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા મેદાનમાં ઊતરશે નીલમ ખેસ

Joshimath Land Subsidence: જોશીમઠમાં SDRFની એક્શન શરૂ, હોટલ તરફ જતો રસ્તો બંધ કર્યો, પ્રદર્શનકારીઓને હટાવ્યા

જોશીમઠમાં SDRFની ટીમે હોટલ મલારી ઇન અને માઉન્ટ વ્યૂ પર એક્શન શરુ કરી છે. પ્રશાસને આ બન્ને હોટલ તરફ જતો રસ્તો બંધ કરી દીધો છે અને ત્યાંથી પ્રદર્શનકારીઓને હટાવી દીધા છે. SDRF, NDRF અને CBRIના અંડરમાં આ હોટલ પાડવાનું કામ કરવામાં આવશે.

Curd Side Effects : કોણે દહીં ન ખાવું જોઈએ? જાણો દહીંની આડ અસરો

જમીન માપણી રિ-સર્વે પ્રોજેક્ટ : ગુજરાત સરકારે જમીન માપણીની ખામીઓ દૂર કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો

જોશીમઠમાં ભારતીય સેનાની ઇમારતોમાં તિરાડો, સૈનિકો સ્થળાંતરિત

જોશીમઠ આ દિવસોમાં ઈમારતોમાં તિરાડોને કારણે ચર્ચામાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર જોશીમઠના લોકોને મદદ કરી રહી છે. ગુરુવારે આર્મી ચીફ મનોજ પાંડેએ જણાવ્યું કે જોશીમઠમાં હાજર ભારતીય સેનાની 25 થી 28 ઈમારતોમાં પણ તિરાડો પડી ગઈ છે. તેમણે કહ્યું કે સૈનિકોને અસ્થાયી રૂપે બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. સેના પ્રમુખે કહ્યું કે જો જરૂર પડશે તો સૈનિકોને કાયમી ધોરણે ઔલીમાં ખસેડવામાં આવશે.

બનાસકાંઠામાં વધુ 4 વ્યાજખોરો સામે ફરિયાદ

બનાસકાંઠામાં વધુ 4 વ્યાજખોરો સામે ફરિયાદ

પાલનપુરમાં 2 અને ડીસામાં 2 વ્યાજખોરો સામે ગુનો

લોકદરબારમા રજુઆત કર્યા બાદ નોંધાવી ફરિયાદ

Usury case : નવસારીમાં ઊંચુ વ્યાજ વસૂલવા બદલ ભાજપના નેતા અને તેમના ભાઈ સામે ગુનો નોંધાયો

જમ્મુ અને કાશ્મીર: ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં ઝોજિલા પાસે હિમપ્રપાત થયો

મ્યાંમારની સીમાની પાસે વિદ્રોહી કેમ્પ પર એર સ્ટ્રાઇક, મિઝોરમના ગામમાં દહેશત

મિઝોરમ સાથેની તેની સરહદ પર મંગળવારે મ્યાનમારની સેનાએ એક મુખ્ય બળવાખોર કેમ્પ પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે કેમ્પની નજીકના રાજ્યના ચંફઈ જિલ્લાના વિસ્તારોમાં ભય અને ગભરાટ ફેલાયો છે. ઓછામાં ઓછું એક શેલ ભારત તરફ પડ્યો હતો. ચંફઈ જિલ્લાના અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સરહદ નજીક નદીના કિનારે એક ટ્રકને નુકસાન થયું છે.

અમરીશ પૂરી બોલિવૂડમાં હીરો બનવા આવ્યા હતા, બની ગયા ખૂંખાર વિલન, દરેક સૂપરસ્ટાર્સ સાથે કામ કર્યું

NOTAM સિસ્ટમ નિષ્ફળને લીધે યુએસમાં હજારો ફ્લાઈટ્સ રહી વિલંબિત, જાણો શું થયું હતું

National News latest Updates : વંદે ભારત ટ્રેન પર પથ્થર મારાનો સિલસિલો યથાવત

દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પથ્થરમારાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. બુધવારે વિશાખાપટ્ટનમમાં ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવે તે પહેલાં જ તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 19 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને દેશને સમર્પિત કરવાના છે.

ગોલ્ડન ગ્લોબ વિજેતા ફિલ્મ RRRના નિર્માતા રાજા મૌલીની મોટી જાહેરાત, ‘આરઆરઆર’ની સિકવલ બનશે

Gujarat News latest Update : ગુજરાતમાં ઠંડી વધશે, ઉત્તરાયણના દિવસે પવન રહશે

ગુજરાતમાં ઠંડી વધતી જાય છે ત્યારે આજથી જ ઠંડીનો ચમકારો અનુભવાશે, તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યાતો હવામાન વિભાગે કરે છે. નલિયામાં સૌથી નીચું તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં 13.7 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે.

Gujarat News latest Update : અમદાવાદના બાળ તસ્કરીના મામલે અપડેટ

અમદાવાદમાં બાળ તસ્કરીનો કિસ્સો બન્યો હતો. જેમાં આરોપી દંપતિએ વધુ બાળકો વેચ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હૈદરાબાદમાં બાળકો વેચ્યા હોવનું તપાસમાં ખુલ્યું હતું. આરોપી દંપતી નિઃસંતાન દંપતિને બાળકો વેચતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Gujarat News latest Update : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કરશે બેઠક

અમદાવાદમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર બેઠક કરશે અને આગામી ચૂંટણીને લઈને મંથન કરાશે, નગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે ચર્ચા થશે. આ બેઠકમાં તમામ શહેરના પ્રમુખો, નિરીક્ષકો હાજર રહેશે.

Alia bhatt ranbir kapoor: આલિયા ભટ્ટ રણબીર કપૂરની આ હરકતથી થઇ નારાજ?

આજનો ઇતિહાસ : 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ અને જીજા બાઇની જન્મજયંતિ, રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

Swami vivekananda : સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ : ‘ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ – ભારતીયોને પ્રેરણા આપતું રહેશે

Today Horoscope, આજનું રાશિફળ : મેષ રાશિના જાતકોએ વેપારમાં આજે થોડી અડચણો આવી શકે છે, સંબંધમાં ખટાશની સંભાવના

Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ