scorecardresearch
Live

Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

Today Latest news updates આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
12:22 (IST) 2 Jan 2023
Gujarat News latest Updates: નવસારી પોલીસની બસને નડ્યો અકસ્માત

Navsari Accident : નવસારી જિલ્લામાં કાર અને લક્ઝરી બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માત બાદ પોલીસ બસને પણ અકસ્માત નડ્યો હતો. બસચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સદનસિબે મોટી જાનહાની ટળી હતી

11:56 (IST) 2 Jan 2023
Gujarat News latest Updates: ઉત્તરાયણ પહલા સુરતમાં પતંગની દોરીથી આધેડનું મોત

સુરતમાં કામરેજ ચારરસ્તા પાસે પતંગની દોરીથી આધેડનું મોત થયું હતું. રસ્તા પરથી પસાર થતા શ્રમજીવીનું ગળુ કપાયું હતું.

11:43 (IST) 2 Jan 2023
Supreme Court Demonetisation Judgment: નોટબંધી અંગેની તમામ અરજીઓ ફગાવી દેવાઈ, સુપ્રીમ કોર્ટે કહ્યું સરકારનો નિર્ણય સાચો

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ સાથે કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આર્થિક નિર્ણયને ઉલટાવી શકાય નહીં. તે જ સમયે, કોર્ટે કહ્યું કે સરકાર અને આરબીઆઈ વચ્ચે છ મહિના સુધી વાતચીત થઈ.

10:48 (IST) 2 Jan 2023
Supreme Court Demonetisation Judgment: આજે નોટબંધી પર ‘સર્વોચ્ચ’ નિર્ણય

નોટબંધી પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. નવેમ્બર 2016માં રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાના સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ પર કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે અરજદારો, કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ની વિગતવાર દલીલો સાંભળ્યા પછી 7 ડિસેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો.

07:55 (IST) 2 Jan 2023
Train Derailed: રાજસ્થાનમાં ટ્રેન પાટા પરથી ઉતરી, અનેક લોકો ઘાયલ

રાજસ્થાનના પાલી જિલ્લામાં બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા આજે સવારે 3.27 વાગ્યે જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમદરા સેક્શન વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે આ ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેન દુર્ઘટનામાં લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

07:51 (IST) 2 Jan 2023
Gujarat News latest Updates: ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું નિધન

Vadodara News latest updates: ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું નિધન થયાના સમાચાર મળી રહ્યા છે. મંજુલા સુબ્રમણ્યમે વડોદારમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ મંજુલા છેલ્લા લાંબા સમયથી બીમાર હતા.

07:49 (IST) 2 Jan 2023
Gujarat News latest Updates: અમદાવાદમાં માતાએ પુત્રની કરી હત્યા

Ahmedabad Latest News Updates: અમદાવાદ શહેરમાં માતાએ પુત્રની હત્યા કર્યાની ચકચારી ઘટના બની છે. સતત બીમાર રહેતા પુત્રની હત્યા કર્યાની આશંકા સેવાઈ રહી છે.

Web Title: Today latest news live updates aaj na taja samachar 2 january world national gujarat breaking news

Best of Express