scorecardresearch
Live

Today News Live Updates: શિવરાજ ચૌહાણ સાથે આપપારની લડાઇન મૂડમાં ઉમા ભારતી, પાર કરવાના મૂડમાં ઉમા ભારતી!

Today Latest news updates, 11 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

today live news, latest news update
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
14:55 (IST) 11 Feb 2023
શિવરાજ ચૌહાણ સાથે આપપારની લડાઇન મૂડમાં ઉમા ભારતી, પાર કરવાના મૂડમાં ઉમા ભારતી! વહેલી સવારે કરવામાં આવેલી ચાર ટ્વીટ્સ, સીએમને તેમની જાહેરાતની યાદ અપાવી

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતીના તીક્ષ્ણ વલણને કારણે, રાજ્યની સૂચિત દારૂ નીતિ (એમપી એક્સાઇઝ પોલિસી 2023) સીએમ શિવરાજ સિંહ ચૌહાણ માટે વિવાદનું હાડકું બની રહી છે. આ મુદ્દે ઉમા ભારતી ફરી એકવાર શિવરાજ સિંહ ચૌહાણ સાથે ટકરાવના મૂડમાં છે. શનિવારે સવારે ચાર ટ્વિટમાં, બીજેપી નેતાએ સીએમ ચૌહાણને તેમની જાહેરાતની યાદ અપાવી.

13:51 (IST) 11 Feb 2023
IND vs AUS 1st Test Live: જાડેજાને મળી વિકેટ, કાંગારૂઓ પર ઇનિંગ્સથી હારનો ખતરો; ઓસ્ટ્રેલિયા લાઇવ સ્કોર 67/7

India vs Australia 1st Test 2023 Live Match Score: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની 4 ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા ત્રીજા દિવસે 400 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ પાસે 223 રનની લીડ છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ દિવસે પ્રથમ દાવમાં 177 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માએ સદી ફટકારી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટોડ મર્ફીએ 7 વિકેટ ઝડપી હતી.

12:03 (IST) 11 Feb 2023
IND vs AUS test Live : પહેલી ઈનિંગમાં ભારતે બનાવ્યા 400 રન
 • નાગપુરમાં ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ
 • પહેલી ઈનિંગમાં ભારતે બનાવ્યા 400 રન
 • ભારતને 223 રનની લીડ
 • રોહિત શર્માએ સૌથી વધુ 120 રન બનાવ્યા
 • ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ
 • 11:25 (IST) 11 Feb 2023
  Gujarat News Latest updates : સુરતમાં ભૂકંપનો આંચકો, 3.8 રિક્ટર સ્કેલની તીવ્રતા, કેન્દ્રબિંદુ 27 કિમી દૂર

  સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તિવ્રતા 3.8ની મપાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર નોંધાયું હતું. સુરતમાં આવેલા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપને કારણે કોઈ નુકશાન નથી. સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

  10:53 (IST) 11 Feb 2023
  Gujarat News Latest updates : Jantri Rate: રાજ્ય સરકારે જંત્રી વધારો હાલ પૂરતો મોકૂફ રાખ્યો, એપ્રિલથી અમલી થશે

  તાજેતરમાં સરકાર દ્વારા જંત્રીમાં ડબલ વધારો કર્યો હતો. જેનો બિલ્ડર્સ સહિતના લોકોએ વિરોધ કર્યો હતો. જોકે, રાજ્ય સરકારે જંત્રીમાં થોડી રાહત આપી છે. જે જંત્રી વધારો 5મી ફેબ્રુઆરીથી અમલી મૂકવાનો હતો તે હવે એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો કરીને હાલના ભાવથી બમણા કરવામાં આવ્યાં હતા. આ અંગેને મહેસૂલ વિભાગનો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જોકે હવે આ જંત્રી વધારો એપ્રિલમાં અમલી કરાશે.

  10:09 (IST) 11 Feb 2023
  ‘મોદી અને ભાગવત જેટલું જ મહમૂદનું ભારત પણ મુસ્લિમોની માતૃભૂમિ છે’, જમિયત ઉલેમા-એ-હિંદના વડા મદનીએ RSSના વડા પર વળતો પ્રહાર

  જમિયત ઉલેમા-એ-હિંદના વડા મહમૂદ મદનીએ શનિવારે (11 ફેબ્રુઆરી) કહ્યું કે આ ભૂમિ મુસ્લિમોની માતૃભૂમિ પણ છે. ઇસ્લામ એ ધર્મ છે જે બહારથી આવ્યો છે એમ કહેવું તદ્દન ખોટું અને પાયાવિહોણું છે. તમામ ધર્મોમાં ઇસ્લામ સૌથી જૂનો ધર્મ છે. હિન્દી મુસ્લિમો માટે ભારત શ્રેષ્ઠ દેશ છે.

  08:26 (IST) 11 Feb 2023
  અંકલેશ્વર જીઆઇડીસીમાં ભીષણ આગ લાગી હતી. જીઆઇડીસીમાં આવેલા અથર્વ એન્ટરપ્રાઇઝમાં આગ લાગી હતી. જેને કાબૂમાં લેવા માટે 15થી વધારે ફાયફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

  અંકલેશ્વર જીઆઇડીસીમાં ભીષણ આગ લાગી હતી. જીઆઇડીસીમાં આવેલા અથર્વ એન્ટરપ્રાઇઝમાં આગ લાગી હતી. જેને કાબૂમાં લેવા માટે 15થી વધારે ફાયફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

  08:08 (IST) 11 Feb 2023
  Turkey – Syria Earthquake live update : તુર્કીના ગાઝિયાંટેપના નુરદાગીમાં કાટમાળમાંથી 8 વર્ષની બાળકી બચાવાઇ

  ભારતના NDRF અને તુર્કી સેનાએ તુર્કીના ગાઝિયાંટેપના નુરદાગીમાં પ્રચંડ ભૂકંપના કારણે સપાટ બનેલી ઇમારતના કાટમાળ નીચે જીવતી ફસાયેલી 8 વર્ષની બાળકીને બચાવી છે.

  https://twitter.com/ANI/status/1624234966166175744

  Web Title: Today latest news live updates breaking news 11 february 2023 aaj na taja samachar

  Best of Express