Today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
MCD Mayor Polls: દિલ્હી મેયર ચૂંટણીથી સંબંધિત આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર શૈલી ગુપ્તાની અરજી પર સુપ્રીમ કોર્ટે મોટી વાત કહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એમસીડીના મેયરની ચૂંટણીમાં નામાંકિત કોર્પોરેટર વોટ આપી શકે નહીં. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે નામાંકિત કોર્પોરેટર ચૂંટણીમાં ભાગ લઇ શકે નહીં. તેને લઇને સંવિધાનની જોગવાઇ સ્પષ્ટ છે. હવે 17 ફેબ્રુઆરીએ આ મામલાની સુનાવણી થશે.
બાંગ્લાદેશથી રોહિંગ્યાઓની એક મોટરબોટ અંડમાન નિકોબાર પહોંચી હતી. આ મોટરબોટમાં 69 રોહિંગ્યા સવાર હતા. તેમનું કહેવું છે કે ખરાબ મોસમ અને ઇંધણ વચ્ચે ખતમ થઇ જતા આ અંડમાન નિકોબર પહોંચી ગયા હતા. તેમણે એ પણ કહ્યું કે તે 2 સપ્તાહ પહેલા બાંગ્લાદેશથી રિલીફ કેમ્પમાંથી ભાગ્યા હતા. ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને આ વાતની સૂચના આપવામાં આવી છે.
પુણે ગૂગલ ઓફિસ બોમ્બ થ્રેટ ન્યૂઝઃ ભારતની પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી કંપની ગૂગલની પૂણે ઓફિસમાં બોમ્બ રાખવાની ધમકી આપતા ફોન કોલ બાદ સોમવારે ગભરાટ ફેલાઈ ગયો હતો. મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC, મુંબઈ)માં આવેલી Google ઑફિસમાં ધમકીભર્યો કૉલ કરનાર વ્યક્તિને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદ મળ્યા બાદ, તેઓએ ગુગલની પુણે ઓફિસમાં બોમ્બની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરીને કસ્ટડીમાં પૂછપરછ શરૂ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કર્ણાટકના બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. યેલાહંકામાં એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઈન્ડિયા 2023ના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું કે તે ભારતના નવા વિઝનને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું, “એરો ઈન્ડિયા નવા ભારતના નવા વિઝનને પ્રતિબિંબિત કરે છે. એક સમય હતો જ્યારે તેને માત્ર એક શો ગણવામાં આવતો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશે આ ધારણાને બદલી નાખી છે. આજે તે માત્ર દેખાડો નથી પણ ભારતની તાકાત છે. તે ભારતીય સંરક્ષણ ઉદ્યોગ અને આત્મવિશ્વાસના અવકાશ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.”
તેમણે કહ્યું, “એરો ઈન્ડિયાની આ ઈવેન્ટ ભારતની વધતી જતી ક્ષમતાનું ઉદાહરણ છે. આમાં વિશ્વના લગભગ 100 દેશોની હાજરી દર્શાવે છે કે ભારત પ્રત્યે વિશ્વની આસ્થા કેટલી વધી છે. તેમણે વધુમાં કહ્યું, “ભારત અને વિદેશના પ્રદર્શકો તેમાં ભાગ લઈ રહ્યા છે. તેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમાં ભારતીય MSME, સ્વદેશી સ્ટાર્ટ-અપ્સ અને વિશ્વની જાણીતી કંપનીઓ પણ છે.
ગુજરાતના લોકો નવી 151 બસોની ભેટ મળી છે. ગુજરાત એસટીને 151 નવી બસો મળી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા
અમદાવાદમાં ઓઢવમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, કન્ટ્રક્શન સાઇટ પર માથાકૂટ થાં પોલીસ પર પથ્થરમારો થયાના સમાચાર મળી રહ્યા છે.
એશિયાના સૌથી મોટો એર શોનું બેંગલુરુમાં PM મોદીએ કર્યું ઉદઘાટન
આત્મનિર્ભર ભારતની તાકાતનો દુનિયાને મળ્યો પરચો
દિલ્હીના કરમપુરા વિસ્તારમાં મોતી નગર પોલીસ સ્ટેશન નજીક એક ફેક્ટરીમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. ફાયરની 27 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ હવે કાબુમાં છે. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી.
6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયા સહિત આજુ બાજુના વિસ્તારોમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો
ભૂકંપના પગલે તુર્કી અને સીરિયાના તબાહી સર્જાઈ હતી
બંને દેશોમાં અત્યાર સુધીમાં 34,000થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો
70થી વધુ દેશો તુર્કી અને સીરિયાની મદદ માટે સામે આવ્યા હતા
ભારતે તુર્કી અને સીરિયાની મદદ માટે ઓપરેશન દોસ્ત અભિયાન શરૂં કર્યું છે
સોમવારે 13 ફેબ્રુઆરીના રોજ સવારે 4.15 વાગ્યે સિક્કમના યુક્સોમથી 70 કિલોમિટર દૂર 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.