Live

Today News Live Updates:દિલ્હી મેયર ઇલેક્શન: બીજેપીને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે કહ્યું – વોટ ના કરી શકે નામાંકિત કોર્પોરેટર

Today Latest news updates, 13 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : February 13, 2023 23:39 IST
Today News Live Updates:દિલ્હી મેયર ઇલેક્શન: બીજેપીને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે કહ્યું – વોટ ના કરી શકે નામાંકિત કોર્પોરેટર
આજના તાજા સમાચાર, ફાઇલ તસવીર

Today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Live Updates

શું BJP-NCP સરકારને હતું શરદ પવારનું સમર્થન? દેવેન્દ્ર ફડણવીસનો દાવો – અચાનક બદલી ગઇ તેમની રણનીતિ

Smriti Mandhana Car Collection: WPLની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના ક્રિકેટની સાથે સાથે કારની પણ શોખીન છે, જુઓ કાર ક્લેક્શન

WPL Auction 2023 : મહિલા પ્રીમિયર લીગની હરાજી, સ્મૃતિ મંધાના સૌથી મોંઘી પ્લેયર બની, આરસીબીએ 3.40 કરોડ રૂપિયામાં ખરીદી

Road To 2024 : ધ અકેલા ફેક્ટર, ‘દેશ દેખ રહા હૈ, એક અકેલા કિતનો પે ભારી પડ રહા’, ભાજપ ફરી પીએમ મોદીના સહારે

મમતા બેનરજીનું વિવાદિત નિવેદન, કહ્યું – BSFએ બંગાળના બોર્ડર વિસ્તારમાં આતંક ફેલાવી રાખ્યો છે

દિલ્હી મેયર ઇલેક્શન: બીજેપીને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે કહ્યું - વોટ ના કરી શકે નામાંકિત કોર્પોરેટર

MCD Mayor Polls: દિલ્હી મેયર ચૂંટણીથી સંબંધિત આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર શૈલી ગુપ્તાની અરજી પર સુપ્રીમ કોર્ટે મોટી વાત કહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એમસીડીના મેયરની ચૂંટણીમાં નામાંકિત કોર્પોરેટર વોટ આપી શકે નહીં. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે નામાંકિત કોર્પોરેટર ચૂંટણીમાં ભાગ લઇ શકે નહીં. તેને લઇને સંવિધાનની જોગવાઇ સ્પષ્ટ છે. હવે 17 ફેબ્રુઆરીએ આ મામલાની સુનાવણી થશે.

‘અમે બંગડીઓ નથી પહેરી, એક પણ બહારના વ્યક્તિને અહીં વસવા નહીં દઈએ’, અલ્તાફ બુખારીના નિવેદનથી લોકો ગુસ્સે

બાંગ્લાદેશથી અંડમાન પહોંચ્યા 69 રોહિંગ્યા, કોસ્ટગાર્ડે પકડ્યા

બાંગ્લાદેશથી રોહિંગ્યાઓની એક મોટરબોટ અંડમાન નિકોબાર પહોંચી હતી. આ મોટરબોટમાં 69 રોહિંગ્યા સવાર હતા. તેમનું કહેવું છે કે ખરાબ મોસમ અને ઇંધણ વચ્ચે ખતમ થઇ જતા આ અંડમાન નિકોબર પહોંચી ગયા હતા. તેમણે એ પણ કહ્યું કે તે 2 સપ્તાહ પહેલા બાંગ્લાદેશથી રિલીફ કેમ્પમાંથી ભાગ્યા હતા. ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને આ વાતની સૂચના આપવામાં આવી છે.

ગવર્નરોની નિમણૂક કેવી રીતે થાય છે, તેમની પાસે કેટલી સત્તા છે અને શા માટે ભૂમિકા વિવાદાસ્પદ હોય છે?

WPL Auction 2023 Live: મહિલા પ્રીમિયર લીગની હરાજી, સ્મૃતિ મંધાનાને 3.40 કરોડ રૂપિયામાં આરસીબીએ અને હરમનપ્રીત કૌરને 1.80 કરોડમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદી

AAPએ અદાણી ગ્રૂપ સામે JPC તપાસની માંગ કરી, તો બજરંગ દળે અમદાવાદનું નામ બદલવાનો ફરી પુનરોચ્ચાર કર્યો

Studies : HIV અથવા ડાયાબિટીસ તથા ટીબીના દર્દીઓ ખાનગી સંભાળ પસંદ કરે છે, ખર્ચ બમણો થાય છે

Bomb At Google Office: ગુગલની પૂણેની ઓફિસમાં મૂકાયો બોમ્બ…, ધમકી આપનાર વ્યક્તિની મુંબઈ પોલીસે કરી અટકાયત

પુણે ગૂગલ ઓફિસ બોમ્બ થ્રેટ ન્યૂઝઃ ભારતની પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી કંપની ગૂગલની પૂણે ઓફિસમાં બોમ્બ રાખવાની ધમકી આપતા ફોન કોલ બાદ સોમવારે ગભરાટ ફેલાઈ ગયો હતો. મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC, મુંબઈ)માં આવેલી Google ઑફિસમાં ધમકીભર્યો કૉલ કરનાર વ્યક્તિને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદ મળ્યા બાદ, તેઓએ ગુગલની પુણે ઓફિસમાં બોમ્બની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરીને કસ્ટડીમાં પૂછપરછ શરૂ કરી છે.

Aero India Show 2023: પીએમ મોદીએ બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023નું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આ માત્ર શો નથી, દેશની તાકાત છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કર્ણાટકના બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. યેલાહંકામાં એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઈન્ડિયા 2023ના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું કે તે ભારતના નવા વિઝનને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું, “એરો ઈન્ડિયા નવા ભારતના નવા વિઝનને પ્રતિબિંબિત કરે છે. એક સમય હતો જ્યારે તેને માત્ર એક શો ગણવામાં આવતો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશે આ ધારણાને બદલી નાખી છે. આજે તે માત્ર દેખાડો નથી પણ ભારતની તાકાત છે. તે ભારતીય સંરક્ષણ ઉદ્યોગ અને આત્મવિશ્વાસના અવકાશ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.”

તેમણે કહ્યું, “એરો ઈન્ડિયાની આ ઈવેન્ટ ભારતની વધતી જતી ક્ષમતાનું ઉદાહરણ છે. આમાં વિશ્વના લગભગ 100 દેશોની હાજરી દર્શાવે છે કે ભારત પ્રત્યે વિશ્વની આસ્થા કેટલી વધી છે. તેમણે વધુમાં કહ્યું, “ભારત અને વિદેશના પ્રદર્શકો તેમાં ભાગ લઈ રહ્યા છે. તેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમાં ભારતીય MSME, સ્વદેશી સ્ટાર્ટ-અપ્સ અને વિશ્વની જાણીતી કંપનીઓ પણ છે.

Gujarat News Latest Updates : ગુજરાત વાસીઓને મળી 151 નવી બસોની ભેટ

ગુજરાતના લોકો નવી 151 બસોની ભેટ મળી છે. ગુજરાત એસટીને 151 નવી બસો મળી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા

Gujarat News Latest Updates : અમદાવાદ ઓઢવમાં પોલીસ પર પથ્થરમારો

અમદાવાદમાં ઓઢવમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, કન્ટ્રક્શન સાઇટ પર માથાકૂટ થાં પોલીસ પર પથ્થરમારો થયાના સમાચાર મળી રહ્યા છે.

ગુજરાત બજેટ : ગુજરાતની સરકારી શાળાઓમાં ખાલી જગ્યાઓ માટે ગેસ્ટ શિક્ષકો ભરવાનું ચાલુ રાખી શકે છે

Bigg Boss 16 Winner: MC Stan એ બિગ બોસ-16ની ટ્રોફી જીતી આટલા લાખની ઇનામી રકમ પોતાના નામ કરી

મિલિયા અથવા વાઈટ પિમ્પલ્સ શું છે?

National News Latest Updates: એશિયાના સૌથી મોટો એર શોનું બેંગલુરુમાં PM મોદીએ કર્યું ઉદઘાટન

એશિયાના સૌથી મોટો એર શોનું બેંગલુરુમાં PM મોદીએ કર્યું ઉદઘાટન

આત્મનિર્ભર ભારતની તાકાતનો દુનિયાને મળ્યો પરચો

મુખ્યમંત્રી અશોક ગહેલોતે જેના માટે વડાપ્રધાન મોદીને વિનંતી કરી એ ERCP શું છે? ERCP પર રાજસ્થાનના 41% લોકો છે નિર્ભર

Weekly Horoscope, સાપ્તાહિક રાશિફળ : તમામ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે? વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય

ન્યાયતંત્રની સ્વતંત્રતા સામે ખતરો: નઝીરની નિમણૂકનો વિરોધ, ભાજપે કર્યો વળતો પ્રહાર

National News Latest Updates: દિલ્હીના કરમપુરા વિસ્તારમાં ફેક્ટરીમાં ભીષણ આગ

દિલ્હીના કરમપુરા વિસ્તારમાં મોતી નગર પોલીસ સ્ટેશન નજીક એક ફેક્ટરીમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. ફાયરની 27 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ હવે કાબુમાં છે. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી.

World News Latest Updates : યુ.એસ. સૈન્યએ હ્યુરોન તળાવ પર ઉડતી વસ્તુને તોડી પાડી

ફિઝિયોથેરાપી શરીરને મજબૂત, લવચીક બનાવવામાં મદદ કરે છે,જાણો શા માટે પીએમ મોદીએ કહ્યું “સિમ્બોલ ઓફ હોપ”

Naiyo Lagda Song: સલમાન ખાનએ વેલેન્ટાઇન પર ચાહકોની આપી ભેટ, ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું રોમેન્ટિક સોન્ગ રિલીઝ

World News Latest Updates : તુર્કી અને સીરિયામાં ભૂકંપથી તબાહી, મૃત્યુ આંક 34,000ને પાર

6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયા સહિત આજુ બાજુના વિસ્તારોમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો

ભૂકંપના પગલે તુર્કી અને સીરિયાના તબાહી સર્જાઈ હતી

બંને દેશોમાં અત્યાર સુધીમાં 34,000થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો

70થી વધુ દેશો તુર્કી અને સીરિયાની મદદ માટે સામે આવ્યા હતા

ભારતે તુર્કી અને સીરિયાની મદદ માટે ઓપરેશન દોસ્ત અભિયાન શરૂં કર્યું છે

National News Latest Updates: સિક્કિમમાં 4.3ની તિવ્રતાનો ભૂકંપ

સોમવારે 13 ફેબ્રુઆરીના રોજ સવારે 4.15 વાગ્યે સિક્કમના યુક્સોમથી 70 કિલોમિટર દૂર 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

National News Latest Updates: બેંગલુરુમાં ‘એરો ઇન્ડિયા શો'નો થશે પ્રારંભ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં એરો ઇન્ડિયાશોનો પ્રારંભ કરાવશે
  • એશિયાનો સૌથી મોટા એર શોનું બેંગલુરુમાં પ્રારંભ થશે
  • 5 દિવસના એર શોમાં 98 દેશ ભાગ લેશે
  • એરફોર્સ દ્વારા બેંગલુરુમાં 5 દિવસ એર-શોનું આયોજન
  • શા માટે કિસ ડે મનાવવામાં આવે છે, શું છે તેનો રસપ્રદ ઇતિહાસ?

    New Web Series and Movies On OTT: આ સપ્તાહ દર્શકો માટે મનોરંજનથી ભરપૂર! આ અઠવાડિયે OTT પર અઢળક વેબ સીરિઝ રિલીઝ

    sidharth kiara wedding Reception Photos: સિદ્ધાર્થ કિયારાની રિસેપ્શનમાં શાનદાર એન્ટ્રી, જુઓ વીડિયો

    Today history 13 February : આજનો ઇતિહાસ 13 ફેબ્રુઆરી, ‘હિંદની બુલબુલ’ સરોજિની નાયડુની જન્મજયંતિ અને વિશ્વ રેડિયો દિવસ

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન, શહેરો વચ્ચે મુસાફરીના સમયને કેવી રીતે અસર કરશે, જાણો બધું જ

    Today Horoscope, આજનું રાશિફળ : કુંભ રાશિના જાતકો આજે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે

    Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન

    Read More
    આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
    Show comments
    ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ