scorecardresearch
Live

Today News Live Updates: એકનાથ શિંદેના પુત્ર પર સંજય રાઉતનો આરોપ, કહ્યું- મને મારવા માટે રાજા ઠાકુરને આપી સોપારી

Today Latest news updates, 21 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news update, today breaking news
દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
20:53 (IST) 21 Feb 2023
એકનાથ શિંદેના પુત્ર પર સંજય રાઉતનો આરોપ, કહ્યું- મને મારવા માટે રાજા ઠાકુરને આપી સોપારી

સંજય રાઉતે મંગળવારે પોલીસને ચિઠ્ઠી લખીને મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્રથી જીવનો ખતરો હોવાનો આરોપ લગાવ્યો છે. સંજય રાઉતે ચિઠ્ઠીમાં કહ્યું કે મને મારવા માટે ઠાણેના એક અપરાધી રાજા ઠાકુરને સોપારી આપી છે. મેં તે સંબંધમાં પૃષ્ટી કરી છે. હું તમને એક જવાબદાર નાગરિકના રુપમાં સૂચિત કરી રહ્યો છું. રાઉતે મુંબઈ પોલીસ કમિશ્નરને આ ચિઠ્ઠી લખી છે. તેની કોપી ગૃહવિભાગની જવાબદારી સંભાળી રહેલા મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઠાણે શહેરની પોલીસને પણ મોકલવામાં આવી છે.

17:12 (IST) 21 Feb 2023
રશિયા અને યૂક્રેન યુદ્ધને એક વર્ષ થયું, પુતિને કહ્યું- પશ્ચિમ દેશો રમી રહ્યા છે ડર્ટી ગેમ

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષ થઇ ગયું છે. આ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયાની લડાઇ યુક્રેની નાગરિકો સાથે નહીં પણ શાસન સામે છે. મોસ્કોએ શાંતિપૂર્ણ રીતે ડોનબાસની સમસ્યાઓના ઉકેલ માટે દરેક સંભવ પ્રયત્ન કર્યો. પશ્ચિમી દેશોએ યૂક્રેનમાં તે જ રમત રમી છે જે તેમણે સીરિયા અને ઇરાકમાં કર્યું હતું.

14:45 (IST) 21 Feb 2023
Gujarat News Latest Updates : જામનગર મનપાનું વર્ષ 2023-24નું બજેટ રજૂ કરાયું

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023-2024નું રૂ.1080 કરોડનું બજેટ રજૂ કરાયું છે. બજેટમાં ત્રણ નવા કરવેરા મૂકવામાં આવ્યા

11:26 (IST) 21 Feb 2023
NIA Raids: ટેરર ફંડિંગ સામે કાર્યવાહી કરતી એજન્સી, NIAએ સાત રાજ્યોમાં 70 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા

NIA ટેરર ​​ફંડિંગના મામલામાં મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. NIAએ દિલ્હી, હરિયાણા, પંજાબ અને ગુજરાત સહિત સાત રાજ્યોમાં એક સાથે 70 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. ટેરર ફંડિંગમાં સામેલ ગેંગસ્ટર પર આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઈની પૂછપરછમાં ઘણા લોકોના નામ સામે આવ્યા હતા. NIAને તપાસમાં કેટલાક પુરાવા પણ મળ્યા છે. NIA દ્વારા દરોડા પાડવામાં આવેલા ગેંગસ્ટરોમાં લોરેન્સ બિશ્નોઈનો સાથી કુલવિંદર અને પીલીભીતમાં દિલભાગ સિંહ નામનો વ્યક્તિ સામેલ છે.

09:38 (IST) 21 Feb 2023
Gujarat News Latest Updates : સુરતમાં લક્ઝરી બસને સવારે 5થી રાત્રે 10 સુધી પ્રવેશ બંધી

તાજેતરમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ લક્ઝરી બસોના સુરતમાં પ્રવેશ અંગે પત્ર લખ્યો હતો. જેની અસર થવા લાગી છે. સુરતમાં લક્ઝરી બસને સવારે 5થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ બંધી કરાઈ છે. આ નિર્ણયથી બસ ઓપરેટરો, ચાલકો અને પ્રવાસીઓમાં નારાજગી ફેલાઈ.

08:34 (IST) 21 Feb 2023
IND vs IRE: ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડને ડકવર્થ લુઈસથી 5 રનથી હરાવ્યું, સેમિફાઈનલમાં જગ્યા બનાવી

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ભારતે ગ્રુપ Bમાં ડકવર્થ-લુઈસ પદ્ધતિથી આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું. આ સાથે હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ 56 બોલમાં 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં આયર્લેન્ડની ટીમે 8.2 ઓવરમાં 2 વિકેટે 54 રન બનાવ્યા હતા. આ પછી વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી હતી અને શરૂ થઈ નહોતી.

07:59 (IST) 21 Feb 2023
Gujarat News latest Updates : હવામાન વિભાગની આગાહી, ચાર દિવસ ગરમીમાંથી મળશે રાહત

ગુજરાતમાં ફેબ્રુઆરીમાં જ રેકોર્ડ ગરમી નોંધાયા બાદ હવે આગામી ચાર દિવસ ગરમીમાંથી રાહત મળશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે.

07:53 (IST) 21 Feb 2023
Gujarat News latest Updates : અરવલ્લીના 10 ગામોમાં દીપડાની દહેશત

અરવલ્લી જિલ્લાના 10 ગામોના વિસ્તારમાં ત્રણ દીપડા દેખાતા સ્થાનિક લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.

07:49 (IST) 21 Feb 2023
Gujarat News latest Updates : કચ્છના ગાંધીધામમાં NIAના દરોડા

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ગાંધીધામમાં NIAના દરોડા પડ્યા છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઇના સાથી કુલવિંદરના ત્યાં એનઆઇએના દરોડા પડ્યા છે.

07:47 (IST) 21 Feb 2023
આસામ: વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ ‘ગંગા વિલાસ’ યાત્રાના 42માં દિવસે ગુવાહાટી પહોંચી.

https://twitter.com/AHindinews/status/1627834718967463936

07:45 (IST) 21 Feb 2023
Earthquake in Turkey: તુર્કીમાં ફરીથી ભૂકંપ, 3ના મોત અને 213 લોકો ઘાયલ

Earthquake in Turkey: તુર્કીમાં ફરી જોરદાર ભૂકંપ આવ્યો છે. તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એએફએડીએ જણાવ્યું હતું કે આ વખતે 6.4ની તીવ્રતાનો ભૂકંપ હેતાય પ્રાંતના ડાફને શહેરની આસપાસ કેન્દ્રિત હતો. NTV ટેલિવિઝનએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે કેટલીક ક્ષતિગ્રસ્ત ઇમારતો પડી ગઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને લગભગ 213 લોકો ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં વધુ છ લોકો ફસાયા હોવાની આશંકા છે.

Web Title: Today latest news live updates breaking news 21 february 2023 aaj na taja samachar

Best of Express