scorecardresearch
Live

Today News Live Updates: વુમન્સ પ્રીમિયર લીગ : ઓસ્ટ્રેલિયાની બેથ મૂની ગુજરાત જાયન્ટ્સની કેપ્ટનશિપ કરશે

Today Latest news updates, 27 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news update, today breaking news
દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
22:15 (IST) 27 Feb 2023
વુમન્સ પ્રીમિયર લીગ :ઓસ્ટ્રેલિયાની બેથ મૂની ગુજરાત જાયન્ટ્સની કેપ્ટનશિપ કરશે

ઓસ્ટ્રેલિયાની ઓપનર ખેલાડી બેથ મૂનીને ગુજરાત જાયન્ટ્સે પોતાની મહિલા ટીમને કેપ્ટન બનાવી છે. ટી-20 મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 74 રનની ઇનિંગ્સ રમી હતી અને મેન ઓફ ધ મેચ બની હતી. ગુજરાત જાયન્ટ્સે ભારતીય ઓલરાઉન્ડર સ્નેહ રાણાને વાઇસ કેપ્ટન બનાવી છે.

19:11 (IST) 27 Feb 2023
મેઘાલયમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 74.32% મતદાન, નાગાલેન્ડમાં 81.94%

મેઘાલયમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 74.32 ટકા મતદાન. જ્યારે નાગાલેન્ડમાં 5 વાગ્યા સુધીમાં 81.94 ટકા મતદાન થયું છે.

18:03 (IST) 27 Feb 2023
ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ અરબાજ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

Umesh Pal Murder Case: રાજૂ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના સરકારી ગનરની ધોળા દિવસે હત્યા કરનાર એક હિસ્ટ્રીશીટરને પોલીસે સોમવારે ઠાર કર્યો છે. પ્રયાગરાજ પોલીસે દાવો કર્યો છે કે ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ અરબાજ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

17:30 (IST) 27 Feb 2023
મનીષ સિસોદિયાના 4 માર્ચ સુધી રિમાન્ડ મંજૂર

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉજ એવેન્યૂ કોર્ટે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાને 5 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. હવે તે 4 માર્ચ સુધી રિમાન્ડ પર રહેશે. સીબીઆઈ કોર્ટ પાસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેને કોર્ટે સ્વીકાર કર્યો છે.

16:57 (IST) 27 Feb 2023
મેઘાલયમાં 3 વાગ્યા સુધીમાં 63 ટકા, નાગાલેન્ડમાં 73 ટકા મતદાન

મેઘાલયમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 63.91 ટકા મતદાન થયું છે. જ્યારે નાગાલેન્ડમાં 3 વાગ્યા સુધીમાં 72.99 ટકા મતદાન થયું છે.

https://twitter.com/ANI/status/1630149637884506114

13:58 (IST) 27 Feb 2023
મેઘાલયમાં બપોરે 1 વાગ્યા સુધી 44.73% મતદાન, નાગાલેન્ડમાં 57.06% મતદાન

મેઘાલયમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 44.73 ટકા મતદાન નોંધાયું છે. નાગાલેન્ડમાં બપોરે 1 વાગ્યા સુધી 57.06 ટકા મતદાન નોંધાયું છે.

13:44 (IST) 27 Feb 2023
11 વાગ્યા સુધી મેઘાલયમાં 27 ટકા અને નાગાલેન્ડમાં 36 ટકા મતદાન

મેઘાલય અને નાગાલેન્ડમાં ભારે મતદાન જોવા મળી રહ્યું છે. મેઘાલયમાં સવારે 11 વાગ્યા સુધી 26.70 ટકા મતદાન નોંધાયું છે. નાગાલેન્ડમાં સવારે 11 વાગ્યા સુધી 35.76 ટકા મતદાન નોંધાયું છે.

11:21 (IST) 27 Feb 2023
Elections Live Updates: નાગાલેન્ડમાં 9 વાગ્યા સુધી 17.17 ટકા મતદાન થયું

નાગાલેન્ડમાં સવારે 17.17 સુધી મતદાન થયું.નાગાલેન્ડમાં 9 વાગ્યા સુધી 17.17 ટકા મતદાન થયું

https://twitter.com/ANI/status/1630062600640688128?

09:40 (IST) 27 Feb 2023
Congress Planery: PM નરેન્દ્ર મોદી નિશાના પર, રાહુલ ગાંધી એકમાત્ર નેતા – શું 2019ના પડછાયામાં કોંગ્રેસનું રાયપુર સંમેલન સમાપ્ત થયું?

લોકસભા ચૂંટણી 2024ને આડે એક વર્ષ બાકી છે. આ પહેલા રવિવારે મુખ્ય વિપક્ષના કોંગ્રેસ સંમેલનમાં સંકેત આપવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી ફરીથી પાર્ટીનું નેતૃત્વ કરશે. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો એ પાર્ટીની મુખ્ય રણનીતિ હશે. તે જ સમયે, હુમલાની લાઇન પીએમ મોદીની ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથેની કથિત નિકટતા હશે. આ સાથે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે કોંગ્રેસ ફરીથી લોકસભા ચૂંટણી 2019નું કાર્ડ રમવાનો પ્રયાસ કરી રહી છે.

09:34 (IST) 27 Feb 2023
Elections Live Updates: ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને વોટિંગ કરવાની અપીલ કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, નાગાલેન્ડમાં આજે વોટિંગ ચાલી રહ્યું છે. હું નાગાલેન્ડની બહેનો અને ભાઈઓને વિનંતી કરું છું કે તે સુનિશ્ચિત કરે કે જે શાંતિ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેમાં કોઈ અડચણ ન આવે. માત્ર શાંતિ જ નાગાલેન્ડને તેની પ્રગતિ અને વિકાસના મુકામ સુધી લઈ જઈ શકે છે.

https://twitter.com/AmitShah/status/1630020400418791424?

09:20 (IST) 27 Feb 2023
સ્વીટ્સ ક્રેવિંગ: કંટ્રોલ કરવા માટે આ ડાયટ અને ટિપ્સ અજમાવો

sshttps://gujarati.indianexpress.com/lifestyle/sugary-food-cravings-sweet-health-tips-benefits-awareness-ayurvedic-life-style/62913/

08:20 (IST) 27 Feb 2023
વિધાનસભા ચૂંટણીમાં મતદાન શરૂ થતાં જ મેઘાલયના તુરામાં મતદાન મથક પર મતદારોની લાંબી કતારો

https://twitter.com/ANI/status/1630023914691895297?

08:05 (IST) 27 Feb 2023
Gujarat News Updates : અમરેલીમાં મોડી રાત્રે ભૂકંપના આંચકો અનુભવાયો, રહીશોમાં ફફડાટ

દેશ અને વિશ્વમાં ભૂંકપની હારમાળા વચ્ચે ગુજરાતના અમરેલીમાં પણ ધરા ધ્રૂજી હતી. અમરેલીમાં મોડી રાત્રે 1.42 વાગ્યે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની કેન્દ્રબિન્દુ અમરેલીથી 45 કિલોમીટર દૂર નોંધાયું હતું.

08:01 (IST) 27 Feb 2023
Elections Live Updates: નાગાલેન્ડ અને મેઘાલયમાં મતદાન શરૂ, બુથો ઉપર લાંબી લાઇનો

મેઘાલય અને નાગાલેન્ડમાં સોમવારે એટલે કે આજે 27 ફેબ્રુઆરીએ મતદાન થઈ રહ્યું છે. બંને રાજ્યોમાં 60-60 વિધાનસભા બેઠકો છે. પરંતુ બંને રાજ્યોમાં 59-59 બેઠકો પર જ ચૂંટણી થઈ રહી છે. કારણ કે મેઘાલયની સોહ્યોંગ વિધાનસભા બેઠકની ચૂંટણી ઉમેદવારના મૃત્યુને કારણે રદ કરવામાં આવી છે. જ્યારે નાગાલેન્ડમાં ભાજપે 1 સીટ બિનહરીફ જીતી છે.

નાગાલેન્ડમાં 13 લાખ 9 હજાર 651 અને મેઘાલયમાં 21 લાખ 61 હજાર 129 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે નાગાલેન્ડમાં કુલ 13.9 લાખ મતદારોમાંથી 6 લાખ 56 હજાર 35 મહિલાઓ છે. જ્યારે 6 લાખ 53 હજાર 616 પુરૂષ મતદારો છે. એ જ રીતે મેઘાલયમાં 21.61 લાખ મતદારોમાંથી 10 લાખ 92 હજાર 396 મહિલાઓ છે, જ્યારે 10 લાખ 68 હજાર 801 પુરુષો છે.

07:54 (IST) 27 Feb 2023
Gujarat News Updates :ઉનાળાની શરુઆત પહેલા નર્મદાનો વિયર ડેમ છલકાયો

ઉનાળાની શરુઆત થયા પહેલા જ નર્મદાનો વિયર ડેમ છલકાયો, આહલાદક નજારો જોવા પ્રવાસીઓ ઉમટ્યા, નર્મદા નદીમાં પાણીની આવકથી ડેમ ઓવરફ્લો

07:52 (IST) 27 Feb 2023
Gujarat News Updates : સુરત પોલીસનું બિહારમાં દિલધડક ઓપરેશન

સુરત પોલીસ દ્વારા બિહારમાં દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. બિહારથી ફ્લાઇટમાં આવીને એટીએમને ટાર્ગેટ બનાવતા આરોપીની ધરપકડ કરી હતી.

Web Title: Today latest news live updates breaking news 27 february 2023 aaj na taja samachar

Best of Express