today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ ફક્ત અઢી દિવસમાં ખતમ થઇ ગઇ હતી. આઈસીસીએ પણ પિચને ખરાબ ગણાવી હતી. આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું કે અમે ઇન્દોરની પિચની તપાસ કરી અને જાણ્યું કે તે રમવા યોગ્ય ન હતી. આવામાં તેને ખરાબ પિચનો દરજ્જો આપીએ છીએ. આ પિચનું પુરી રીતે મૂલ્યાંકન કર્યા પછી 3 ડિમેરિટ પોઇન્ટ આપ્યા છે. આ રિપોર્ટે બીસીસીઆઈને મોકલવામાં આવ્યો છે. જેની પાસે 14 દિવસનો સમય છે જેની અંદર તે આ નિર્ણય સામે અપીલ કરી શકે છે.
દિલ્હીની તિહાડ જેલમાં બંધ ઠગાઇના આરોપી સુકેશ ચંદ્રશેખરે ફરી એક વખત અરવિંદ કેજરીવાલ અને આપ નેતાઓ પર મોટો આરોપ લગાવ્યો છે. સુકેશ ચંદ્રશેખરે શુક્રવારે લેટર જાહેર કરીને કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને તેના જન્મ દિવસ પર 25 માર્ચ 2017ના રોજ યે દોસ્તી હમ નહીં તોડેંગે ગીત ગાયું હતું. સુકેશ ચંદ્રશેખરે આ લેટરમાં અરવિંદ કેજરીવાલને સૌથી મોટા સ્કૈમર બતાવતા કહ્યું કે પૈસાની લાલચમાં તેમણે દોસ્તીનો સંબંધ તોડી દીધો હતો.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીને છાતીમાં ઈન્ફેક્શન છે અને તેમની હાલત સ્થિર છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને તાવ આવી રહ્યો હતો, ત્યારબાદ ડૉક્ટરની સલાહ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલે સોનિયા ગાંધીના એડમિશન અંગે હેલ્થ બુલેટિન બહાર પાડ્યું હતું. આ બુલેટિન મુજબ ચેસ્ટ મેડિસિન વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. અરૂપ બાસુ અને તેમની ટીમ સોનિયા ગાંધીની સારવાર કરી રહી છે.
IND vs AUS LIVE: ત્રીજા દિવસે અશ્વિને બીજી બોલ વિકેટને આંચકો આપ્યો,સ્ટ્રેલિયાનો સ્કોર 5/1
ભારતની બીજી ઇનિંગ્સનો અડધા રન પૂજારાએ બનાવ્યા છે. જેણે ટીમની 75 -રન લીડની ખાતરી આપી હતી. લિયોનના 64 રન દ્વારા બીજી ઇનિંગ્સમાં ભારતીય ટીમ ઘટાડીને 163 રન થઈ ગઈ હતી. દિવસના રમતના અંત પછી પૂજારાએ 'સ્ટાર સ્પોર્ટ્સ' ને કહ્યું “75 રન હોઈ શકે છે, પરંતુ એક તક છે. જ્યારે આ ટ્રેક પરની વ્યૂહરચના વિશે પૂછવામાં આવ્યું ત્યારે પૂજારાએ કહ્યું, “તમારે આ પિચ પર હુમલો કરવા ઉપરાંત, બંનેનું મિશ્રણ અપનાવવા ઉપરાંત રમવું પડશે.”
મેઘાલય વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોઈ પણ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી. દરમિયાન મેઘાલયના તમામ ભાગોમાં હિંસક ઘટનાઓ જોવા મળી છે. મતોની ગણતરી પછી હિંસાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ જયંતીયા હિલ્સ જિલ્લા વહીવટીતંત્રે સહસાનીઆંગ ગામમાં વધુ આદેશો સુધી કર્ફ્યુ લાદ્યો છે.
ઉનાળાની શરુઆત વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં 4,5,6 માર્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે આગાહી કરી છે.
અમદાવાદ શહેરના 11 વોર્ડમાં પાણીકાપ કરવામાં આવ્યો છે. SG હાઇવે પર આવેલી લાઈનમાં લીકેજનું સમારકામ કરવાના કારણે પાણીકાપનો નિર્ણય લેવાયો છે. થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ, જોધપુરમાં પણ પાણી નહીં આવે. આજ સાંજથી રવિવાર સુધી પાણી કાપ રહેશે.
અમદાવાદમાં પ્રવેશતા પેસેન્જર વાહનો અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રાત્રે 10થી સવારે 8 વાગ્યા સુધી જ અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામાં આવશે.
કમિશન મુદ્દે કંપની સાથે સમાધાન ન થતાં હડતાળ ઉરતવા માટે સીએમજી ડિલર્સે નિર્ણય કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં 250 જેટલા સીએનજી પંપ ધારકો આ હડતાળમાં જોડાશે.