today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
પાકિસ્તાનમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બલૂચિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે પોલીસના વાહનને પાછળથી ટક્કર મારી હતી. આ હુમલામાં નવ પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા જ્યારે 16 ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં થયેલા હુમલા અંગે તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી હુમલાખોર વિશે વધુ કોઈ કડી મળી નથી. હુમલાખોર બાઇક પર સવાર હતો. તેણે પોલીસની ટ્રકને પાછળથી ટક્કર મારી હતી.
કોંગ્રેસે આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું છે. જ્યારથી મનીષ સિસોદિયાની ધરપકડ થઈ છે ત્યારથી દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ AAP અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરી રહ્યા છે. હવે દિલ્હી કોંગ્રેસે જેલમાં બંધ AAP નેતાઓ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના પોસ્ટર રાષ્ટ્રીય કોંગ્રેસ અને દિલ્હીમાં તેની અન્ય ઓફિસોની બહાર લગાવ્યા છે. પોસ્ટરમાં બંને નેતાઓને જેલના સળિયા પાછળ બતાવવામાં આવ્યા છે, જેમાં 'ભ્રષ્ટાચારીઓ દેશદ્રોહી છે'ના નારા લગાવવામાં આવ્યા છે.
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતા હૈદરાબાદમાં ફિલ્મ 'પ્રોજેક્ટ A'નું શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. એક એક્શન સીન દરમિયાન તેની પાંસળીમાં ઈજા થઈ હતી. દુર્ઘટના બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં સારવાર લીધા બાદ અભિનેતા મુંબઈમાં પોતાના ઘરે પરત ફર્યો છે. તેણે પોતાના બ્લોગ પર આ અંગેની માહિતી આપી હતી.
હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું
રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું
જસદણ, લોધીકા પંથકમાં વરસાદને લીધે નુકસાન
ઘઉં, જીરું, એરંડા સહિતના તૈયાર પાકમાં નુકસાન
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ મર્ડર કેસમાં પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. આ હત્યા કેસમાં અન્ય એક આરોપીનું એન્કાઉન્ટર થયું હતું અને તેનું મૃત્યુ થયું હતું. ઉમેશ પાલ પર પ્રથમ ગોળી મારનાર વ્યક્તિનું એન્કાઉન્ટર થયું છે.
દ્વારકાના ખંભાળિયા પાસેના ટોલનાકા પર હોબાળો થયાની ઘટના બની છે. ટોલ ટેક્સ ભરવા અંગે ઘર્ષણ થયા બાદ 15થી વધુ લોકોએ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો. અને કર્મચારીઓને માર માર્યો હતો.
નિકોબાર ટાપુ ક્ષેત્રમાં આજે સવારે 5:07 વાગ્યે 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો