today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ઇડીએ ઇકબાલ મિર્ચી મામલામાં પૂર્વ મંત્રી અને એનસીપીના નેતા પ્રફુલ પટેલની સંપત્તિઓ જપ્ત કરવાની પૃષ્ટી કરી છે. અટેચ કરવામાં આવેલી સંપત્તિમાં પ્રફુલ પટેલ અને તેમના પરિવાર સંબંધિત વર્લીમાં સીજે હાઉસની પ્રમુખ સંપત્તિમાં ચાર માળ સામેલ છે. આદેશ પછી હવે પ્રફુલ પટેલને વર્લીમાં સીજે હાઉસની પ્રમુખ સંપત્તિમાંથી આ ચાર માળને ખાલી કરવા પડશે.
પીએમ મોદીએ કહ્યું કે સંકટના માહોલમાં દેશને જેવી રીતે સંભાળ્યો, આખો દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે. પડકાર વગર જીવન નથી. 140 કરોડ લોકોનું સામર્થ્ય પડકારથી ભરેલું છે. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું, આદિવાસી સમાજમાં ગૌરવની અનુભૂતિ છે.
પ્રધાનમંત્રીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કાલે કેટલાક લોકો ઉછળી રહ્યા હતા. કાલે કેટલાક લોકો બોલી રહ્યા હતા તો આખું ઇકોસિસ્ટમ ઉછળી રહ્યું હતું. કાલે ઉંઘ પણ સારી આવી હશે અને કદાચ આજે તે ઉઠી પણ શક્યા નહીં હોય.
રાજકોટની ગોંડલ ચોકડી નજીક મોટી દુર્ઘટના બની હતી. નવા બ્રિજના કામકાજ દરમિયાન દુર્ઘટના બની હતી. બ્રિજ પરથી ક્રેન નીચે પડી હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
જામનગરને ક્રિકેટનું કાશી કહેવામાં આવે છે.ભારતીય ટીમમાં અનેક ખેલાડીઓ જામનગરની ભૂમિએ આપ્યા છે. સલીમ દુરાની અજય જાડેજા વિનુ માકડ રવિન્દ્ર જાડેજા સહિતના સ્ટાર ખેલાડીઓ જામનગરની ભૂમિ પર ક્રિકેટ રમી અને દેશની ટીમમાં રમ્યા છે. જોકે હવે મહિલાઓ માટે આ વર્ષથી ipl મેચનું બીસીસીઆઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં જામનગરની બે મહિલા ક્રિકેટરને સ્થાન મળ્યું છે જયશ્રી બા જાડેજા અને નેહા ચાવડા ipl રમતી જોવા મળશે.
Budget Session in Parliament Live Updates: મંગળવારે લોકસભામાં અદાણી ગ્રુપ સાથે જોડાયેલા મુદ્દા પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી અને તેમની સરકારને ભીંસમાં લીધી હતી. રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને અદાણી ગ્રુપના ઝડપી વિસ્તરણને લઈને સવાલ કર્યા હતા. બુધવારે સંસદમાં આ મુદ્દે હોબાળો થવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધનનો જવાબ આપશે. આજે તમને આ પેજ પર સંસદના બજેટ સત્રના તમામ મોટા અપડેટ્સ મળશે.
સંસદના બંને ગૃહોમાં આજે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી રહી છે. આજે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ અદાણીથી લઈને હિન્દુ-મુસ્લિમ સુધીના મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 3 વાગ્યાની આસપાસ સંસદમાં બોલી શકે છે.
ભારતીય વાયુસેનાનું ગ્લોબમાસ્ટર C-17 ભારતીય સેનાના 100 અધિકારીઓ સાથે તબીબી સાધનો સાથે સોમવારે ગાઝિયાબાદના હિંડોન એરબેઝથી તુર્કી માટે રવાના થયું હતું.
https://twitter.com/TurkEmbDelhi/status/1622833774013693953?
CBIએ દિલ્હી લિકર પોલિસી કેસમાં તેલંગાણાના સીએમ કેસીઆરની પુત્રીના પૂર્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ કરી છે. આ અંગે માહિતી આપતા સીબીઆઈએ જણાવ્યું કે હૈદરાબાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બુચીબાબુ ગોરંતલાની સીબીઆઈએ દિલ્હીની એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરી હતી, તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કેન્દ્રીય એજન્સીએ માહિતી આપી હતી કે CBIએ હૈદરાબાદ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બુચીબાબુ ગોરંતલાની દિલ્હી એક્સાઇઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત ભૂમિકા અને હૈદરાબાદ સ્થિત જથ્થાબંધ અને છૂટક લાયસન્સધારકો અને તેમના લાભકારી માલિકોને અનુચિત તરફેણ કરવા બદલ ધરપકડ કરી છે.
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં એક પેસેન્જર બસ અને કાર એકબીજા સાથે અથડાયા બાદ ઊંડી કોતરમાં ખાબકતાં 30 જેટલા મુસાફરોના મોત થયા હતા અને અન્ય 15 લોકો ઘાયલ થયા હતા, જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યો હતો. મંગળવારે ખૈબર પખ્તુનખ્વાના કોહિસ્તાન જિલ્લામાં કારાકોરમ હાઇવે પર બંને વાહનો એકબીજા સાથે અથડાયા બાદ કોતરમાં પડી ગયા હતા.
જિયો ન્યૂઝના અહેવાલ મુજબ પેસેન્જર બસ ગિલગિટથી રાવલપિંડી જઈ રહી હતી ત્યારે પ્રાંતના શિતલ વિસ્તારમાં સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને બચાવ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘાયલોને અને મૃતદેહોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
ભારતીય સેના પણ તુર્કીની મદદ માટે આગળ આવી છે. આગ્રા સ્થિત આર્મી ફિલ્ડ હોસ્પિટલે 89 સભ્યોની મેડિકલ ટીમ તુર્કી મોકલી છે. આ ટીમમાં ઓર્થોપેડિક સર્જિકલ ટીમ, જનરલ સર્જિકલ સ્પેશિયાલિસ્ટ ટીમ, મેડિકલ સ્પેશિયાલિસ્ટ ટીમ સહિત ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ટીમનો સમાવેશ થાય છે. ટીમો તુર્કીમાં અત્યાધુનિક 30 બેડની હોસ્પિટલ સ્થાપશે. ટીમો એક્સ-રે મશીન, વેન્ટિલેટર, ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, કાર્ડિયાક મોનિટર અને સંબંધિત સાધનોથી સજ્જ છે.
અમદાવાદમાં U 20ની મિટિંગનું 9 ફેબ્રુઆરીએ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 'એક પૃથ્વી એક કુટુંબ એક ભવિષ્ય'ની થીમ રાખવામાં આવી છે. પ્લેનરી સેશનમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે.
દ્વારકાઃ ઓખાના દરિયમાં ફિશિંગ બોટમાં ભીષણ આગ લાગી હતી. જોકે, મધદરિયે બોટમાં આગ લાગતા અન્ય બોટો દ્વારા 7 જેટલા ખલાસિઓને બચાવી લીધા હતા.