today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
રાજકોટમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી ઉજવણી
પરિવાર સાથે વિજય રૂપાણીએ કરી ઉત્તરાયણની ઉજવણી

જલંધરઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંતોખ સિંહ ચૌધરીને શ્રદ્ધાંજલિ આપી અને સંતોખ સિંહ ચૌધરીના પરિવારજનો સાથે મુલાકાત કરી.
Delhi Police Special Cell Raid: રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં ગઈકાલે રાત્રે દરોડા દરમિયાન, દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે ભાલ્સવા ડેરીના એક ઘરમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હતો. આ દરમિયાન પોલીસે બે શકમંદોની ધરપકડ પણ કરી છે. બંને શકમંદ નૌશાદ અને જગજીત સિંહની જહાંગીરપુરીના ફ્લેટમાંથી UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમની સૂચના પર ભાલસ્વા ડેરી પર દરોડો પાડીને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.
ટીવીની પ્રખ્યાત સિરિયલોમાંની એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. સિરિયલમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા સુનીલ હોલકરનું નિધન થયું છે. તેણે ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું અને પોતાના શાનદાર અભિનયથી બધાનું મનોરંજન કર્યું પરંતુ હવે તે આપણી વચ્ચે નથી.
સુનીલ માત્ર 40 વર્ષના હતા. તેના પરિવારમાં તેની માતા, પિતા, પત્ની અને બે બાળકો છે. રિપોર્ટ્સ અનુસાર સુનીલ છેલ્લા કેટલાક દિવસોથી લિવર સોરાયસિસથી પીડિત હતા. તે ડોક્ટરો પાસેથી સારવાર પણ લઈ રહ્યા હતા. પરંતુ શુક્રવારે 13 જાન્યુઆરીએ તેનું મૃત્યુ થયું હતું.
અમિત શાહે જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી
મુખ્યમંત્રીએ દરીયાપુરમાં ઉત્તરાયણ ઉજવી
વિજય રુપાણીએ રાજકોટમાં ઉત્તરાયણ ઉજવી
સી.આર.પાટીલે ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી
દિલ્હીમાં ઘણા સમયથી રાજ્ય સરકાર અને એલજી વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ઘર્ષણ ચાલી રહ્યું છે. આ ઝઘડાની વચ્ચે શુક્રવારે દિલ્હીના એલજી વીકે સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત થઈ હતી. બેઠકનો ઉદ્દેશ્ય રાજ નિવાસ અને AAP સરકાર વચ્ચે ચાલી રહેલા “વહીવટી” સંઘર્ષ અંગે ચર્ચા કરવાનો હતો.
હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આજે સવારે 5.17 વાગ્યે ધરમશાલાથી 33 કિમી પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 હતી.
પંજાબઃ કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું શનિવારે નિધન થયું છે. ભારત જોડો યાત્રા દરમિયાન તબિયત બગડતાં સંતોખને લુધિયાણાની એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ ચૌધરીના નિધનની માહિતી આપતા પંજાબના સીએમ ભગવંત માને ટ્વિટ કર્યું હતું.