scorecardresearch
Live

Today News Live Updates: માયાવતીએ અતીક અહમદની પત્નીની ટિકિટ કાપી, કહ્યું – તેમના પરિવારના કોઇ સભ્યને ઉમેદવાર નહીં બનાવીએ

Today Latest news updates, 10 april : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news updates, latest news updates, today breaking news
ગુજરાત, દેશ, વિદેશ સહિતના તમામ સમાચારોની લાઇવ અપડેટ્સ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
17:52 (IST) 10 Apr 2023
માયાવતીએ અતીક અહમદની પત્નીની ટિકિટ કાપી, કહ્યું – તેમના પરિવારના કોઇ સભ્યને ઉમેદવાર નહીં બનાવીએ

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ રાજ્યમાં નગર નિગમ ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કર્યું છે. આ દરમિયાન તેમણે ગેંગસ્ટર અતીક અહમદની પત્નીની ટિકિટ કાપવાની પણ જાહેરાત કરી છે. માયાવતીએ કહ્યું કે બીએસપી અતિકની પત્ની કે તેમના પરિવારના કોઇ સભ્યને ઉમેદવાર બનાવશે નહીં.

13:54 (IST) 10 Apr 2023
Gujarat News latest updates : અમદાવાદની VS હોસ્પિટલમાં દુર્ઘટના સર્જાઈ

અમદાવાદમાં આવેલી વીએસ હોસ્પિટલમાં દુર્ઘટના સર્જાઈ હતી. ઓર્થોપેડિક વિભાગના રૂમની છત તૂટી જતાં દુર્ઘટના સર્જાઈ. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

10:22 (IST) 10 Apr 2023
મહારાષ્ટ્રના અકોલામાં દુર્ઘટના, મંદિરનો પતરાનો શેડ પડવાથી 7 લોકોના મોત, 30 વધારે ઘાયલ

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના બાલાપુર તાલુકાના પારસ ગામમાં રવિવાર સાંજે એક દુર્ઘટના ઘટી હતી. ભારે વરસાદ અને તેજ પવનના કારણે એક મંદિરનો પતરાના સેડ પર લિંમડાનું ઝાડ પડ્યું હતું. જેના કારણે મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 30 વધારે લોકો ઘાયલ થયા હતા.

10:05 (IST) 10 Apr 2023
જમશેદપુરમાં આગચંપી અને પથ્થરમારા બાદ કલમ 144 લાગુ, ધાર્મિક ઝંડાના અપમાન ભડકી હિંસા

ઝારખંડમાં જમશેદપુરના શાસ્ત્રીનગરમાં ધાર્મિક ઝંડાના અપમાનને લઇને બે જૂથો વચ્ચે થયેલા વિવાદ બાદ વિસ્તારમાં 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઇંટ પથ્થરબાજી અને આગચંપીની ઘટના થઇ છે. ત્યારબાદ વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી હતી. આ દરમિયાન હિંસક ભીડે ખુબજ ઉત્પાત મચાવ્યો હતો.

07:53 (IST) 10 Apr 2023
Gujarat News updates: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતી કાલે મંગળવારથી ત્રણ દિવસની માવઠાની આગાહી કરવામાં આવી છે. જોકે, આજે સોમવારે કેટલાક શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેશે.

07:50 (IST) 10 Apr 2023
Gujarat News updates: કચ્છમાં યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં રૂપિયાનો વરસાદ

કચ્છના રાપરમાં ગીતા રબારીનો લોકડાયરો યોજાયો હતો. જેમાં લોક ગીતોની રમઝટ બોલાતા લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

07:49 (IST) 10 Apr 2023
Gujarat News updates: પોરબંદરમાં આજથી 3 દિવસ પાણી કાપ

પોરબંદરમાં આજથી ત્રણ દિવસ માટે પાણી કાપ રહેશે. નર્મદા પાઇપલાઇન એનસી-38 ધોરાજી પાસે લીકેજનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી 10થી 12 એપ્રિલ સુધી પોરબંદરમાં પાણી કાપ રહેશે.

07:45 (IST) 10 Apr 2023
Gujarat News updates: અમદાવાદમાં જુગારધામ ઝડપાયું

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બંધ બંગાલામાંથી જુગારધામ પકડાયું હતું. પોલીસ રેડ દરમિયાન 4.56 લાખના મુદ્દામાલ સાથે 13 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Web Title: Today live updates breaking news latest news 10 april 2023 aaj na taja samachar

Best of Express