scorecardresearch
Live

Today News Live Updates: અતીક અહમદ-અશરફને મારનાર ત્રણેય શૂટર્સને પ્રતાપગઢ જેલ શિફ્ટ કરાયા, સુરક્ષા કારણોસર નિર્ણય કર્યો

Today Latest news updates, 10 april : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news updates, latest news updates, today breaking news
ગુજરાત, દેશ, વિદેશ સહિતના તમામ સમાચારોની લાઇવ અપડેટ્સ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
22:41 (IST) 17 Apr 2023
ભાજપે જાહેર કરી 10 ઉમેદવારોની ત્રીજી યાદી, જગદીશ શેટ્ટારની સીટ પર લડશે મહેશ તેંગિંકઇ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સોમવારે પોતાના 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ભાજપે કર્ણાટકના મહાસચિવ મહેશ તેંગિંકઇને પાર્ટી છોડીને ગયેલા પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારના સ્થાને મેદાનમાં ઉતાર્યા છે. કર્ણાટકની બહુચર્ચિત હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટથી પહેલા જગદીશ શેટ્ટાર ભાજપનું પ્રતિનિધિત્વ કરતા હતા.

https://twitter.com/BJP4India/status/1647949431214592000

17:31 (IST) 17 Apr 2023
અતીક અહમદ-અશરફને મારનાર ત્રણેય શૂટર્સને પ્રતાપગઢ જેલ શિફ્ટ કરાયા, સુરક્ષા કારણોસર નિર્ણય કર્યો

માફિયા ડોન અતીક અહમદ અને તેના ભાઇ અશરફને મારનાર ત્રણેય શૂટર્સ લવલેશ, અરુણ અને સન્નીને પ્રયાગરાજની નૈની જેલથી પ્રતાપગઢ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે અતીક અહમદના હત્યારા પર હુમલાના ઇનપુટ હતા. જેથી ત્રણેયને પ્રતાપગઢ જેલશિફ્ટ કરવામાં આવ્યા છે.

13:55 (IST) 17 Apr 2023
બે સીટ કરશે અતીક અને અશરફ હત્યા કેસની તપા, એડીજી સહિત સીનિયર અધિકારી હશે ટીમમાં

માફિયા અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ અહેમદની હત્યાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ કરશે. ઉત્તર પ્રદેશના ડીજીપી આર કે વિશ્વકર્માએ આ મામલે બે એસઆઈટી ગઠિત કરવામાં આવી છે. આ પહેલા એસઆઈટીને પ્રયાગરાજ ઝોનના એડીજી ભાનુશંકર સીટ કરશે. જેમાં પ્રયાગરાજના પોલીસ કમિશ્નર અને એફએસએલના કમિશ્નર પણ સામેલ હશે. બીજી એસઆઇટીને અપલ પોલીસ ઉપાયુક્ત ક્રાઇમ સતીશ ચંદ્ર હેડ કરશે. ટીમમાં એસીપી સતેન્દ્ર તિવારી અને ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર ઓમ પ્રકાશ સિંહનો સમાવેશ થયો છે.

13:47 (IST) 17 Apr 2023
પંજાબમાં હુમલાખોરોએ ભાજપ નેતાને ગોળી મારી

પંજાબના અમૃતસરમાં ભાજપના નેતા બલવિંદર ગિલ ઉપર રવિવારે મોડી રાત્રે જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરોએ તેમના ઘરની બહાર જ તેમને ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. ભાજપ એસસી મોર્ચાના મહાસચિવ ગિડ જંડિયાલા ગુરુના જ્યોતિસર સ્થિત પોતાના ઘરમાં હતા. ત્યારે બાઇક ઉપર આવેલા બે યુવકોએ તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું.

11:20 (IST) 17 Apr 2023
Gujarat News Latest Updates: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે નવસારીની મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નવસારીની મુલાકાતે છે, ટાઇટલ ડેમ, ધમડાછામાં નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરશે

07:48 (IST) 17 Apr 2023
અતીક અહેમદ હત્યાકાંડઃ અતીક અને અશરફને કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવાયા, બંને પુત્રો રહ્યા હાજર

માફિયા ડોન અતીક અહેમદ અને અશરફ અહેમદને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. છેલ્લીઘડીએ અતીક અહેમદના બંને પુત્રો કસારી મસારી કબ્રસ્તાન પહોંચ્યા હતા. તંત્રએ બંનેને કબ્રસ્તાન મોકલવાનો નિર્દેશ કર્યોહતો. અહઝામ અને અબાનને કબ્રસ્તાન લાવવામાં આવ્યા હતા. જ્યાં બંને પુત્રોએ પોતાના પિતાને અંતિમ વખત માટી આપી હતી.

Web Title: Today live updates breaking news latest news 17 april 2023 aaj na taja samachar

Best of Express