today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
અમદાવાદમાં વાતાવરણમાં મોડી સાંજે અચાનક જ પલટો આવ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ શરૂ વરસ્યો હતો. પવન સાથે વરસાદ શરૂ થયો હતો. એકાએક ઝડપભેર પવન ફુંકાયો હતો અને ધુળની ડમરીઓ ઊડવા લાગી હતી. આશ્રમ રોડ, રાણીપ, વાડજ, સાબરમતી, બાપુનગર, મણીનગર, કુબેરનગર, બોપલ, ઘુમા, મકરબા, નારોલમાં વરસાદ પડ્યો હતો.
અમૃતપાલ સિંહની પંજાબ પોલીસ હજુ સુધી ધરપકડ કરી શકી નથી. અમૃતપાલની ઘણા રાજ્યોમાં શોધ ચાલી રહી છે. આ દરમિયાન હરિયાણામાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. જેને કથિત રીતે કટ્ટર અલગાવવાદી અમૃતપાલ સિંહ અને તેના સહયોગી પપલપ્રીત સિંહને કુરક્ષેત્ર જિલ્લામાં પોતાના ઘરમાં શરણ આપી હતી. મહિલા બલજીત કૌરને પંજાબ પોલીસને સોંપી દેવામાં આવી છે.
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન કર્ણાટકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આપેલા … મોદી સરનેમ વાળા નિવેદનને લઇને માનહાનિના એક કેસમાં ગુજરાતના સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષી જાહેર કર્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુનાહિત માનહાનિ કેસમાં ચૂકાદા સમયે કોર્ટમાં રજૂ થયા હતા. સુરત કોર્ટે શુક્રવારે બંને પક્ષોને સાંભળીને નિર્ણય આપવાની તારીખ 23 માર્ચ નક્કી કરવામાં આવી હતી.
31 માર્ચ 2023એ પૂરી થતીં આધાર અને પાન કાર્ડ લિંકની તારીખને વધારવામાં આવી છે. નવા પરિપત્ર પ્રમાણે આ તારીખ 31 એપ્રિલ 2024 કરવામાં આવી છે.
દુબઇ-મુંબઇ ઇન્ડિગો ફ્લાઇટમાં સવાર બે યાત્રીઓએ નશાની હાલતમાં ચાલક દળ અને સાથી યાત્રીઓને કથિત રૂપથી ગાળો આપી હતી. જેના પગલે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે બુધવારે ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથધરી હતી.
27 માર્ચથી 1 એપ્રિલ સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે
અનાજથી હરાજી બંધ રહેશે, 3 દિવસ બાદ હરાજી શરૂ થશે
24 માર્ચ શુક્રવારે સાંજથી જણસીની આવક બંધ કરાશે
ગુજરાતમાં હજી બે દિવસ માવઠાની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજનો દિવસ ભારે
જામનગર, અમરેલી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી