today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ થયા પછી કોંગ્રેસ પાર્ટી તરફથી સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું આ આ મામલે નિવેદન આવ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું, દરેક કિંમત ચુકવવા તૈયાર છું – રાહુલ ગાંધી
સુરતની ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં દોષિત જાહેર કરીને બે વર્ષની સજા ફટકારી હતી. જેના પગલે રાહુલ ગાંધીનું લોકસભાનું સંસદ સભ્ય રદ થયું હતું.
બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર પ્રદીપ સરકારનું 67 વર્ષની વયે નિધન થયું. તેઓ પરિણીતા, હેલિકોપ્ટર ઇલા અને મર્દાની જેવી ફિલ્મો જાણિતા છે.
વિશ્વ બેન્કના અધ્યક્ષ પદ માટે નામિત અજય બંગાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ બંગા રાજધાની દિલ્હીમાં ક્વોરંટીન થયા છે. અજય બંગા આફ્રિકાથી ત્રણ સપ્તાહ માટે પોતાના વૈશ્વિક ભ્રમણની શરુઆત કરી હતી. નવી દિલ્હીમાં તેમનો પ્રવાસ પુરો થવાનો હતો. દિલ્હીમાં અજય બંગા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરનારા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની ડિસ્ટ્રિક્ટ કર્ટે બે વર્ષની સજા ફટકારી છે. જોકે સજા બાદ રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે પરંતુ આમ મુદ્દા પર રાજનીતિ પણ થઇ રહી છે. કોંગ્રેસ આ મુદ્દા પર મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપે રાહુલ ગાંધીના નિવેદનને ઓબીસી સમાજનું અપમાન ગણાવ્યું હતું. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ એક પછી એક ચાર ટ્વીટ કરી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. તેઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં દેશના પહેલા પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપવેની આધારશિલા રાખશે. આ માટે જનતાની સુવિધાઓને વધારવા માટે 1780 કરોડ રૂપિયાના ખર્ચે 28 પ્રોજેક્ટોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સાથે જ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના મેદાનમાં પણ જનસભાને સંબોધીત કરશે.