scorecardresearch
Live

Today News Live Updates: બીએસ યેદીયુરપ્પાના ઘર પર પત્થરમારો, કર્ણાટક સરકારના અનામતના નિર્ણયને લઇને લોકો કરી રહ્યા હતા પ્રદર્શન

Today Latest news updates, 27 march : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news, breaking news, latest news updates
આજના તાજા સમાચાર, ફાઇલ તસવીર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
17:45 (IST) 27 Mar 2023
બીએસ યેદીયુરપ્પાના ઘર પર પત્થરમારો, કર્ણાટક સરકારના અનામતના નિર્ણયને લઇને કરી રહ્યા હતા પ્રદર્શન

અનામતના મુદ્દા પર કર્ણાટક સરકારના નિર્ણયને લઇને વણઝારા સમુદાય ગુસ્સામાં છે. તેના કારણે શિવમોગ્ગામાં સેંકડોની સંખ્યામાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યમાં ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદીયુરપ્પાના ઘર અને કાર્યાલય બહાર પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન તેમના ઘર પર પત્થર પણ ફેંકવામાં આવ્યા હતા. પ્રદર્શન કરી રહેલા લોકો વણઝારા સમુદાયના છે, જે હાલમાં જ કર્ણાટક સરકાર દ્વારા અનુસૂચિત જાતિ માટે અનામત પર લાવવામાં આવેલા નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

12:21 (IST) 27 Mar 2023
parliament budget session : હંગામા વચ્ચે લોકસભાની કાર્યવાહી ચાર વાગ્યા સુધી સ્થગિત, કાળા કપડામાં વિજય ચોક સુધી વિપક્ષી દળોની માર્ચ

કોંગ્રેસ સાંસદો તરફથી કરવામાં આવેલા ભારે હંગામા બાદ લોકસભાની કાર્યવાહી ચાર વાગ્યા સુધી અને રાજ્યસભાની બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગત સપ્તાહે લોકસભામાં સભ્યપદ રદ્દ થયા બાદ કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ વધી ગઈ હતી. આ વચ્ચે સોમવારે 27 માર્ચે સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો સવારે 11 વાગ્યાથી ફરીથી શરુ થયો હતો.

11:42 (IST) 27 Mar 2023
બીહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ બન્યા પિતા, નવરાત્રીમાં થયો પુત્રીનો જન્મ

રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના ઘરે ખુશીઓ આવી છે. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક પુત્રીના પિતા બન્યા છે. તેમની પત્ની રાજશ્રી યાદવે પુત્રીને જન્મ આપ્યો છે. તેજસ્વી યાદવે પુત્રીને જન્મ આપ્યા બાદની તસવીર શેર કરતા લખ્યું છે કે ઘરે લક્ષ્મીનું આગમન થયું છે. તેજસ્વી યાદવના ફોટો થકી સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

11:37 (IST) 27 Mar 2023
“કાંતો ઇમરાન ખાનની હત્યા થશે અથવા….” પાકિસ્તાનના ગૃહમંત્રીએ ચોંકાવનારો દાવો કર્યો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ અને સત્તારુઢ દળ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. પાકિસ્તાનના ગૃહમંત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેમાં ઇમરાન ખાનના સમર્થકમાં ખુબ જ રોષ ફેલાયો છે. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું હતું કે ઇમરાન ખાન રાજનીતિને એ સ્તર પર લઇ ગયા છે કે જ્યાં મેની હત્યા થઇ શકે છે. અથવા તા અમારી… બીજી તરફ પીટીઆઈના નેતાએ કહ્યું કે ઇમરાન ખાનની જિંદગી માટે ગઠબંધન સકરાર ખતરો છે.

10:58 (IST) 27 Mar 2023
Gujarat latest news : ગુજરાત-રાજસ્થાન વચ્ચે વંદે ભારત ટ્રેનને ટ્રાયલ માટે ચલાવાઈ

ઉત્તર ગુજરાતના પાલનપુરથી રાજસ્થાનના અજમેર વચ્ચે વંદે ભારત ટ્રેન ચલાવવા માટે તેનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. આ સમયે આખી ટ્રેન ખાલી હતી.

08:19 (IST) 27 Mar 2023
Gujarat News Latest Updates: ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે બે દિવસ ભારે

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી કરી છે. આગામી 29 અને 30 માર્ચે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દિવસ પ્રમાણે જોઈએ તો 29 માર્ચે દ્વારકા, જામનગર, કચ્છમાં માવઠું પડી શકે છે. જ્યારે 30 માર્ચે બનાસકાંછા, સાબરકાંઠા, પોરબંદર, અમરેલી, જૂનાગઠમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ તાપમાનમાં વધારો થશે. 3થી 4 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે.

08:11 (IST) 27 Mar 2023
Gujarat News Latest Updates: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દરિયાઇ સુરક્ષાની સમીક્ષા કરશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દરિયાકાંઠે ડિમોલિશન બાદ દરિયાઇ સુરક્ષાની સમીક્ષા કરશે.

CM કરશે દરિયાઈ સુરક્ષાની સમીક્ષા

08:09 (IST) 27 Mar 2023
Gujarat News Latest Updates: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, 12 વાગ્યે શરુ થશે કાર્યવાહી

આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની કાર્યવાહી શરૂ થશે. આ બજેટ સત્રમાં પેન્શન સહિતના નિવૃત્તિ લાભો પર પ્રશ્નોત્તરી થશે. કર વસૂલાત ખર્ચ, વીજળી પરિયોજના અંગે ચર્ચા થશે.

08:07 (IST) 27 Mar 2023
Gujarat News Latest Updates: અમદાવાદઃ આજે છ કલાક માટે અટલ બ્રિજ બંધ રહેશે

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો અટલ બ્રિઝ આજે 27 એપ્રીલ 2023ના રોજ છ કલાક માટે બંધ રહેશે. ઈ-20ના આયોજનના ભાગ રૂપે સમિટના તમામ અતિથિ અટલ બ્રિજની મુલાકાત લેવાના હોવાથી બપોરે 3 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અટલ બ્રિજ જાહેર જનતા માટે બંધ રહેશે.

08:04 (IST) 27 Mar 2023
Gujarat News Latest Updates: માર્ચ એન્ડિંગના કારણે ઊંઝા એપીએમસી આજથી બે એપ્રિલ સધી બંધ

માર્ચ એન્ડિંગના કારણે ઊંઝા માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા હિસાબ કરવા માટે બે એપ્રિલ સુધી એપીએમસીમાં હરાજી બંધ કરાવાનો નિર્ણય કર્યો છે.

08:02 (IST) 27 Mar 2023
Gujarat News Latest Updates: IPL શરુ થયા પહેલા PCB સક્રિય, રેડ પાડી ચાર આરોપીઓને પકડ્યા

આઇપીએલ શરુ થયા પહેલા પીસીબી હરકતમાં આવી ગયું છે. પીસીબી દ્વારા દૂધેશ્વર ઓફિસમાં રેડ પાડીને ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. જ્યાંથી 1800 કરોડથી વધુના રોકડ વ્યવહાર મળી આવ્યા છે. ઇન્ટરનેશનલ એકાઉન્ટથી આ વ્યવહારોનું મેનેજમેન્ટ કરતા હતા.

08:00 (IST) 27 Mar 2023
Gujarat latest News : મોરબીમાં કૂવો ગાળતા ત્રણ શ્રમિકોના મોત

મોરબીમાં કૂવો ગાળતા સમયે દટાઈ જવાના કારણે ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે. વાંકાનેરના કોટડા નાયાણી ગામમાં દુર્ઘટના બનતા ગામમાં શોક ફેલાયો

Web Title: Today live updates breaking news latest news 27 march 2023 aaj na taja samachar

Best of Express