today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
રાહુલ ગાંધીને લોકસભા સાંસદના રૂપમાં ઉતાવળમાં અયોગ્ય ઠેરવવાના નિર્ણય સામે કોંગ્રેસ પાર્ટી સતત પોતાનો વિરોધ નોંધાવી રહી છે. આ દરમિયાન મનીષ તિવારીએ પાર્ટી નેતૃત્વને સલાહ આપી હતી કે સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવવો જોઈએ. મનીષ તિવારીએ આ માટે ડ્રાફ્ટ પાર્ટી નેતૃત્વને આપ્યો હતો. જોકે હવે સૂત્રોનું કહેવું છે કે પાર્ટીએ તેને આગળ વધારવાનો નિર્ણય કર્યો નથી. કારણ કે નેતૃત્વ નિશ્ચિત નથી કે અન્ય વિપક્ષી દળો સાથે આવશે કે નહીં. વિપક્ષી દળોએ આ પ્રકારના પગલાંને લઇને રસ બતાવ્યો નથી. કોંગ્રેસ પાર્ટી એવું કશુંક કરવા માંગતી નથી જેનાથી વિપક્ષી ગઠબંધનમાં કોઇ પ્રકારના મતભેદ થાય.
લક્ષ્યદ્વીપના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી નેતા મોહમ્મદ ફૈઝલને મોટી રાહત મળી છે. લોકસભા સચિવાલયે મોહમ્મદ ફૈઝલની લોકસભા સદસ્યતા યથાવત રાખી છે. બુધવારે મોહમ્મદ ફૈઝલની સદસ્યતા યથાવત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 10 મેના દિવસે યોજાશે જ્યારે 13 મેના રોજ પરિણામ જાહેર થશે. અત્યારની વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ પૂર્ણ થશે.
ઉમેશ પાલ અપહરણ મામલે મંગળવારે માફિયા ડોન અતીક અહમદને ઉમરકેદની સજા ફટકારવામાં આવી હતી. પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે 17 વર્ષ બાદ આ મામલે ચૂકાદો આપ્યો હતો. સોમવારે અતીકને પ્રયાગરાજ લઇ જવાયો હતો હવે ઉમર કેદની સજા મળ્યા બાદ ફરીથી તેને ગુજરાતની સાબરમતી જેલ લઇ જવામાં આવી રહ્યો છે.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત આજે બુધવારે કરવામાં આવશે. ચૂંટણી પંચ આજે 11.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખો જાહેર કરશે. કર્ણાટક વિધાસભાનો અત્યારનો કાર્યકાળ 24 મે 2023ના રોજ સમાપ્ત થશે.
સુરતના માંગરોળમાં આવેલી નવાપરા જીઆઇડીસીની એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. પેપર ટ્યૂબ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા છ જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.
જામનગરના દરેડ ગામમાં રસોઈ બનાવતી વખતે ઘરમાં આગ લાગી હતી. જેના પગલે ચાર બાળકો સહિત માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. તમામને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગેસની નળી નીકળી જતાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગે આગામી 30 માર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠાની આગાહી કરી છે. 30 માર્ચે સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, મહેસાણા અને રાજકોટમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી છે.
ગુજરાત વિધાનસભામાં જંગી બહુમતી બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર બની હતી. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે. સાંજે ચાર કલાકે નર્મદા હોલ ખાતે ઉજવણી કરવામાં આવશે. મંત્રી મંડળ સહિત ભાજપના નેતાઓ હાજર રહેશે.