Today News Live Updates, 29 December 2023 : આજે શુક્રવાર છે. ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો..
દિવસભરના ન્યૂઝ અપડેટ્સ
- Artificial Intelligence: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ જીવનનો અભિન્ન અંગ બની જશે; 2024માં ટેકનોલોજી ક્યા – કેવી અસર કરશે
Artificial Intelligence Technology In 2024: નવા વર્ષ 2024માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા જીવનમાં વધુ પગપસેરો જશે. તે સ્માર્ટફોનથી લઈને લેપટોપ સુધીની દરેક ચીજનો અભિન્ન અંગ બની શકે છે, અને તેનો ઉપયોગ યુઝર્સની ચોક્કસ જરૂરિયાતો અનુસાર વેબસાઈટથી લઈને ગેજેટ્સ સુધીની દરેક બાબતને પર્સનલાઇઝ કરવા હેતુ કરવામાં આવશે. વધુ વાંચો
- Ayodhya Airport : પીએમ નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, દેખાય છે આવું ભવ્ય
Ayodhya Airport : અયોધ્યા શહેરથી 15 કિલોમીટર દૂર સ્થિત આ એરપોર્ટનો પ્રથમ તબક્કો 1,450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ એરપોર્ટનું આર્કિટેક્ચર અને ડિઝાઇન ખૂબ જ ખાસ છે. તે સંપૂર્ણપણે શ્રી રામના જીવનથી પ્રેરિત છે. વધુ વાંચો
- ULFA Assam Peace Accord : અસામની ઉલ્ફા સમજુતી શું છે? મોદી સરકારની શાંતિ સમજુતી પછી કેવી રીતે આવશે ઉગ્રવાદનો અંત
ULFA Assam Peace Accord : ભારત સરકાર, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસામ (ULFA) અને અસામ સરકાર વચ્ચે ત્રિપક્ષીય શાંતિ સમજુતી પર શુક્રવારે હસ્તાક્ષર થયા. વધુ વાંચો
- Share Market Return In 2023: સેન્સેક્સ – નિફ્ટીની તુલનાએ મિડકેપ – સ્મોલકેપમાં બમણો ઉછાળો, જાણો રોકાણકારોની સંપત્તિ કેટલી વધી
Sensex Nifty Return In 2023 And BSE Market Cap: વર્ષ 2023માં શેરબજારની ઐતિહાસિક તેજી સાથે સેન્સેક્સ – નિફ્ટીએ ડબલ ડિજિટ રિટર્ન આપ્યું છે. તો મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 45 ટકા સુધી ઉછળ્યા છે. આ સાથે શેરબજારમાં રોકાણકારોને જંગી કમાણી થઇ છે. વધુ વાંચો
- વડોદરા : વાઘોડિયા બનશે નવી નગરપાલિકા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વાઘોડિયા, માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતો વડોદરા મહાનગરપાલિકાના વિકસિત ગણાતા વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે. એટલું જ નહીં આ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા ઉદ્યોગો, GIDC અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની આ ગતિને ધ્યાને લઈને શહેરી વિકાસ વિભાગ દ્વારા વાઘોડિયાને નગરપાલિકા બનાવવા કરેલી દરખાસ્તને અનુમોદન આપ્યું છે.
- Loksabha Elections 2024 : સીટ વહેંચણી પર INDIA ગઠબંધન નેતાઓ સાથે વાતચીતની તારીખ આવી ગઈ, જાણો શું છે કોંગ્રેસનો પ્લાન
Loksabha Elections 2024 : કોંગ્રેસ પાર્ટીનો દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી સાથે પેંચ ફસાઇ શકે છે. બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટી સત્તા પર છે. દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર પ્રહાર કરતા રહે છે અને તમામ સીટો પર ચૂંટણી લડવાનો દાવો કરી રહ્યા છે. વધુ વાંચો
- ભારતમાં ઝડપથી વધી રહ્યો છે કોરોના વાયરસ 24 કલાકમાં 797 નવા કેસ, 5ના મોત
દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ -19ના 797 નવા કેસો સામે આવી રહ્યા છે. જોકે દર્દીઓની સંખ્યા 4091 નોંધવામાં આવી છે. આ વર્ષમાં મે મહિના બાદ આ પહેલો દિવસ છે જ્યારે કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે.
- કેનેડામાં લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખના પુત્રના ઘરે ફાયરિંગ, અગાઉ પણ મળી હતી ધમકી
કેનેડાના સરેમાં બુધવારે સવારે કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના પુત્રના ઘરે ગોળીબાર કર્યો હતો. જોકે આમાં કોઈને ઈજા થઈ નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ગોળીબાર સરેમાં 80 મી એવન્યુના 14900 બ્લોકમાં એક નિવાસસ્થાને થયો હતો. સરે પોલીસના મીડિયા રિલેશન ઓફિસર કોન્સ્ટેબલ પરમબીર કાહલોનના જણાવ્યા અનુસાર, ઘરમાં ઘણી જગ્યાએ ગોળીઓના છિદ્રોના નિશાન હતા. આ ઘટનાથી સ્થાનિક ભારતીયોમાં રોષ ફેલાયો છે. વધુ વાંચો
- IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, 1.42 લાખ રૂપિયા સુધી મળશે પગાર, ફટાફટ કરો અરજી
IB Recruitment 2023, Government jobs, Sarkari Nokri, Recruitment : ઇન્ટેલિજન્સ બ્યુરોના નોટિફિકેશન પ્રમાણે કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનની શાખાઓમાં સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી ગ્રેડ – II / ટેકનિકલની કુલ 226 જગ્યાઓ ભરવાની છે. વધુ વાંચો
- શું એલોન મસ્કની ટેસ્લા કંપની ગુજરાતમાં આવી રહી? મંત્રીએ કહ્યું – ‘આશા છે, ટૂંક સમયમાં કરાશે જાહેરાત’
Tesla company will come Gujarat : ટેસ્લા કંપની ગુજરાતમાં આવી શકે છે, એલોન મસ્ક (Elon Musk) ની ઈચ્છા ગુજરાતમાં રોકાણ (Investment in Gujarat) કરવાની છે, સરકારે કહ્યું – અમે આશાવાદી છીએ, ટુંક સમયમાં જાહેરાત થઈ શકે છે. વધુ વાંચો
- ગુજરાતમાં ફરી કોરોનાની દહેશત, રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા
ગુજરાતમાં ફરીથી કોરોના વાયરસની દહેશત જોવા મળી રહી છે.રાજ્યમાં કોરોના વાયરસના નવા 14 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 10 કેસ નોંધાયા છે.
- લાલન સિંહના રાજીનામાના સમાચાર વચ્ચે આજે JDUની મહત્વની બેઠક, શું નીતિશ સંભાળશે પાર્ટીની કમાન?
શુક્રવારે નેશનલ એક્ઝિક્યુટિવ અને નેશનલ કાઉન્સિલની બેઠક પહેલા સીએમ નીતિશ કુમારે મીડિયાને કહ્યું, “ચિંતા કરશો નહીં, બધું સામાન્ય છે.” વર્ષમાં એક વાર મળવાની પરંપરા છે એટલે સામાન્ય વાત છે, આના જેવું કંઈ ખાસ નથી. વધુ વાંચો
- Aditya L1 : આદિત્ય L1 અંગે મોટા સમાચાર, ISROએ જણાવ્યું કે કયા દિવસે ભારતનું પ્રથમ સૂર્ય મિશન તેના મુકામ પર પહોંચશે
આદિત્ય L1 મિશન પર ISRO ચીફઃ ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું છે. ઈસરોએ કહ્યું છે કે તેને 6 જાન્યુઆરીએ તેની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. વધુ વાંચો
- Pegasus : પેગાસસે આ 2 ભારતીય પત્રકારોના ફોનને નિશાન બનાવ્યા, એમનેસ્ટી અને વોશિંગ્ટન પોસ્ટે કર્યો મોટો દાવો
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના દાવાઓ જેમને પેગાસસ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા તે બે પત્રકારો છે. જેમાં ધ વાયરના સ્થાપક સંપાદક સિદ્ધાર્થ વરદરાજન અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટ પ્રોજેક્ટ (OCRP)ના દક્ષિણ એશિયાના સંપાદક આનંદ મંગનાલેનો સમાવેશ થાય છે. વધુ વાંચો
- Today Weather Updates : આજે હવામાન કેવું રહેશે, ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી પડી? ઉત્તર ભારતમાં ઠંડીનો પારો ચાર ડિગ્રી ગગડ્યો
Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં ગુરુવારે ઠંડીમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. ગુરુવારે 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે 21.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા સૌથી ગરમ શહેર નોંધાયું હતું. વધુ વાંચો
- Tata Motors Upcoming Electric SUV : ટાટા મોટર્સ વર્ષ 2024 માં આ ચાર ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરશે
Tata Motors New Electric Cars 2024 : ટાટા મોટર્સ (Tata Motors) ચાર ઈલેક્ટ્રિક SUV લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે, તેમાં ત્રણ વર્તમાન મૉડલ છે જેનું સંપૂર્ણ ઇલેક્ટ્રિક વર્ઝન તૈયાર થઈ રહ્યું છે. વધુ વાંચો
- Health Tips : સવારે ખાલી પેટે માત્ર ‘આ’ ફૂડનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા! એક્સપર્ટે કહ્યું કે…
Health Tips : સવારે ખાલી પેટ આ ફળ ખાવાથી પણ ફાયદો થાય છે. આ ફળ આંતરડા માટે સારું છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે, અહીં વાંચો.
- Ram Temple Inauguration : કોંગ્રેસ અયોધ્યા જવા અંગે મૂંઝવણમાં, રામ મંદિર મુદ્દે ધાર્મિક સંકટની સ્થિતિ સર્જાઈ છે
કોંગ્રેસ હાલમાં રાજકીય સંકટનો સામનો કરી રહી છે. આ કાર્યક્રમમાં જો કોઈ ભાગ લે તો પણ સંભવિત નુકસાનનો અંદાજ છે અને નહીં તો ભાજપનું ધ્રુવીકરણ ટાળવું એ એક પડકાર છે. વધુ વાંચો
- Health Tips : સવારે ખાલી પેટે માત્ર ‘આ’ ફૂડનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા! એક્સપર્ટે કહ્યું કે…
Health Tips : દિવસની તંદુરસ્ત શરૂઆત કરવા માટે શું ખાવું, શું પીવું તે અંગે આપણે ઘણી સલાહ લઈએ છીએ, વિવિધ જગ્યાએથી માહિતી મેળવી રહી છે. તેમાના કેટલાક ખોરાક તમારા અને તમારા પેટ માટે સારા છે, પરંતુ તેમાંથી કેટલાક ગેસ, ઉબકા અને પિત્તનું કારણ બને છે. શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે? વધુ વાંચો
- આજનો ઇતિહાસ 29 ડિસેમ્બર: ધાર્મિક સિરિયલ રામાયણ કોણે બનાવી હતી? ક્યા ફિલ્મ અભિનેતાને કાકા કહેવાય છે?
Today history 29 December : આજે તારીખ 29 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતીય હિન્દી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા રાજેશ ખન્ના તેમજ રામાયણ જેવી પ્રખ્યાત ધાર્મિંક સીરિયલના નિર્માતા રામાનંદ સાગરનો આજે જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે… વધુ વાંચો
- Daily Horoscope, 29 December 2023, આજનું રાશિફળ : તુલા રાશિના જાતકોને વેપાર ક્ષેત્રે ચાલી રહેલી સમસ્યામાં થોડી રાહત મળશે
today Horoscope, 29 December 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Today Live darshan : ઊંઝા મંદિરથી ઉમિયા માતાજીના કરો લાઇવ દર્શન, ઘરે બેઠાં બેઠાં મેળવો આશિર્વાદ
Unjha Umiya Mataji Today Live Darshan : ઉમિયા માતાજી પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે. ત્યારે હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું. લાઇવ દર્શન કરો





