Today Top News: દેશ-વિદેશના મહત્વના સમાચાર, જાણો એક ક્લિકમાં

Today Top News National And international: દેશ-વિદેશની કેટલીક મહત્વની ઘટનાઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ

Today Top News National And international: દેશ-વિદેશની કેટલીક મહત્વની ઘટનાઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ યથાવત્ છે (Express file/Abhinav Saha)

Today Top NewS National And international: દેશભરમાં રોજ ઘણી ઘટનાઓ બનતી હોય છે. તેમાંથી કેટલીક એવી હોય છે જે સમાચાર માટે મહત્વની હોય છે. દેશ-વિદેશની આવી કેટલીક ઘટનાઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ.

Advertisment

Kanjhawala Case: સાતમાં આરોપી અંકુશે કર્યું સરેન્ડર

દિલ્હીના કંઝાવાલા અકસ્માત મામલે સાતમાં આરોપી અંકુશની દિલ્હી પોલીસને તલાશ હતી તેણે શુક્રવારે સાંજે પોલીસ સામે સુલતાનપુરી સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. આ પહેલા એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલે ન્યૂ યરની રાત્રે અંજલિ સાથે પાર્ટીમાં રહેલા યુવકના હવાલાથી કહ્યું હતું કે ન્યૂ યરની રાત્રે પાર્ટીમાં અંજલિ અને નિધિ વચ્ચે પૈસાને લઇને ઝઘડો થયો હતો.

દિલ્હી એમસીડીમાં આપ અને બીજેપીના કોર્પોરેટરો વચ્ચે બબાલ

દિલ્હી એમસીડીમાં આજે મેયર (Delhi Mayor)પદની ચૂંટણી માટે મતદાન થવાનું હતું. મતદાન પહેલા એમસીડીમાં નિગમની કાર્યવાહી શરુ થઇ હતી પણ આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે બબાલ થતા સ્થગિત કરવી પડી હતી. હવે સદનમાં આજે (શુક્રવારે) મેયર પદ માટે ચૂંટણી થશે નહીં.

શુક્રવારે જેવા નગર નિગમની કાર્યવાહી થઇ તો પ્રિસાઇડિંગ ઓફિસરે નામાંકિત કોર્પોરેટરને શપથ લેવા માટે બોલાવ્યા તો આપના કોર્પોરેટરે હંગામો શરુ કર્યો હતો. AAPના કોર્પોરેટર મુકેશ ગોયલે તેને વિરોધ કર્યો અને કહ્યું કે આવું 15 વર્ષથી થઇ રહ્યું છે પણ હવે તેને બદલવું પડશે. જે પછી AAPના કોર્પોરેટરોએ સદનમાં હંગામો કરવાનો શરુ કર્યો હતો.

Advertisment

આ પણ વાંચો - ઇંગ્લેન્ડનો ક્રિકેટર ગૈરી બેલેન્સ હવે ઝિમ્બાબ્વે તરફથી રમશે, જાણો એવા ક્રિકેટર્સ વિશે જે બે દેશ તરફથી રમ્યા ક્રિકેટ

જજોની નિમણુકમાં સુપ્રીમ કોર્ટના સખત વલણ પછી નરમ પડ્યું કેન્દ્ર

જજોની નિયુક્તિને લઇને સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર વચ્ચે ટકરાવની સ્થિતિમાં હવે સરકારનું વલણ નરમ પડતું જોવા મળી રહ્યું છે. હાઇકોર્ટના 44 જજોની નિમણુક પર કોલેજિયમની ભલામણો નિર્ધારિત ભલામણો માનવા માટે કેન્દ્ર રાજી થઇ ગયું છે. શુક્રવારે કોર્ટે આશ્વાસન આપતા કેન્દ્ર સરકારે કહ્યું કે ન્યાયિક નિમણુકો પર જે સમય સીમા છે તેનું પાલન કરાશે. લંબિત પડેલી કોલેજિયમની ભલામણો પર જલ્દીથી જલ્દી મંજૂરી આપવામાં આવશે.

ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત્

ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ યથાવત્ છે. દેશની રાજધાની દિલ્હી તાપમાનના મામલે પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશના ઘણા શહેરોને ટક્કર આપી રહ્યું છે. શુક્રવારે રાજસ્થાનનું બીકાનેર ઉત્તર ભારતમાં મેદાની વિસ્તારોમાં સૌથી ઠંડું શહેર રહ્યું હતું. ત્યાં ન્યૂનતમ તાપમાન શૂન્ય ડિગ્રી પહોંચી ગયું હતું. દિલ્હીમાં 3.3 ડિગ્રી તાપમાન હતું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં -8.6 ડિગ્રી, શ્રીનગરમાં -5.5 ડિગ્રી, કુપવાડામાં -5.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

india ગુજરાતી ન્યૂઝ દેશ