PM modi meeting with NDA PMs : સંસદનું ચોમાસું સત્રનું બીજા સપ્તાહની શરુઆત થઇ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના સાંસદોની એક બેઠક કરશે. રિપોર્ટ્સ પ્રમાણે એનડીએ સાંસદોને પીએમ મોદી લોકસભા ચૂંટણી 2024 માટે જીતનો મંત્ર આપશે. બેઠક દરમિયાન સંસદના અત્યારના સત્રમાં રજૂ વિપક્ષના વિરોધ સામે લડવા માટે રણનીતિ પણ બનાવવામાં આવશે. બીજી તરફ સંસદમાં મણિપુર હિંસા મુદ્દે વિપક્ષનો હંગામો ચાલું રહેવાના અણસાર છે.
ઉત્તર પ્રદેશમાં સાંસદોની બેઠકની સાથે શરુ થશે બેઠકોનો સિલસિલો
ભાજપ સૂત્રો પ્રમાણે લોકસભા ચૂંટણી 2024ની રણનીતિ બનાવવા માટે એનડીએએ પણ બધા સાંસદોની સતત બેઠક નક્કી કરવામાં આવી છે. 31 જુલાઈ 10 ઓગસ્ટની વચ્ચે વિભિન્ન સમૂહોમાં સાંસદોની બેઠક કરવામાં આવશે. જાણકારી પ્રમાણે આ બેઠક માટે ગઠબંધનના સાંસદોના 11 સમૂહ બનાવવામાં આવશે. એક દિવસમાં અલગ અલગ એક અથવા બે સમૂહોની બેઠક આયોજીત કરવામાં આવી શકે છે.
આજે ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજ્યોના સાંસદોની બેઠક
રિપોર્ટ્સ અનુસાર એનડીએ સાંસદોની દરેક બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પણ બેઠકમાં હાજર રહેશે. 31 જુલાઈએ બેઠકના પહેલા દિવસે બે સમૂહોની બેઠકમાં પહેલી બેઠક ઉત્તર પ્રદેશ અને બીજી બેઠક દેશના પૂર્વી રાજ્યો પશ્વિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશાના સાંસદોની હશે. સંસદના ચોમાસું સત્ર ચાલુ રહેવાની વચ્ચે બધી બેઠકો દિલ્હીમાં થશે. કેટલાક સંસદ ભવન પરિસરમાં અને કેટલાક બેઠક બહાર કરવાની યોજના છે.
ભાજપ અને એનડીએના દિગ્ગજ નેતાઓ કરશે સમન્વય, પાંચ રાજ્યોમાં વિધાસભા ચૂંટણી પર પણ નજર
ભારતીય જનતા પાર્ટી અને એનડીએ તરફથી એક મહત્વપૂર્ણ બેઠકનું સંયોજન અને સમન્વયની જવાબદારી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય રાજમાર્ગ અને પરિવાહન મંત્રી નીતિન ગડકરીની સાથે એનડીએના કેટલાક વરિષ્ઠ નેતા સંભાળશે. લોકસભા ચૂંટણી પહેલા લગભગ 10 મહિના પહેલા આ બેઠકો પાછળ કોઇપણ સ્થિતિમાં જીત સુનિશ્ચિત કરવા માટે તૈયારી સાથે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.





