Jignasa Sinha : દિલ્હી પોલીસ એક એવા વ્યક્તિની શોધમાં છે, જેણે યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ના રહેવાસી અને અબુ ધાબીના રોયલ પરિવારના સ્ટાફના કર્મચારી તરીકે ઓળખ આપીને રાજધાની નવી દિલ્હીની લીલા પેલેસ હોટેલમાં 4 મહિનાથી વધુ સમય રહ્યો હતો, અને રૂપિયા 23 લાખની ચુકવણી કર્યા વિના છેતરપીંડી કરી ફરાર થઇ ગયો હતો. પોલીસે શરીફ તરીકે ઓળખાતા વ્યક્તિ પર ઢોંગ અને ચોરીના 2 ગુના નોંધ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે શરીફ ગયા વર્ષે 1 ઓગસ્ટથી 20 નવેમ્બર સુધી ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો અને કોઈને જાણ કર્યા વિના જતો રહ્યો હતો. આ વ્યક્તિએ હોટલના રૂમમાંથી ચાંદીના વાસણો અને અન્ય વસ્તુઓની પણ ચોરી કરી હતી, પોલીસે જણાવ્યું હતું કે, વ્યક્તિને હોટલને રૂપિયા 24 લાખ આપવાના થાય છે. શનિવારે હોટલ મેનેજમેન્ટ ફરિયાદ કરવામાં આવતા શરીફ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદી અનુસાર, શરીફે હોટલવાળાઓને જણાવ્યું કે તે UAEમાં રહે છે અને અબુ ધાબીના શાહી પરિવારના સભ્ય શેખ ફલાહ બિન ઝાયેદ અલ નાહયાનની ઓફિસમાં કર્મચારી છે.પોલીસે જણાવ્યું હતું કે તેણે નકલી બિઝનેસ કાર્ડ, યુએઈ રેસિડેન્ટ કાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવ્યા હતા, જેની હવે તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદીએ જણાવ્યું કે આરોપી મહિનાઓ સુધી હોટલના રૂમ નંબર 427માં રોકાયો હતો. કેસમાં એફઆઈઆરમાં જાણવા મળ્યું છે કે, 20મી નવેમ્બર 2022ના રોજ હોટેલમાંથી કિંમતી સામાન લઈને અને તેના બાકી બિલોની પતાવટ કર્યા વિના ભાગી ગયો હતો. અને રૂપિયા 23,46,413 લાખની રકમની નવી દિલ્હીમાં આવેલ લીલા પેલેસ સાથે છેતરપિંડી કરી છે. બનાવટી બિઝનેસ કાર્ડ ધરાવતી હોટેલ અને યુનાઈટેડ આરબ અમીરાતની શાહી પરિવારમાં કાર્યકારી તરીકેનો ઢોંગ કર્યો હતો.
આ પણ વાંચો: Gujarat weather : ગુજરાત ઠંડુગાર, નલિયામાં બે ડિગ્રી, ઉત્તર ભારતમાં કાતિલ કોલ્ડવેવ
શરીફએ હોટેલ સ્ટાફને જણાવ્યું હતું કે તે શેખની ઓફિસમાં કામ કરે છે, અને ઉમેર્યું હતું કે તે કોઈ સત્તાવાર કામ માટે ભારતમાં હતો. તે સ્ટાફ સાથે વાત કરશે અને તેમને તેના “યુએઈમાં કામ અને જીવન” વિશે જણાવશે. પોલીસે કહ્યું હતું કે, “તેમનો વિશ્વાસ મેળવવા માટે, તેણે શાહી પરિવારમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું.”
રૂમ અને અન્ય સુવિધાઓનું કુલ બિલ 35 લાખ રૂપિયા સુધી ઉમેરાયું હતું . પોલીસે જણાવ્યું હતું કે શરીફે લાંબા સમય સુધી હોટલમાં રહેવા માટે લગભગ રૂ. 11.5 લાખ ચૂકવ્યા હતા પરંતુ બાદમાં મોટાભાગની રકમ ચૂકવ્યા વિના જ નીકળી ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને નથી લાગતું કે તેના આઈડી કાર્ડ અસલી છે અને તે અબુ ધાબીના શાહી પરિવાર સાથે સંબંધિત નથી. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેણે આ પહેલા આવું કર્યું છે કે કેમ. તેણે ગયા વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બિલનો અમુક ભાગ ચૂકવ્યો હતો અને બાદમાં હોટલને 20 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ચેક નવેમ્બરમાં સબમિટ કરવામાં આવ્યો હતો અને તે ચેક અપૂરતા બેન્ક બલેન્સના લીધે બાઉન્સ થયો હતો.”
આરોપી 20 નવેમ્બરે બપોરે 1 વાગ્યાની આસપાસ હોટલમાંથી ભાગી ગયો હતો. તેણે રૂમમાંથી ચાંદીના વાસણો અને મોતીની ટ્રેની ચોરી કરી હતી. “ફરિયાદીએ કહ્યું હતું કે, આ સંપૂર્ણપણે પૂર્વ આયોજિત લાગે છે કારણ કે અમને એવું હતું કે 22મી નવેમ્બર 2022 સુધીમાં, હોટેલને તેણે સબમિટ કરેલા ચેક દ્વારા બાકી રકમ ક્લિયર થઈ જશે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે શ્રી શરીફના ખોટા ઈરાદા હતા અને હોટલવાળાઓને છેતરવાનો સ્પષ્ટ ઈરાદો હતો.”
આ પણ વાંચો: ભારત જોડો યાત્રાનો આપશે ભાજપ જવાબ! BJPએ બનાવ્યો મોટો પ્લાન
પોલીસે જણાવ્યું હતું કે તેઓ હજુ સુધી તેની અંગત વિગતો અને વ્યવસાયની ખાતરી કરી શક્યા નથી. “તે સ્પષ્ટ નથી કે હોટેલમાં આવતા પહેલા તે વ્યક્તિ ક્યાં રોકાયો હતો. ”અધિકારીએ કહ્યું હતું કે, અમે સીસીટીવી ચેક કરી રહ્યા છીએ અને ટેક્નિકલ સર્વેલન્સ લગાવી દીધું છે. તેને ટૂંક સમયમાં પકડવામાં આવશે.”