bridge collapses in Bihar : બિહારના ભાગલપુરમાં એક નિર્માણાધીન પુલ તૂટી પડ્યો છે. બિહારના અગુવાનીઘાટ અને સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર નિર્માણાધીન પુલનો એક ભાગ રવિવારે તૂટી પડ્યો હતો. આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે જેમાં થોડીક સેકન્ડમાં જ પુલ નદીમાં પડી જાય છે. બિહારના સીએમ નીતિશ કુમારે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરવા જણાવ્યું છે. માહિતી સામે આવી રહી છે કે આ પહેલા પણ પુલ તૂટી ગયો હતો એટલે કે ફરી તેનું નિર્માણ થઇ રહ્યું હતું. પરંતુ હવે ફરી એકવાર આ જ પુલ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે અને નદીમાં ડુબી ગયો છે.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તે વીડિયોમાં પુલનો એક ભાગ પહેલા તૂટી જાય છે અને પછી આખો પુલ નદીમાં ડૂબી જાય છે. સ્થળ પર હાજર ઘણા લોકો આ આખી ઘટનાને પોતાના ફોનમાં કેદ કરી લે છે. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.
આ પણ વાંચો – બાલાસોર ટ્રેન અકસ્માત: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું – જવાબદાર લોકોની ઓળખ થઈ ગઈ છે
આ પુલ તૂટી પડવાની ઘટના અંગે પ્રતિક્રિયા આપતા બિહારના વિરોધ પક્ષના નેતા વિજયકુમાર સિંહાએ નીતિશકુમારના નેતૃત્વવાળી સરકારની ઝાટકણી કાઢી હતી. તેમને ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કમિશન લેવાની પરંપરા છે. તે આ માનસિકતા અને રાજકીય અસ્થિરતાનું પરિણામ છે કે ત્યાં વહીવટી અરાજકતા અને ભ્રષ્ટાચાર છે. સિસ્ટમ પડી ભાંગી રહી છે પરંતુ તેઓ વિપક્ષની એકતા વિશે વાત કરી રહ્યા છે.
2022માં બિહારના સુલતાનગંજ (ભાગલપુર)અને ખગડિયાને જોડતા ગંગા પરના ચાર માર્ગીય પુલનું સુપરસ્ટ્રક્ચર સુલતાનગંજ છેડેથી તૂટી પડ્યું હતું. જાણકારી માટે જણાવી દઈએ કે મુખ્યમંત્રી નીતિશ કુમારે 4 વર્ષ પહેલા આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. ત્યાર બાદ આ બ્રિજ પાછળ કુલ 1700 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વચ્ચે વચ્ચે બ્રિજ તૂટી ગયો હોય તો પણ તેનો ખર્ચો પણ થતો હતો. પરંતુ હવે રવિવારે ઘણો બ્રિજ ધરાશાયી થયો છે.