સોશિયલ મીડિયાના યૂગમાં પ્રતિદિન ઢગલાબંધ વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં ઉત્તરપ્રદેશના કુરશીનગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં મહિલા વકીલ એક બીજા સાથે મારપીટ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન લોકોએ આ લડાઇને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે મહિલા વકીલ સતત મારપીટ કરતી વીડિયોમાં જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયો પર યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે મહિલા વકીલો કોઈ મુદ્દે એકબીજાને જંગલીની જેમ મારી રહી છે. આ દરમિયાન એક મહિલા વકીલ બીજી મહિલા વકીલની દીકરી પર આપત્તિજનક પ્રતિક્રિયા આપે છે. જે બાદ આ લડાઇ વધુ આક્રમક બને છે. સમગ્ર ઘટનાને પગલે મહિલા કોન્સટબલે દખલગીરી કરી અને મામલો શાંત પાડ્યો હતો.
પત્રકાર ઉમાશંકર સિંહે વીડિયો શેર કર્યો અને લખ્યું કે કોર્ટની બહાર સમાધાન. પત્રકાર જ્ઞાન પ્રકાશે ટિપ્પણી કરી – તેને બંને પક્ષે ચર્ચા પણ કહી શકાય. દેવ ઋષિ નામના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે આ ચર્ચા મૌખિક છે, તેઓએ ઓલિમ્પિકમાં ભારત માટે કુસ્તી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અશ્વની નામના યુઝરે કટાક્ષ કરતા કહ્યું કે, ‘આ બે મહિલાઓએ વકીલાત છોડીને WWEની ગેમમાં મોકલવી જોઈએ. તેમની ક્ષમતા ત્યાં વધુ છે.
મિલિંદ યાદવ નામના યુઝરે હસતા ઇમોજી સાથે સવાલ કર્યો છે કે નિર્ણય પણ લેવાઇ ગયો કે પછી બીજી તારીખ મળી છે? તો મોહમ્મદ જહાંગીર નામના યુઝરે કમેન્ટ કરી છે કે, કોર્ટનો કિંમતી સમય બચાવી મામલો જાતે જ પતાવી દીધો, દેશને તેમના પર ગર્વ હોવો જોઈએ.
જ્યારે નિતેશ શ્રીવાસ્તવના એક ટ્વિટર યુઝરે લખ્યું કે, ‘સાડીવાળી આંટી ટ્રેન્ડમાં હોય તેવું લાગે છે, થપ્પડ મારવાની ઝડપ જોતા લાગે છે કે અવાર-નવાર લોકોને થપ્પડ મારવાની પ્રેક્ટિસ લાગે છે.
રામ નામના યુઝરે ટિપ્પણી કરી કે કાયદો અને વ્યવસ્થા યોગ્ય દિશામાં જઈ રહી છે. ત્યારે અભિનવ નામના યુઝરે લખ્યું- મહિલા સશક્તિકરણ. આ સાથે રમેશ સિંહ લખ્યું છે કે વાહ શું સીન છે. રવિન્દ્ર શુક્લા નામના ટ્વિટર યુઝરે યુપીના સીએમ યોગી આદિત્યનાથને ટેગ કરીને પૂછ્યું, તમારા શાસનમાં શું થઈ રહ્યું છે? મહેન્દ્ર દ્વિવેદી નામના યુઝરે કોમેન્ટ કરી- ભૈયા વકીલ છે, તે કંઈ પણ કરી શકે છે.