scorecardresearch

USના સમાચાર પત્રમાં ભારત વિરોધી જાહેરાત, નાણામંત્રી સિતારમનને ‘વોન્ટેડ’ કહેતા વિવાદ સર્જાયો

FM Sitharaman WSJ add row : વોલ સ્ટ્રીટ જર્નલ (Wall Street Journal)માં આ જાહેરાત ‘વોન્ટેડ’ પોસ્ટર તરીકે છાપવામાં આવી છે. અમેરિકાના પ્રવાસે પહોચેલા નાણાં મંત્રી નિર્મલા સિતારમન (FMNirmala Sitharaman) સહિત ભારતના 14 વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી આ જાહેરાતથી વિવાદ સર્જાયો.

નાણામંત્રી નિર્મલા સિતારમણ
નાણામંત્રી નિર્મલા સિતારમણ

અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે ભારત વિરોધી જાહેરાત પ્રકાશિત કરી છે. આ જાહેરાતમાં ભારતને ‘રોકાણ માટે અસુરક્ષિત સ્થળ’ ગણાવીને નિશાન બનાવવામાં આવ્યું હતું. પ્રથમ પેજ પર આ જાહેરાત એક સંસ્થા દ્વારા પ્રકાશિત આપવામાં આવી છે અને તેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત 14 લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલી આ જાહેરાતમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત 14 લોકોના નામ છાપવામાં આવ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલેમાં આ જાહેરાત ‘વોન્ટેડ’ પોસ્ટર તરીકે છાપવામાં આવી છે. જાહેરાતમાં એવું છાપવામાં આવ્યું છે કે, આ લોકો ભારતની બંધારણીય સંસ્થાઓનો રાજકીય અને ઔદ્યોગિક વિરોધીઓ સામે હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ જાહેરાતની અંદર રોકાણકારોને ભારતમાં રોકવા કરવાથી દૂર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

ભારત પર પ્રતિબંધ મૂકવાની માંગઃ

વોલ સ્ટ્રીટ જર્નર્લમાં છપાયેલી આ જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે, ગ્લોબલ મેગ્નિટસ્કી હ્યુમન રાઈટ્સ એકાઉન્ટેબિલિટી એક્ટ હેઠળ અમેરિકાએ ભારત પર આર્થિક અને વિઝા મામલે પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ કાયદા હેઠળ, અમેરિકાની સરકારને વિદેશી અધિકારી અથવા નેતાની સંપત્તિ જપ્ત કરવાનો, તેના પર પ્રતિબંધો લાદવાનો અને પોતાના દેશમાં તેમના પ્રવેશને રોકવાનો પણ અધિકાર છે.

ભારતના નાણામંત્રી અમેરિકાના પ્રવાસ પર :-

વોલ સ્ટ્રીટ જર્નલમાં આ જાહેરાત એવા સમયે છપાઇ છે જ્યારે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના પ્રવાસ પર છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સોલિસિટર જનરલ એન વેંકટરામન, સુપ્રીમ કોર્ટના જજ હેમંત ગુપ્તા અને વી રામાસુબ્રમણ્યમ પણ તેમની સાથે અમેરિકા ગયા છે અને આ તમામ વ્યક્તિઓ પર પ્રતિબંધની માંગણી આ જાહેરાતમાં કરવામાં આવી છે. ઉપરાંત આ જાહેરાતોમાં સ્પેશિયલ જજ ચંદ્રશેખર, EDના સંજય કુમાર મિશ્રા, EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર રાજેશ, CBIના DSP આશિષ પારીક, એડિશનલ સોલિસિટર જનરલ એન વેંકટરામન અને EDના ડેપ્યુટી ડાયરેક્ટર એ સાદિક મોહમ્મદની તસવીરો પણ છાપવામાં આવી છે.

જો કે, હજી સુધી ન તો ભારતના નાણામંત્રી કે ન તો કોઈ એજન્સીએ આ જાહેરાત મામલે જાહેરમાં ટિપ્પણી કરી છે. વોલ સ્ટ્રીટ જર્નલમાં આ જાહેરાત એક અસંતુષ્ટ ભારતીય ઉદ્યોગપતિ રામચંદ્રન વિશ્વનાથન અને તેમના સમર્થકો દ્વારા છાપવામાં આવી હોવાનું માનવામાં આવે છે. વિશ્વનાથન દેવાસના ભૂતપૂર્વ CEO છે. આ કંપનીની સ્થાપના ડિસેમ્બર 2004માં કરવામાં આવી હતી, જે સેટેલાઇટ સિસ્ટમ્સ મારફતે મલ્ટીમીડિયા કન્ટેન્ટનું ડિસ્ટ્રીબ્યૂશન કરવા માટે એક પ્લેટફોર્મ વિકસાવે છે.

Web Title: Us wall street journal publish add against fm nirmala sitharaman and others

Best of Express