ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં જાન લઈને જતી એક બસ ખીણમાં ખાબકી હતી. આ ઘટના પૌડી ગઢવાલ જિલ્લાના સિમડી ગામ પાસેથી રિખનીખાલ- બિરોખલ માર્ગ ઉપર ઘટી હતી. બસમાં આશરે 45થી 50 લોકો સવાર હતા. સ્થાનિક લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કાર્ય શરુ કર્યું હતું. બસ હરિદ્વાર જિલ્લાના લાલઢાંગથી પૌડીના બીરોખાલ ગામ જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં બસ બેકાબૂ થઈ હતી અને ખીણમાં ખાબકી હતી. ધારાસભ્ય દિલીપ સિંહ રાવતે આ ઘટનાની પુષ્ટી કરી હતી. આ ઘટનામાં 25 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 21 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.
જાન લઈને જઈ રહી હતી બસ
ધારાસભ્ય દિલીપ સિંહ રાવતે જણાવ્યું હતું કે બસ હરિદ્વાર જિલ્લાના લાલઢાંગથી પૌડીના બીરોખાલ ગામ જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં બસ બેકાબૂ થઈ હતી અને ખીણમાં ખાબકી હતી. ખાડો ખૂબ જ ઊંડો છે. મોડી રાત્રે લગભગ 11:50 વાગ્યા સુધીમાં નવ ઇજાગ્રસ્તોને ખાડામાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખાઈ ઉંડી છે અને સ્થળ પર ગાઢ અંધારું હોવાને કારણે બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો પડી રહી છે.
મોબાઈલની ફ્લેશ લાઇટમાં કરાયું બચાવ કાર્ય
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે અકસ્માત સ્થળે કોઈ લાઇટિંગની વ્યવસ્થા નથી માટે ગામ લોકો તેમના મોબાઇલ ફોન પર ફ્લેશ લાઇટની મદદથી બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.
આ પણ વાંચોઃ- 10-15 દિવસ પહેલા નીતિશ કુમારે ફરી આપી હતી ઓફર, મેં ના પાડી દીધી – પ્રશાંત કિશોર
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ દુઃખ વ્યક્ત કર્યું
આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું કે, “દુર્ભાગ્યપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે કે મુસાફરોને લઈ જતી બસ પૌરી જિલ્લાના સિમડી ગામ પાસે એક ખીણમાં પડી ગઈ હતી, જેને જોતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પહોંચી ગયો અને રાહત અને બચાવની સમીક્ષા કરી હતી. તેમણે માહિતી આપી કે “સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ની ટીમો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં વ્યસ્ત છે. અમે અકસ્માતના સ્થળે તમામ સુવિધાઓ લાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ. સ્થાનિક ગ્રામજનો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે.”
આ પણ વાંચોઃ- ઉત્તરાખંડ: હિમસ્ખલનમાં 10 પર્વતારોહીઓના મોત, 8 ને બચાવી લેવાયા
પોલીસનું શું કહેવું છે?
ધુમાકોટના એસએચઓ દીપક તિવારીના જણાવ્યા અનુસાર, “બસની લાઇટ અચાનક બંધ થઈ જતાં ઘટનાસ્થળની નજીકના ગામોના લોકોએ ફોન દ્વારા ગામ લોકોને ઘટના વિશે જાણ કરી હતી. માહિતી મળતા જ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોટદ્વારના સીઓ જીએલ કોહલીના નેતૃત્વમાં કોટદ્વારથી પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી.
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું, “45 થી 50 લોકોને લઈ જતી બસ 500 મીટરની ખીણમાં પડી ગઈ હતી. અત્યાર સુધીમાં 6 લોકોને બચાવીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.