IMD Rain Red Alert In Uttarakhand And Himachal Pradesh : ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. જેમા હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 4 જિલ્લા અને ઉત્તરાખંડના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપતા રેડ એલર્ટ આપ્યું છે, જેના કારણે શાળા કોલેજ બંધ રહેશે. ઉત્તરાખંડમાં ઘણા સ્થળોએ ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટનાથી લોકો ભયભીત છે.
IMD Rain Red Alert In Himachal Pradesh : હિમાચલ પ્રદેશના 4 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 4 જિલ્લા કાંગડા, મંડી, સોલન અને સિરમોરમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ આપ્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી હિમાચલ પ્રદેશ સરકારે આ ચારેય જિલ્લાની શાળા કોલેજમાં રજાની ઘોષણા કરી છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. વરસાદની તીવ્ર આજ સાંજથી ફરી વધવાની શક્યતા છે. તો કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વિતેલ 24 કાકમાં ભારે વરસાદ તથા આગામી સમયમાં ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી છે. રાજ્ય સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
IMD Rain Red Alert In Uttarakhand : ઉત્તરાખંડના 9 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે ઉત્તરાખંડના 9 જિલ્લામાં ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ આપ્યું છે. આ 9 જિલ્લામાં ચંપાવત, દહેરાદૂન, હરિદ્વાર, નૈનીતાલ, પૌડી ગઢવાલ, રુદ્ર પ્રયાગ, ટેહરી ગઢવાલ, ઉધમ સિંહ નગર અને ઉત્તરકાશી સામેલ છે જ્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
ચાર ધામ યાત્રા ફરી શરૂ
ચાર ધામ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. ગઢવાલ મંડળ કમિશ્નર વિનય શંકર પાંડે જણાવ્યું કે, ચાર ધામ યાત્રા પર 24 કલાકનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. કમિશનરે જણાવ્યું કે, ચાર ધામ યાત્રા માર્ગ પર આવતા જિલ્લાના જિલ્લા અધિકારીઓને પોત પોતાના જિલ્લામાં હવામાનની સ્થિતિના આધારે વાહનોને રોકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.





