BABA Bokh Naag Devta : કોણ છે બાબા બૌખ નાગ દેવતા? સિલ્કયારાના લોકોનો દાવો – તેમની કૃપાથી જ થશે કલ્યાણ, જાણો માન્યતા

Uttarkashi Tunnel Collepse : માનવામાં આવે છે કે બાબાનું મંદિર હટાવવાના કારણે તે નારાજ થયા હતા અને આ કારણે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ઘટના દુર્ઘટના ઘટી છે

Written by Ashish Goyal
November 28, 2023 18:05 IST
BABA Bokh Naag Devta : કોણ છે બાબા બૌખ નાગ દેવતા? સિલ્કયારાના લોકોનો દાવો – તેમની કૃપાથી જ થશે કલ્યાણ, જાણો માન્યતા
સિલ્કયારા આ ટનલની પાસે એક મંદિર પણ આવેલું છે, જે હાલ ચર્ચામાં છે. આ મંદિરનું નામ બાબા બૌખ નાગ મંદિર છે (તસવીર - ANI)

Uttarkashi Tunnel Collepse : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક સુરંગમાં 41 મજૂરો ફસાયા છે. જેમની સુખાકારી માટે દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. કામદારોને બચાવવા માટે પાઇપો નાખીને તેમને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ ટનલની પાસે એક મંદિર પણ આવેલું છે, જે હાલ ચર્ચામાં છે. આ મંદિરનું નામ બાબા બૌખ નાગ મંદિર છે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે આ મંદિરને અહીંથી હટાવવામાં આવ્યું હતું, જેના કારણે તે નારાજ થઇ ગયા અને તેને આ દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો છે. જાણો કોણ છે બાબા બૌખ નાગ અને કેવી રીતે અહીં પહોંચ્યા.

કોણ છે બાબા બૌખ નાગ?

એવું માનવામાં આવે છે કે બાબા બૌખ નાગનો ઉદભવ અહીં બાસગી નાગના રૂપમાં થયો હતો. ટિહરી જિલ્લાના સેમ-મુખેમ પહેલા ભગવાન શ્રીકૃષ્ણ અહીં પહોંચ્યા હતા. આ કારણે સેમ મુખેમમાં દર વર્ષે અને બીજા વર્ષે બૌખનાગમાં ભવ્ય મેળો ભરાય છે. બાબા બૌખ નાગ સિલ્કયારા સહિત અન્ય પ્રદેશોના ઇષ્ટ દેવતા પણ છે. આ નાગરાજ મંદિર છે. તેમની પૂજા-અર્ચના કરીને તેમને આ વિસ્તારના રક્ષકની કામના કરવામાં આવે છે. બાબા બૌખ નાગનું મંદિર ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલું છે. આ મંદિર આસપાસના વિસ્તારોમાં એકદમ પ્રખ્યાત છે. આ કારણે દર વર્ષે માર્ગશીર્ષ મહિના નિમિત્તે અહીં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે નિ:સંતાન દંપતી આ તહેવારમાં ઉઘાડા પગે આવે છે અને બાબા બૌખ નાગના દર્શન કરે તો તેમની ઇચ્છા ચોક્કસપણે પૂર્ણ થાય છે. આ સાથે અહીં ભક્તો સુખ-સમૃદ્ધિ અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રદ્ધાપૂર્વક અરજી કરે છે.

આ પણ વાંચો – રેટ માઇનર્સે વધારી આશા, જાણો રેસ્ક્યૂ કામગીરી ક્યાં સુધી પહોંચી

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સહિત વિદેશ નિષ્ણાંતોએ પૂજા-અર્ચના કરી

માનવામાં આવે છે કે બાબાનું મંદિર હટાવવાના કારણે તે નારાજ થયા હતા અને આ કારણે આ ઘટના બની હતી. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાંત આર્નોલ્ડ ડિક્સે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે મળીને સિલ્કયારા ટનલની અંદર ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે પ્રાર્થના કરી છે. આ સાથે જ રોજ બાબા બૌખ નાગની પૂજા કરવામાં આવી રહી છે.

દહેરાદૂનથી સિલ્કયારા ગામનું અંતર લગભગ 135 કિમી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલી રાડી કફનૌલ મોટર માર્ગની નજીક 10 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. જ્યાં તમારે બૌખનાગ જવા માટે લગભગ 10 કિલોમીટર પગપાળા જવું પડે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ