Manipur Violence Updates : મણિપુરમાં 3 મે 2023ના રોજથી શરુ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઇ રહી. દિવસને દિવસે હિંસા વધારે ભડકી રહી છે. હિંસાની તાજા ખબર થૌબલ જિલ્લાથી આવી રહી છે જ્યાં મંગળવારે ટોળાએ કથિત રીતે ઇન્ડિય રિઝર્વ ફોર્સના કેમ્પને ટાર્કેટ બનાવ્યો હતો. ટોળાએ કેમ્પમાંથી હથિયાર દારુ-ગોળો લૂંટવાની કોશિશ કરી અને તોડફોડ પણ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળાને રોકવા માટે સુરક્ષાકર્મીઓએ કડક કાર્યવાહી કરતા હવામાં ફાયરિંગ કર્યું હતું. જેમાં 27 વર્ષીય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
મણિપુરમાં હિંસા યથાવત, તાજો કિસ્સો કયો છે?
મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઇ અને હિંસાને અટકાવવા માટે કેન્દ્ર સરકારે અલગ અલગ પ્રયત્નો પણ કર્યા છે પરંતુ હજી સુધી સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો હોય એવું લાગતું નથી. બીજી તરફ કોંગ્રેસ હિંસા અંગે સતત કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કરી રહી છે. જ્યારે મુખ્યમંત્રી એન બીરેન સિંહ રાજીનામું આપવાથી ઇન્કાર કરી દતાં હાલત ટૂંક સમયમાં કાબુમાં કરવાની વાત કરી હતી. પરંતુ આવું થતું દેખાતું નથી. થૌબલ જિલ્લામાં થયેલી હિંસા આનું તાજું ઉદાહરણ છે. જ્યાં ઇન્ડિયન રિઝર્વ ફોર્સના કેમ્પ પણ હિંસાનો ભોગ બન્યો હતો.
સુરક્ષાકર્મીઓએ ભીડ સામે લડવાનો પ્રયત્ન કરતા ફાયરિંગ કર્યું હતું જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અસમ રાઇફલ્સના એક જવાનને પણ પગમાં ગોળી વાગી હતી. ઉશ્કેરાયેલી ભીડે સેનાની ગાડીઓને આગ લગાડી હતી.
સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયન રિઝર્વ ફોર્સના કેમ્પને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જે પણ હથિયાર લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આવું ન થઈ શક્યું. આ દરમિયાન એક વ્યક્તિનું ગોળી વાગવાથી મોત થયું છે.
કેમ ભડકી રહી છે હિંસા?
મણિપુરમાં હિંસાની શરુઆત બુધવારે થઈ હતી. જ્યારે ઓલ ટ્રાઇબલ સ્ટૂડન્ટ યુનિયન ઓફ મણિપુરે માર્ચનું એલાન કર્યું હતું. આ મોર્ચો મેતેઈ સમુદાયને એસટી શ્રેણીમાં સામેલ કરવા માટે લાંબા સમયથી ચાલી રહેલી માંગના વિરોધમાં હતો. જેને ગત મહિને મણિપુર હાઇકોર્ટના એક આદેશથી પ્રોત્સાહન મળ્યું હતું.
મણિપુર ઉચ્ચ ન્યાયાલય એકલ ન્યાયાધીશ દ્વારા રજૂ માંગ અને આદેશ બંનેનું રાજ્યના આદિવાસી સમુદાયોનું પ્રતિનિધિત્વ કરનાર સમૂહો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. 14 એપ્રિલ રજૂ કોર્ટના આદેશમાં સરકાર પાસે માંગ પર વિચાર કરતા કહ્યું કે ત્યારબાદ અનેક આદિવાસી સમૂહ વિરુદ્ધ ઊભું છે.





