waqf bill: વકફ સુધારા બિલ રાજ્યસભા સમક્ષ રખાયું, કાયદાનું નામ બદલી UMEED કરાયું

વકફ સુધારા બિલ (waqf bill) લાઇવ અપડેટ્સ જોઇએ તો બુધવારે લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભા સમક્ષ રજૂ કરાયું છે. કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ બિલ રજુ કરતાં કહ્યું કે, આ કાયદાનું નામ બદલીને હવે UMEED કરાયું છે.

Written by Haresh Suthar
Updated : April 03, 2025 14:13 IST
waqf bill: વકફ સુધારા બિલ રાજ્યસભા સમક્ષ રખાયું, કાયદાનું નામ બદલી UMEED કરાયું
WAQF Amendment Bill live Kiren Rijiju: કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરન રિજિજુએ ગુરુવારે વકફ બિલ રાજ્યસભામાં રજૂ કર્યું (ફોટો ક્રેડિટ સોશિયલ)

વકફ બિલ (waqf bill) પર લોકસભામાં લાંબી ચર્ચા બાદ બહુમત સાથે પાસ કરાયું હતું. વકફ સુધારા બિલ આજે ગુરુવારે રાજ્યસભામાં રખાયું છે. જેમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરન રિજિજુએ વકફ બિલ રજૂ કરતાં જણાવ્યું કે, હવે આ કાયદાનું નામ બદલીને ઉમીદ (UMEED) રાખવામાં આવ્યું છે. બુધવારે લોકસભામાં કિરન રિજિજુ દ્વારા આ બિલ રજૂ કરાયું હતું અને મધ્ય રાત્રિ પછી પણ ચર્ચા ચાલુ રહી હતી. બિલના પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા હતા જેને અંતે લોકસભામાં બિલ પાસ કરી દેવાયું છે. હવે વકફ સુધારા બિલ રાજ્યસભા સમક્ષ રખાયું છે.

કિરન રિજિજુ એ રાજ્યસભામાં વકફ બિલ રજૂ કરતાં કહ્યું કે આ કાયદાનું નામ બદલીને હવે UMEED (યુનિફાઇડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ) બિલ રાખવામાં આવશે. ચર્ચા શરુ કરતાં તેમણે જણાવ્યું કે, દેશમાં આજની તારીખે 8.72 લાખ વકફ મિલકતો છે. વર્ષ 2006માં જો સચ્ચર સમિતિએ 4.9 લાખ વકફ મિલકતોમાંથી થતી આવકનો અંદાજો 12000 કરોડ રુપિયા રાખ્યો હતો તો તમે કલ્પના કરી શકો છો કે આ મિલકતો હાલમાં કેટલી આવક ઉત્પન્ન કરી રહી હશે.

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરન રિજિજુ દ્વારા બુધવારે લોકસભામાં વકફ સુધારા બિલ 2024 રજૂ કરાતાં વિપક્ષ દ્વારા હંગામો કરાયો હતો. કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઇએ એનડીએ સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે, આ બિલ બંધારણના મૂળભૂત માળખા પર હુમલા સમાન છે.

વધુમાં તેમણે રોષ ઠાલવ્યો હતો કે, આ બિલ પસાર કરી સરકાર બંધારણને નબળું પાડવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય સમાજને વિભાજીત કરી લઘુમતી સમુદાયોને એક રીતે બદનામ કરવાનો અને મતાધિકારથી વંચિત રાખવા માંગે છે.

બીજી તરફ મંત્રી રિજિજુએ સ્પષ્ટતા કરી હતી કે, આ બિલ દ્વારા કોઇ ધાર્મિક પ્રથા કે કોઇપણ મસ્જિદના સંચાલનમાં દખલગીરી કરવાનો કોઇ ઇરાદો નથી. ગુહમંત્રી અમિત શાહે બિલ પર ચર્ચા કરતાં કહ્યું હતું કે, ઘણા ચર્ચ અને ઇસાઇ સમુદાય બિલને સમર્થન આપી રહ્યા છે.

વકફ સુધારા બિલ વિરોધ કેમ થઇ રહ્યો છે?

NDA શાસિત કેન્દ્રીય સરકાર દ્વારા રજૂ કરાયેલ વકફ બિલ વિરોધનું કારણ કેમ બની રહ્યું છે? આ મુ્દ્દો તપાસીએ તો બિલમાં કેટલીક વિવાદાસ્પદ જોગવાઇને લઇને બિલ વિરોધના નિશાને છે.

  • વકફ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી બનવાની મંજૂરી આપવી
  • રાજ્ય સરકારો દ્વારા રાજ્યના વકફ બોર્ડમાં ઓછામાં ઓછા બે બિન મુસ્લિમ સભ્યોની નિમણૂક કરવી
  • વિવાદીત મિલકત વકફની છે કે સરકારની તે નક્ક કરવાની સત્તા જિલ્લા કલેકટરને આપવી
  • વકફ બાય યુઝર વિભાવના દૂર કરવી
  • કાયદો શરુ થયાના છ મહિનામાં દરેક વકફ મિલકત કેન્દ્રીય ડેટાબેઝ પર નોંધાયેલ હોવી ફરજિયાત છે
  • ટ્રિબ્યુનલના નિર્ણયને અંતિમ બનાવતી જોગવાઇ

વકફ બિલ મામલે વિરોધ વ્યક્ત કરી રહેલા કોંગ્રેસ વડા મલ્લિકાર્જુન ખડગ અને મંત્રી અનુરાગ ઠાકુર વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો છે. ખડગેએ અનુરાગ ઠાકુરના આરોપ બાદ તેમણે મંજૂરી વિના જમીન હડપ કરવાનો દાવો કર્યો હતો.

રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતાએ ઠાકુરના નિવેદન મામલે જાહેરમાં માફી માંગવાની અને પછી રાજીનામું આપવાની માંગ કરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ