વારિસ પંજાબ દેનો ચીફ અમૃતપાલ સિંહ ઝડપાયો, પંજાબ પોલીસ સમક્ષ આત્મસર્મપણ કર્યું

Amritpal Singh surrenders : પંજાબ પોલીસથી મહિનાઓ સુધી નાસતો ફરતો વારિસ પંજાબ દેનો ચીફ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની રવિવાર સવારે પંજાબના મોંગા જિલ્લામાંથી ધરપકડ કરાઇ છે.

Written by Ajay Saroya
Updated : November 01, 2023 16:04 IST
વારિસ પંજાબ દેનો ચીફ અમૃતપાલ સિંહ ઝડપાયો, પંજાબ પોલીસ સમક્ષ આત્મસર્મપણ કર્યું
અમૃતપાલ સિંહ ફાઇલ તસવીર

પંજાબથી એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. વારિસ પંજાબ દે ચીફ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની રવિવારે સવારે મોગા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી, પોલીસે ધ ઈન્ડિયન એક્સપ્રેસને પુષ્ટિ આપી હતી.

“અમૃતપાલે આત્મસમર્પણ કર્યું અને પોલીસે તેની ધરપકડ કરી,” એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું.

ભિંડરાનવાલેના મૂળ ગામમાંથી અમૃતપાલ સિંહ ઝડપાયો

અમૃતપાલ સિંહની ઠાર મરાયેલા આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેના મૂળ ગામ મોગાના રોડે ગામના ગુરુદ્વારા જન્મસ્થાન સંત ખાલસામાંથી ધરપકડ કરવામાં આવી હતી. પંજાબ પોલીસે તેના ‘વારિસ પંજાબ દે’ સંગઠનના સભ્યો સામે કડક કાર્યવાહી શરૂ કરી ત્યારબાદ 18 માર્ચથી અમૃતપાલ સિંહ ફરાર હતો, .

અમૃતપાલ અને તેના સહયોગીઓ વિરુદ્ધ સમુદાયો વચ્ચે કોમી અરાજકતા ફેલાવવાનો, હત્યાનો પ્રયાસ, પોલીસ કર્મચારીઓ પર હુમલો અને લોક સેવકોને ફરજમાં અવરોધ સહિત અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.

ધરપકડ બાદ અસમની જેલમાં મોકલાશે

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે પંજાબમાં મોગા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પોલીસે ભાગેડુ અમૃતપાલ સિંહ અને તેની સંસ્થા ‘વારિસ પંજાબ દે’ના સભ્યો વિરુદ્ધ 18 માર્ચે તેમના સમર્થકોએ અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યા બાદ કાર્યવાહી શરૂ કરી હતી. સરેન્ડર કર્યા બાદ અમૃતપાલને મોગાથી અમૃતસર લઈ જવામાં આવ્યો હતો. અમૃતસરથી તેને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવશે. જ્યાં તેના આઠ સહયોગી પહેલાથી જ નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળ કસ્ટડીમાં છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, ભિંડરાવાલેના ભત્રીજા જસવીર રોડે કહ્યું: “અમૃતપાલે ગઈકાલે રાત્રે જ પોલીસને જાણ કરી હતી કે તે ગુરુદ્વારામાં પૂજા કર્યા પછી આજે સવારે આત્મસમર્પણ કરશે. તેમણે આત્મસમર્પણ કરતા પહેલા થોડી મિનિટો માટે સંગઠનને સંબોધન કર્યુ હતુ. સવારે 7 વાગ્યાની આસપાસ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની ધરપકડ આઈજી ઈન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવીછે.

અમૃતપાલ સિંહની પત્નીને વિદેશ જતા અટકાવાઇ હતી

21 એપ્રિલના રોજ, અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લંડન જતી ફ્લાઈટમાં બેસતા અટકાવવામાં આવી હતી અને અમૃતસરના જલ્લુપુર ખેરામાં તેમના પતિના ઘરે પરત મોકલી દેવામાં આવી હતી.

અમૃતપાલ સિંહના 3 મહત્વપૂર્ણ સમાચાર

પંજાબ : કોણ છે અમૃતપાલ સિંહ? તલવારોના દમ પર પોલીસ સ્ટેશન પર કર્યો કબજો, અમિત શાહને પણ આપી ચૂક્યો છે ધમકી

અમતૃપાલ સિંહ : દુબઇનો ટ્રક ડ્રાઇવર કેવી રીતે બન્યો ‘વારિસ પંજાબ દે’નો ચીફ, ખાલિસ્તાન અને ISI સાથે પણ છે સંપર્ક

અમૃતપાલ સિંહના સાથીઓને પંજાબ પોલીસ કેમ લઇ ગઇ 2500 કિમી દૂર અસમમાં? જાણો શું છે હથિયાર પર લખેલા AKFનો અર્થ

ભાગેડુ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની વિરુદ્ધ હાલ ઓછામાં ઓછા છ કેસો નોંધાયેલા છે. પંજાબ પોલીસે તેની સામે કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કર્યો હોય. આ કેસ અમૃતસર ગ્રામીણ અને જલંધર ગ્રામીણ પોલીસ જિલ્લામાં નોંધાયા છે. તેના સહાયકો અને સમર્થકો સામે પણ સંખ્યાબંધ પોલીસ કેસ નોંધાયેલા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ