Weather Forecast: ભારત મોસમ વિજ્ઞાન વિભાગે (India Meteorological Department ) ક્રિસમસ (Christmas)અને નવા વર્ષને લઇને ભવિષ્યવાણી કરી છે. મોસમ વિભાગના મતે આગામી ચાર દિવસમાં ચંદીગઢ, પંજાબ અને હરિયાણામાં ધુમ્મસની સંભાવના છે. મોસમ વિભાગે કહ્યું કે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર-પશ્ચિમી રાજસ્થાનના અલગ-અલગ ભાગમાં શીત લહેરની સ્થિતિ જોવા મળશે.
આ રાજ્યોમાં જોવા મળશે ધુમ્મસ
મોસમ વિભાગે કહ્યું કે ધુમ્મસના કારણે દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં વિઝિબિલિટી ઓછી રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ લોકો શીત લહેરથી પ્રભાવિત થશે. મોસમ વિભાગે ઉત્તરી રાજસ્થાનની સાથે-સાથે પંજાબ, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં સોમવાર સુધી કાતિલ ઠંડીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આઈએમડીએ કહ્યું કે 25 અને 26 ડિસેમ્બરે તાપમાનમાં વધારે ઘટાડો થઇ શકે છે.
આ પણ વાંચો – કોણ બનશે બનશે દિલ્હીના મેયર? આપ પાર્ટી અને ભાજપ વચ્ચે જંગ
ગુજરાતમાં પણ પારો ગગડ્યો
ગુજરાતમાં પણ હવામાન વિભાગે ઠંડીની આગાહી કરી છે. નલિયા અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસમાં હજુ બે ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
IMDએ પોતાની વેબસાઇટ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેવાની સંભાવના છે. દિલ્હી (સફદરજંગ)માં (1 ડિસેમ્બર 2022થી 24 ડિસેમ્બર 2022 સુધી) સૌથી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે.